________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૧૩ મો.] અંબિકાને ગ્રહત્યાગ, તેને માથે પડેલ સંકટ પરંપરા. ૪૧ કમળ થવું જોઈએ. મિથ્યાત્વમાં મૂઢ એવા આ લેકે મારા શુભપાત્રના દાનને નિદે છે. કારણ કે રાત્રિએ અંધ થતા નેત્રરોગી લેકે સૂર્યના મંડળની નિદા કરે છે. અથવા તે વિષે મારે વિશેષ પ્રલાપ કરે તે વૃથા છે, કારણ કે આ મારા શભ કર્મનો લાભજ મને પ્રાપ્ત થયેલ છે. કેમકે અત્યારથી અવશ્ય મારે ગૃહવાસનું દાસીપણું નાશ પામી ગયું છે. માટે હવે તે આ સંસાર સાગરમાં તે પવિત્ર મુનિનું મારે શરણ હો. હવે હું શ્રીરૈવતાચળ પર જઈ શ્રીજિનેશ્વરને ઈષ્ટદેવ ધારી કુકર્મની હાનિને માટે નિત્ય તપસ્યા કરું. આ અંતરમાં વિચાર કરી એક પુત્રને કટિઉપર અને એકને હાથમાં લઈ શેક છોડી દઈ, પ્રભુના ચરણકમળના સ્નેહથી જેના હૃદયમાં ભક્તિનો દીપક બુઝાતો નથી એવી અંબિકા અચળ નિશ્ચયથી પેલા બંને મુનિનું અને તે ગિરિનું ચિત્તમાં સ્મરણ કરતી ગૃહવાસના બંધને સર્વથા તજી દઈને જાણે નિઃશ્વાસ બળવાળી અબળાથી પ્રેરાયેલી હોય તેમ ત્યાંથી આગળ ચાલી. દુઃખથી આકુલ અને પૃથ્વીપર નેત્ર રાખીને ચાલતી અંબિકા
ડેક દૂર ગઈ, એટલામાં અપષ્ટ વર્ણ બેલતે અને શરીરમાં વિવર્ણ થઈ ગયેલું જે બાળપુત્ર કટિઉપર તેડવ્યો હતો તે રોવા લાગે. અતિ તૃષા લાગવાથી તે શિશુ મુખમાં લાળ અને નેત્રમાં અમું ધરી “પાણું પાછું” કહી પોકારવા લાગ્યું. ત્યાં બીજો પુત્ર જે શુભંકર હતો તે ઊંચા હાથ કરી ગ્લાનિ પામીને બે-બહે માતા! મને ભેજન આપ.” બંને બાલકોના કરૂણ ભરેલા રૂદનથી અંબિકાને પાછો નવીન શેક ઉત્પન્ન થયે. અને જાણે તે બાળકોએ અંદર પેશીને પ્રેરણા કરી હોય તેમ તેનાં લેકચનમાંથી પણ અશ્રુ પડવા માંડયાં. પછી તે ચિતવવા લાગી કે–“ આ વનમાં રહી ઘર, અર્થ, પતિ, સુખ, સંબંધીવર્ગ અને આ દેહની ઉપરની પૃહાને પણ તજી દઈ મુનિના વાક્યના સારથી શોકને પણ ભૂલી જઈ જિનચરણની સેવાને માટે હું તત્પર થઈ છું. પરંતુ આ મારા મુગ્ધ બાળકે સુધા અને તૃષાથી શેક કરે છે, તેઓ સમયને જાણતા નથી, તેથી તે બાળકે તેના પહેલાં આવા ઉત્સુકપણાથી મારા પ્રાણને જ નાશ કરશે. મારા પુત્રને જોઈતી વસ્તુ આપવાને અસમર્થ અને અશુભ કર્મ કરનારી એવી મને ધિક્કાર છે. હે પૃથ્વીમાતા! મારી ઉપર પ્રસન્ન થા, અને મને છિદ્ર આપ, કે જેથી હું તેને આશ્રય કરીને દુઃખ મુક્ત થઉં. હે ભ્રષ્ટા! અગ્નિથી થયેલી હોઉં તેમ તમારી સૃષ્ટિને અગ્ય એવી મને કેમ સરજી? હે દુખો! તમે સર્વે એક કાળેજ આવ્યાં છે, કેમકે આ તમારે પણ સમય આવ્યો છે. અથવા આ અરણ્યમાં
૧ નેહને બીજો અર્થ તેલ થાય છે, તેથી દીપક બુઝાય નહીં તે સંભવિત છે.
For Private and Personal Use Only