Book Title: Shatrunjay Mahatmya
Author(s): Jineshwarsuri
Publisher: Jaindharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 499
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુંજય માહાતમ્ય. [ ખંડ ૨ જો. આપેલી પ્રતિમા સ્થાપના કરી. જે પ્રતિમા ત્રણ જગતના લેકેએ પૂજેલી અને ભક્તિ તથા મુક્તિને આપનારી છે. પ્રભુના વાસક્ષેપથી ગણધરોની પાસે તેની પ્રતિષ્ઠા કરાવી. પછી કૃષ્ણ જલયાત્રાને માટે દેવ તથા મનુષ્યને નિમંત્રણ કર્યું. વાજિત્રો વાગતાં હાથમાં કુંભવાળી સ્ત્રીઓથી અને દેવતાઓથી પરવરેલા કૃષ્ણ વાસુદેવ કુંડ સમીપે આવ્યા. પ્રથમ ઐરાવત કેડે ગયા, ત્યાં તેના નામને નિર્ણય કરવા માટે કૃષ્ણ ઈન્દ્રને પૂછયું કે, “આ કુંડનું આવું નામ કેમ પડ્યું ? ઇંદ્રે કહ્યું કે “પૂર્વ જ્યારે અહિં ભરતચક્રી આવ્યા હતા, ત્યારે તે સમયના ઇંદ્ર ઐરાવત હાથીપાસે આ કુંડ કરાવે છે. ચૌદ હજાર નદીઓના જળને પૂરે આ કુંડમાં પ્રવેશ કરે છે, તેથી આ કુંડ પવિત્ર અને પાપને ઘાત કરનાર છે. જેણે આ કુંડના જળથી નાન કરીને જિનેશ્વર ભગવંતને સ્નાન કરાવ્યું છે, તેણે કમળવડે લેપાયેલા પિતાના આત્માને પવિત્ર કર્યો છે. આ કુંડના જળનું પાન કરવાથી કાસ, શ્વાસ, અરૂચિ, ગ્લાનિ, પ્રસૂતિ અને ઉદરની બાહ્ય પીડાઓ અંતર પીડાની જેમ નાશ પામે છે. આ બીજ પવિત્ર કુંડ ધરણે નાગકુમારે કરેલ છે અને આ કુંડ અમરેન્દ્રના વાહન મયૂરે રચેલે છે. એ બન્ને કુંડના જળથી જંગમ અને સ્થાવર વિષ તથા ક્ષય અને શ્વાસાદિક ન ખમી શકાય તેવા રોગ નાશ પામી જાય છે અને એ બે કુંડના જળથી જે પોતે શુદ્ધ અને સ્નાન કરી પ્રભુને નાન કરાવે છે તેને સ્વર્ગ મૃત્યુ અને પાતાળનું રાજય દૂર નથી. આ બીજા બલીં, સૂર્ય અને ચંદ્ર વિગેરેના રચેલા કુંડ છે, જેઓ પોતાના જળથી પાપને હરે છે. આ કુંડ અંબાદેવીએ ભરચક્રીને ઉદ્ધાર વખતે તેની મિત્રાઈથી કરેલ છે તે અંબાકુંડ હમણું વિશિષ્ટ કુંડ એવા નામથી પ્રખ્યાત થયેલ છે. કૃષ્ણ ઈન્દ્રને પૂછ્યું કે-વિશિષ્ટ મહાત્મા કેણ થઈ ગયા કે જેના નામથી આ પવિત્ર કુંડનું અંબાકુંડ નામ લેપાઈને તેનું નામ પ્રસિદ્ધ થયું?' સૌધર્મપતિ બોલ્યા- હે કૃષ્ણ! તે વિશિષ્ટની કથા સાંભળે, કે જે કથામાં જિનેશ્વરના મુખકમળના વચનરૂપ મધુરસ મિશ્રિત થયેલું છે. અર્થાત જે કથા શ્રીજિનેશ્વરે કહેલી છે. જયારે આ ઠમાં વાસુદેવ લક્ષ્મણ સમુદ્ર સુધી પૃથ્વીનું પાલન કરતા હતા, તે સમયમાં વિશિષ્ટ નામે એક તીવ્ર તપ કરનારો તાપસપતિ થયે હતું. તે વેદ વેદાંગને જાણનાર અને કુટિલ કંલામાં કુશળ હતું. કંદ મૂળ ફળ અને જળથી નિર્વાહ કરતો હતો અને લેકે પોતાના કાર્યને માટે તેની પૂજા કરતા હતા. એક વખતે કોઈ હરણું તેની પર્ણકટીના આંગણામાં વિસ્તારથી ઉગેલા નીવાર ધાન્યને ચરવા આવી. તેને જોઈ કોપથી મંદ પગલાં ભરતાં આવીને તેણે એક લાકડીને તેની For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542