________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૧૩ મા. ]
ભગવંતની દેશના, ગોમેધનું ચરિત્ર.
૪૬૫
66
આ સમયમાં ભગવંત અરિષ્ટનેમિને કર્મને નાશ કરનારૂં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હતું, તેથી તેમની સભામાં વેગથી જઈને અંબિકા દેવીએ તેમની ધર્મવાણી સાંભળી “ આ જગમાં ધર્મ કારણ વગરને બંધુ, જગદ્વત્સલ, પીડાના નાશ કરનાર અને ક્ષેમંકર છે, તેથી તે ધર્મ અત્યંત ભક્તિવડે સેવવા ચાગ્ય છે. “ તે ધર્મરૂપી વૃક્ષની મુખ્ય ચાર શાખા છે. તેમાં સત્પાત્રને દાન આપવું તે પ્રથમ “ શાખા છે, અખંડ શીળ પાળવું તે બીજી શાખા છે, સમરત પ્રકારના વિન્નભયને “નાશ કરનાર તપ કરવા તે ત્રીજી શાખા છે અને સંસારના નાશ કરનારી શુભ ભાવના “ ભાવવી તે ચેાથી શાખા છે. સિદ્દાચળ અને રૈવતાચળ વિગેરે તીર્થોની સેવા, દે “ વાર્ચન,સદ્ગુરૂનું સેવન અને પાપના સમૂહને હરનાર પંચપરમેષ્ઠીના મંત્રપઢ-એ ધર્મરૂપ વૃક્ષની અગ્રશાખાના પુષ્પાંકુર છે અને તેનું ફળ મુક્તિ છે. માટે “ શુભયેગની સેવારૂપ શ્રેણી ઉપર ચડી, ઉત્કૃષ્ટ શમતાને અંતરમાં રાખી, ઉદાર સત્ત્વ“ થી ચિત્તરૂપ પવનના કંપથી રહિતપણે તે મુક્તિરૂપ ફળને ગ્રહણ કરી લેવું.”
66
આપ્રમાણે અહિંસા ધર્મરૂપ દેહને જીવાડનારી શ્રીનેમિનાથ પ્રભુની વાણી સાંભળીને સર્વ પ્રાણીઓ આપત્તિરૂપી વિષને ઉતારનાર અમૃતના પાન જેવી પવિત્ર તુપ્તિને પામ્યા. તે વખતે વરદત્ત રાજાએ વૈરાગ્યના રંગથી બે હજાર સેવકેાની સાથે વ્રત લીધું અને બીજા દેશ ગણધરામાં મુખ્ય એવી ગણધરની પદવી પ્રાપ્ત કરી. યક્ષિણી નામે રાજાની પુત્રી બીજી સ્રીઓની સાથે પ્રવૃત્તની થઈ. દશાહે, ભેાજ, કૃષ્ણ અને બલભદ્ર પ્રમુખ શ્રાવકે થયા અને તેમની સ્ત્રીએ શ્રાવિકા થઈ. એવી રીતે ચાર ગતિરૂપ અંધકારમાં દીપક સમાન ચાર પ્રકારના ધર્મરૂપ ગ્રહને દૃઢ આધાર અને મુક્તિરૂપી સ્રીના હારરૂપ નેમિ પ્રભુના ચતુર્વિધ સંધ સ્થપાયા. પછી પ્રભુના મુખથી અંબિકાના ચરિત્રરૂપે અમૃતનું પાન કરી અતિ ભક્તિવાળા ઇંદ્ર બીજા દેવતાઓના આગ્રહથી તે અંબિકાને શ્રીનેમિપ્રભુના શાસનનાં વિશ્નોને નાશ કરનારી શાસન દૈવી ઠરાવી.
તે અરસામાં સુગ્રામ નામે ગામમાં ગામેધ વિગેરે યજ્ઞાના કરનાર હાવાથી ગામેધ નામે એક ગૌતમગાત્રી કુળવાન બ્રાહ્મણ રહેતા હતા. તેની લાખેા બ્રાહ્મણેા સેવા કરતા હતા. કાઇ ઉત્પાત યાગે તેની સ્રી અને પુત્રો મરણ પામી ગયાં, અને કાળક્રમે તેના શરીરમાં પણ કુષ્ટરોગ ઉત્પન્ન થયા. જેથી તેના સર્વે અનુચર-વજનાએ તેને તજી દીધા. અતિ પીડાથી દુઃખી એ બ્રાહ્મણના કુષ્ટિ શરીરમાં કઠાર કિડા ઉત્પન્ન થઇને તેને હેરાન કરવા લાગ્યા. અંગારાની શય્યામાં જાણે તેની મૂર્ત્તિ લીન થઈ ગઈ હાય તેમ તે દ્વિજ સર્વ રામે રામે પ્રસરેલાં અને મને
પ
For Private and Personal Use Only