________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮પ૧
સર્ગ ૧૩ . ] ઇદ્રના કથનથી કૃષ્ણને ઉદ્ભવેલું નિશ્ચિતપણું, તુછ બળવાળા તમારા સહાયથી સર્વત્ર વિજ્ય મેળવતો એ હું આ વિશ્વને તૃણસમાન ગણું છું, અને પર્વતમાં મેરૂની જેમ સવકુળમાં આપણા કુળને ઉંચું ગણું છું.” એવી રીતે પ્રસન્ન અને ગંભીર વાણવડે કહીને કૃષ્ણ નેમિનાથને વિસર્જન કર્યા. પ્રભુના ગયા પછી શંકિત ચિત્તવૃત્તિવાળા કૃષ્ણ પ્રસન્નતા અને વિરમયતાપૂર્વક બલભદ્રને કહ્યું “આ બધુ નેમિનાથ બળને એક સિંધુ રૂપ છે, તે તે સમુદ્રપર્યત પૃથ્વીમંડલને કેમ સાધતા નહિ હોય ? શરદૂઝતુનાં વાદળાંની જેમ પિતાના આત્મબળને વૃથા કેમ કરતા હશે ?' કૃષ્ણને શકિત આશય જાણી બળરામે શાંત મને કહ્યું. “આ બંધુ સ્વયમેવ સર્વ સંગને ત્યાગ કરનાર અને કામદેવનું મદંન કરનાર હોવાથી સંસારની અભિલાષાવાળા નથી. જે મુમુક્ષુ રાગાદિક રેગને નાશ કરવાને માટે વ્રત ગ્રહણ કરવા ગ્ય સમયની રાહ જુએ છે, તે સંસારની વૃદ્ધિ કરનાર આ રાજયને મદને માટે કેમ છે ? જેણે જ્ઞાન અને વૈરાગ્યના વેગને જાણેલ નથી, તેવા પુરૂષને જ સંસારની અભિલાષા સુખને હેતુ થાય છે. મરૂદે. શમાં આમ્રવૃક્ષને નહીં પ્રાપ્ત કરનાર માણસજ કેરડાના વૃક્ષની અભિલાષા કરે છે.” આ પ્રમાણે બલભદ્રે કહ્યું, તે પણ કૃષ્ણ વાસુદેવ નિત્ય નેમિનાથથી શંકા પામતા હતા. “પાતાલના મૂળમાં અગ્નિ ગુપ્ત રહેલ હોય તો પણ તે શંકા કરવાને ગ્ય છે.'
એકદા વિશ્વમાં હર્ષને વિરતાર પમાડનાર પ્રભુને વિલાસ જાણી ઈંદ્ર ત્વરાથી ત્યાં આવ્યું, અને પ્રભુને નમસ્કાર કરી તેમના પરાક્રમથી ચિત્તમાં ખેદ પામેલા કૃષ્ણને ઇંદ્ર કહ્યું “ ત્રિષષ્ટિશલાકા પુરૂમાં વીશ વીતરાગ તીર્થકરે ૫રાક્રમમાં સર્વથી શ્રેષ્ઠ અને બધા વિશ્વને વિન્યાસ કરવામાં સમર્થ હોય છે, તથાપિ તેઓ સંસારથી પરાભુખ રહે છે. અમારા જેવા ઇંદ્રો પણ જેમની આગળ કિંકર જેવા જણાય છે, તેવા આ વિશ્વપતિ પ્રભુ તુચ્છ અને ક્ષણભંગુર એવા આ રાજયની શા માટે ઇચ્છા કરે ? અમે આદિનાથ પ્રભુએ કહેલું સાંભળ્યું છે કે બાવીશમા તીર્થંકર યાદવગોત્રમાં રસરૂપ થશે, તેઓ જન્મથી જ વિકારમુક્ત રહી શાંત મને કુમારપણામાંજ સિદ્ધિને પામશે. હે કૃષ્ણ! તમે પૂર્વે તેવા તેવા કામમાં આ નેમિનાથનું લેકોત્તર પરાક્રમ જોયેલું છે, તે છતાં હમણાં હૃદયમાં વિકલ્પજાળ કેમ વિસ્તાર છે ? આ પ્રભુ નેમિનાથ આ રિથતિમાં કેટલોક કાળ નિર્ગમન કરીને પછી બેંકના ઉદ્ધારને માટે ચારિત્ર લઈ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને એ પવિત્ર મૂર્તિ પુનઃ સંસારમાં ન આવવું પડે તેવી મુક્તિને મેળવશે.” આવાં ઇંદ્રનાં વચન સાંભળી જેને સંશય દૂર થઈ ગયે છે એવા કૃષ્ણ પિતાને અપરાધ ખમાવી ને
For Private and Personal Use Only