________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૬ શત્રુંજય માહા....
[ ખંડ ૨ જો. તાના આત્માને મુક્તિમાર્ગમાં એક અંતરાય ઉત્પન્ન થયેલે માનવા લાગ્યા. શિવાદેવી અને સમુદ્રવિજયે કહ્યું “હે વત્સ ! તમે આ શું કરવા માંડયું? પોતે અંગીકાર કરેલા કાર્યને છોડી દેવાથી અમને મોટું કલંક બેસે છે. હે પુત્ર ! તમે બાલ્યવયથી અમારા સર્વ મનોરથ પૂર્યા છે, તે હવે આ છેવટની શિક્ષાને પરિગ્રહ કરીને અમારે ઉદ્ધાર કરે. અર્થાત્ પરણવાનું કબૂલ કરે.” પ્રભુને ભાવ નહીં જાણતા કણ બે–“હે બંધુ ! આવા પવિત્ર ઉત્સવમાં તમને વૈરાગ્ય થવાનું શું કારણ છે? વાત્સલ્યરૂપ અમૃતની નીક જેવા આ તમારાં માતાપિતા અને તેની પાસે રહેનારા અમે તમારું કલ્યાણ કરવામાં જ પ્રવીણ છીએ. વળી કમળ જેવા લેચનવાળી રાજિમતી પણ તમારી ઉપર અત્યંત રાગિણી છે, તે છતાં આ ખેદ ફોગટ તમને કેમ પડે છે?” પ્રભુ બોલ્યા “હવે મને પિતા કે બંધુઓ પર કાંઈ પણ રતિ ઉત્પન્ન થતી નથી, આ સંસારરૂપ અરણ્યમાં રહેલા વિષયરૂપ શત્રુઓથી હું બીહું છું. એ વિષયે અનાદિ કાળથી આ સંસારમાં ભગવ્યા છતાં વારંવાર નવા નવા લાગે છે, અને તેમાં અતૃપ્ત રહેનારા મૂઢમતિ પ્રાણું ભવમાં ભમ્યા કરે છે. જો તમે મારા પર વાત્સલ્ય ધારણ કરીને ખરેખરૂં મારું હિત ઈચ્છતા હે તો સંસારથી કાયર એવા મને દીક્ષા લેવાની સંમતિ આપો.” પ્રભુની આવી સહેતુક વાણી સાંભળી યાદવમુખે કાંઈ પણ બોલી શક્યા નહીં. નીચી ગ્રીવા કરીને ઊભા રહ્યા. તે સમયે સારસ્વત વિગેરે નવ જાતિના લોકાંતિક દેવતાઓ આવી પ્રભુને નમીને કહેવા લાગ્યા કે, “હે દયાળુ સ્વામી! તીર્થ પ્રવત્ત.” તત્કાળ રથને છોડી દઈને પ્રભુ ઈદ્રની આજ્ઞાથી દેવતાઓએ લાવેલા દયવડે સંવત્સરી દાન આપવા ઘર તરફ ચાલ્યા.
આ ખબર સાંભળી રાજિમતી જાણે વિદ્યુત પ્રહાર થયે હેય તેમ અચેતન થઈને પૃથ્વી પર આળોટવા લાગી. સેંકડે સખીઓએ કરેલા ઉપચારથી મૂછરહિત થઈ, એટલે કેશ છૂટા મૂકીને તે આ પ્રમાણે અત્યંત વિલાપ કરવા લાગી.
હે નાથ ! મારા પૂર્વોપાર્જિત ભાગ્યની મંદતાથી મેં તમને પ્રથમ દુર્લભ જ જાણ્યા હતા; પણ પછી વાક્યથી મારે સ્વીકાર કર્યા છતાં છેવટે તમે આ સારું કર્યું નહીં. સત્યુરૂષે જે કાર્ય બની શકે નહીં, તેવું કાર્ય કરવાને અંગીકારજ કરતા નથી, અને શુભ કે અશુભ જે અંગીકાર કર્યું તે પછી અવશ્ય પાળેજ છે. હે સ્વામી! જેવો રાગ મારી ઉપર કર્યો હતો, તે મુક્તિ ઉપર કરશો નહીં, કેમકે મારે ત્યાગ કરીને તે મુક્તિને પામશે, પણ મુક્તિને ત્યાગ કરીને તો કોઈપણ પામશે નહીં.” આ વિલાપ કરતાં જ રાજિમતીનું ભાગ્યકર્મ તુટી ગયું, અને સખીઓએ સાંત્વન કરીને તેનાં દુઃખને કાંઈક નિવૃત્ત કર્યું.
For Private and Personal Use Only