________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૧ર મો. ] કૃષ્ણ અને જરાસંધની વચ્ચે દારૂણ યુદ્ધ, જરાસંધનું મૃત્યુ. ૪૪૩ મારી આજ્ઞા માન; જે તે જીવતો રહીશ તો ગાયને ચારવાનું તારું કામ તું પ્રાપ્ત કરીશ, નહિ તો આ ચક્ર તારા ભરતકને ભેદી નાખશે.”—આ પ્રમાણે કહેતા જરાસંધને કૃષ્ણ કહ્યું “રે મૂઢ જરાસંધ! તું સત્ય કહે છે, તેને મારીને ગેપાલન એટલે પૃથ્વીને પાલન કરવાનું મારું કર્મ હું કરીશ; માટે હવે ચક્ર છેડી દે, શામાટે વિલંબ કરે છે? ” જરાસંધે તત્કાળ રોષથી આકાશમાં ફેરવીને કલ્પાંત કાળના અઝિની જેવું ભયંકર ચક્ર મૂકયું. તેચક્ર કૃષ્ણને પ્રદક્ષિણા કરીને કૃષ્ણના હાથમાં આવ્યું એટલે “પોતે અદ્ધચક્રી છે એવું જાણુને કૃષ્ણ તે ચક્ર શત્રુઉપર પાછું છોડ્યું. તે ચકે જેનું કંઠનાળ છેવું છે એવો મગધરાજ જરાસંધ તત્કાળ પૃથ્વી ઉપર પડી ગયે, અને મૃત્યુ પામીને ઘણાં કર્મના ભારથી આકુળ વ્યાકુળ થઈ ચોથા નરકનો મિત્ર થ. “નવીને પરાક્રમને ધારણ કરનારા, ઘનશ્યામ વર્ણવાળા અને ઉજજવળ કીર્તિવાળા આ કૃષ્ણ નવમા વાસુદેવ છે ” એમ બોલતા દેવતાઓએ કણનાં મસ્તક ઉપર પુષ્પથી વૃષ્ટિ કરી. પછી સહદેવ વિગેરે જરાસંધના પુત્રોએ આવી કૃષ્ણને પ્રણામ કર્યો. કૃણે તેમની સંભાવના કરી અને હર્ષથી રાજગૃહપુરીને રાજે સ્થાપન કર્યા. પછી યાદવોએ પ્રેરેલા અને અમાપ ભક્તિવાળા કૃષ્ણ ત્યાં પદ્માવતીએ આપેલી શ્રી પાર્શ્વનાથની પ્રતિમા અને તેની સામે પિતાની પ્રતિમા સ્થાપિત કરી અને તેના શાસનમાં તે નગરને નીમી દીધું. યાદના પતિઓએ શ્રીશંખેશ્વર પાર્શ્વનાથની પ્રતિમાને વારંવાર પૂછને પ્રીતિથી તેમની બહુ ભક્તિને હૃદયમાં રાખવાને અસમર્થ થયા હોય તેમ પવિત્ર એવા સ્તોત્રવડે જેમના અનેક મહા પ્રભાવે દીઠેલા છે એવા તે સૌભાગ્યવાનું પ્રભુની રતુતિ કરી. પછી યાદવોએ વાPરૂપ અમૃતથી વધાવેલા અને હર્ષભર લેચનના કિરણરૂપ પુષ્પોથી પૂજેલા એવા ઉત્તમ પરાક્રમની ખાણરૂપ શ્રીનેમિનાથ પ્રભુની પૂજા કરીને માતલિ સારથી તેમની આજ્ઞા મેળવી પ્રણામ કરી સ્વરથાને ગયે, અને પ્રભુના વીરત્વનું કીર્તન કરવાથી સ્વર્ગપતિ ઇંદ્રને પ્રીતિનું પાત્ર થે.
કૃષ્ણ હર્ષથી ઇંદ્રપ્રસ્થ પાંડવોને, અધ્યા રૂદ્મનાભને, શૌર્યપુર મહાનેમિને અને બીજાઓને યોગ્ય ગામે સોંપી દીધાં. પછી ઊંચા પદાગમાં આરૂઢ થયેલા યાદોથી વીંટાઈ, માર્ગમાં ચાલતા રાજાઓના વિજયદંડથી હર્ષ પામતા કૃણસૈન્ય તથા બલભદ્રની સાથે ભરતાદ્ધને વિજ્ય કરવા માટે ચક્રની પછવાડે ચાલ્યા. છ માસમાં બધી પૃથ્વીને વિજ્ય કરી, ભક્તિથી નમ્ર એવા સોળ હજાર રાજાઓએ જેના ચરણને પૂજેલા છે અને ભુજાના પ્રૌઢ પ્રતાપથી શત્રુઓના સમૂહને જેણે દળી નાખ્યા છે એવા કૃષ્ણ એકછત્ર રાજ્ય મેળવીને પિતાની ઉત્સવમય નગરી
For Private and Personal Use Only