Book Title: Shatrunjay Mahatmya
Author(s): Jineshwarsuri
Publisher: Jaindharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 485
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુંજય માહા. [ ખંડ ૨ જે. પણ પુણ્યરૂપ મોતીની છીપ જેવી તેની મને વૃત્તિમાંથી ચાલ્યા ગયા નહિ. ધર્મથી પાપને નાશ થતાં શુભ પરિણામને લીધે ત્યારથી અંબિકા ગૃહકાર્યમાં મંદ થઈ ગઈ. અંબિકાએ આપેલું આ મુનિદાન જોઈને જાણે મૂર્તિમાન કૃત્ય હોય તેવી કોઈ તેની કલહપ્રિયા પાડોશણ તત્કાળ ઊંચે હાથ કરતી પોતાના ઘરમાંથી બને હાર નીકળી. મુખ વાંકું કરી અને નેત્રકમળ રાતાં કરી વચનથી લેકોને ત્રાસ પમાડતી એ સ્ત્રી પિતાના હાથને કટી ઉપર પછાડી ક્રોધાત થઈને કહેવા લાગી. હે વધુ! આ તારી સ્વતંત્રતાને ધિક્કાર છે તેં વસ્તુવિષે પણ કાંઈ વિચાર કર્યો નહિ, જે હવ્ય કવ્ય આપ્યા વગર આ મુનિને ધાન્ય આપ્યું. આ તારે અન્યાય છે. તારા ઘરમાં સાસુ નથી અને તું આ વૈશ્યકુળને ચગ્ય એવું આચરણ કરે છે, તે યુક્ત નથી. અદ્યાપિ પિતૃઓને અને બ્રાહ્મણોને પણ પિડપ્રદાન થયું નથી, તે ત્યાં સુધી તેનું કાંઈ ભેગ્યાદિક થાય જ નહિ. માટે આ તારે વેચ્છા વિહાર છે.” આ પ્રમાણે ઘેલી હોય તેમ ઊંચે સ્વરે બોલતી તે પાડોશણે નજીકના ઘરમાંથી તેની સાસુને બોલાવી જગતને પીડાકારી વાત્યા (મોટે વાયુ) જેમ ધૂમાડાની શ્રેણીને વધારે, તેમ અંબિકા વધૂની બધી વાર્તા વધારીને કહી. સાસુએ અંબિકાને કહ્યું, “અરે વધુ! દયાને આધાર થઈ તે જે મુનિને અન્ન આપ્યું, તે સારું કર્યું નથી. હું છતાં તારી સત્તા કેમ ચાલી શકે? “ નિષ્પા૫ ચિત્તરૂપી ભરેલે સાગર જ સુખને માટે થાય છે. તે વખતે પોતાની સાસુ અને પાડોશણ એ બંને સ્ત્રીઓની વચ્ચે રહેલી અંબિકા મેઘમાળા અને રાહુની છાયા વચ્ચે રહેલી ચંદ્રકળાની જેમ કૃશ થઈને હૃદયમાં કંપવા લાગી. એ સમયે પેલે અસૌમ્ય વૃત્તિવાળો સોમભટ્ટ પણ બ્રાહ્મણોને બોલાવીને ઘેર આવ્યું. તેણે પોતાની માતાની અને પાડોશણની બંનેની વાર્તા સાંભળી કોપ પામીને પિતાની પ્રિયાને ઘણે તિરરકાર કર્યો. તે જોઈ તે અંબિકાના અભિમાની પુત્રએ તેને કેટલાંક વચન કહ્યાં, તેથી તે પોતાના બે પુત્રોને લઈને મનમાં મુનિનું આ પ્રવચન સંભારતી દિનમુખે ઘરમાંથી ચાલી નીકળી. તે મનમાં ચિંતવવા લાગી કે મેં કદિપણ સાસુ સસરાની આજ્ઞા ઉલ્લંઘન કરી નથી, સદા ભક્તિથી પતિનું હિત કરેલું છે, અને સુખરહિત થઈ નિર્વિકારપણે ઘરનું સર્વ કામકાજ કરું છું, વળી આજે પવિત્ર પર્વને દિવસ ધારી મુનિઓમાં મુગટ સમાન એ મુનિને સર્વના શ્રેયને માટે મેં દાન આપ્યું છે, તે છતાં તેઓ ફેગટ મને આવી રીતે હેરાન કરે છે. પુત્રોએ આપેલા પિંડાદિકથી જે મરેલા પ્રાણીઓ પ્રસન્નતાને પામતા હૈોય તે સુકાઈ ગયેલું વૃક્ષ જળના સિંચનથી પુનઃ નવપલથી ૧ દેવતાને જે અપાય તે હ. ૨ પિતૃઓને જે અપાય તે કવ્ય. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542