________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४६२ શત્રુંજય માહાસ્ય.
[ખંડ ૨ જો. મારું રૂદન વૃથા છે, અસાતાના ઉદયથી જે કર્મ ભેગવવાનાં હશે તે જોગવવાંજ પડશે, તેથી હવે તો શ્રીજિનેશ્વરના ચરણમાં ભ્રમરીરૂપ થઈને જે સર્વ પડે તે સહન કરું.” આ પ્રમાણે ચિંતવી નિઃશ્વાસના પવનથી પાર્થભાગના વૃક્ષને કેપાવતી અંબિકા જરા નીચે બેઠી. એટલામાં તેણે પોતાની આગળ સ્વચ્છ જળે ભરેલું અને કમળેવાળું એક પવિત્ર સરોવર દીઠું. અને તે સમયે જ પડખેથી ભમરાના ઝંકારસાથે કોકિલાના શબ્દો જેમાં થઈ રહેલા છે એવા બે આમ્રવૃક્ષોએ પાક્યાથી પીળી થઈ ગયેલી ફળની લુંબ તેના હાથ ઉપર નાખી. તરતજ અંબિકાએ સરોવરનું જળ અંજલિમાં લઈ બાળકોને પાયું અને આમ્રફળ ખવરાવ્યાં. મુનિદાનનું તાત્કાલિક આવું ફળ જોઈ તેણે આદરપૂર્વક ધર્મઉપર વિશેષ પ્રીતિ કરી.
અહીં ઘેર અંબિકાની સાસુ કોપથી અંબિકાને અનેક પ્રકારના શ્રાપ આપતી, ચિત્તમાં પ્રથમના અન્નને ઉચ્છિષ્ટ માનીને નવું અન્ન નિષ્પન્ન કરવાને માટે ઘરમાં આવી. ત્યાં તો સ્પર્શમણિથી ઢાંની જેમ તે બંને મહાશય મુનિના સ્પર્શથી તે મુનિ જેના ઉપર બેઠેલા તે આસને સુવર્ણમય થયેલાં અને સર્વ પાત્રો અન્નથી પૂર્ણ ભરેલાં જઈ તે અત્યંત ખુશી થઈ. તે સમયે આકાશમાં વાણી થઈ કે રે ચંડી! અરે ક્રોધી સ્ત્રી! તે મૂઢ થઈને અંબિકાને કેપિતા કરી છે, પણ તેમાં તારે દોષ નથી. કારણ કે તે એક રાંક બ્રાહ્મણની પુત્રી છે, તેથી તેવા દાનને ફળને ગ્ય તારું ઘર નથી. કેમકે તેણે જે અન્નદાન આપ્યું છે, તેના સુખકારી ફળને માત્ર અંશજ મેં તને બતાવ્યું છે, પણ જેને પુણ્યકારી અદ્દભુત વૈભવ છે એવી એ અંબિકાને તે તેના પરિણામમાં સુરેદ્રને પણ પૂજવા યોગ્ય એવું ઉત્તમ સ્થાન પ્રાપ્ત થશે.” આવી આકાશવાણી સાંભળીને જાણે ભય પામી હોય તેમ અંબિકાની સાસુ ઘરની બહાર નીકળી પુત્રને કહેવા લાગી કે, “રે પુત્ર! અહીં ઘરમાં ધનધાન્યની સંપૂર્ણ રચના થઈ ગઈ છે તે છે, અને હવે એ વધૂને અંગીકાર કર. હે વત્સ! તું ત્વરાથી જઈ પ્રાર્થના કરીને મારી પ્રીતિને માટે એ વધૂને પાછી લઈ આવ અને તેનું સન્માન કર. મૂર્તિવિનાના દેવાલયની જેમ હવે તેના વિના મારું ઘર અને હૃદય મને શુન્ય લાગે છે.” આ પ્રમાણે માતાના મુખથી વાણી સાંભળી તેના સ્નેહ અને મેહથી ઉત્સુક થયેલે સેમદેવ ચંદ્રિકાને માર્ગે સમુદ્રના પૂરની જેમ તેને પગલે પગલે વેગથી ચાલ્યું. આગળ જતાં વનમાં તેણે બે કરમાં પુત્રને અવલંબીને ફરતી અદ્ભુત પ્રભાવવાળી અંબિકાને જોઈ. એટલે તેણે અફુટવણે કહ્યું, “બાલે! એક ક્ષણવાર મારી રાહ જે, હું આવું છું.”
For Private and Personal Use Only