________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૨
શત્રુંજય માહાત્મ્ય.
[ ખંડ ૨ જો.
મિનાથને આલિંગન કર્યું. પછી ઇંદ્રને વિદાય કરી નેમિનાથને લઇને કૃષ્ણ પાતાના અંતઃપુરમાં ગયા. યાં દ્વારપાળેળાને આજ્ઞા કરી કે આ મારા બંધુ નેમિનાથને અંતઃપુરમાં પ્રવેશ કરતાં કાઇ દિવસ રોકશે નહીં, તે સત્યભામા વિગેરે પાતાની ભેાજાઇએની સાથે ભલે ક્રીડા કરે. એવી રીતે કહીને નેમિનાથને વિદ્યાય કર્યાં. પછી કૃષ્ણ વનમાં જઈ જઈને પેાતાની સ્ત્રીઓની સાથે ખેલવા લાગ્યા અને નેમિનાથ પણ નિર્વિકારીપણે તેમની સાથે રમવા લાગ્યા.
એક વખતે ગ્રીષ્મઋતુમાં સૂર્ય અત્યંત તપતા હતા, તે સમયે જળક્રીડાની ઇચ્છાએ કૃષ્ણ નેમિનાથને સાથે લઇને અનેક યુવતીઓની સાથે ગિરનાર ઉપર ગયા. ત્યાં એક સરૈાવરમાં કૃષ્ણની પ્રેરણાથી તેની અધિષ્ઠાયક દેવીઓની જેમ કૃષ્ણની સ્રી પેઠી. હર્ષથી જળનું આસ્ફાલન કરવાવડે થયેલા કંકણ્ધ્વનિ કામદેવ ભૂપાળના વાજિંત્રનાદનું પાષણ કરવા લાગ્યા. કાઈ રમણી પર્વતની ઉપરની ભૂમિને રાગસહિત કરતી હાય તેમ કુંકુમના પિંડ કૃષ્ણનાં વક્ષસ્થલ ઉપર ફેંકવા લાગી. કોઈ સ્ત્રી જળયંત્રમાંથી ઉછળતા જળની ધારાવડે કૃષ્ણનું સિંચન કરતી સતી મેધમાલાવાળા પર્વતની જેમ કૃષ્ણને ઝરણાવાળા કરવા લાગી. આવી રીતે ક્રીડારસ અત્યંત વિસ્તાર પામતાં કૃષ્ણની સ્ત્રીએ ક્રીડા અને ઉપહાસ્યને માટે નેમિનાથને પ્રેરણા કરવા લાગી. વેગથી પાછી પૂરી ફીને તે મૃગાક્ષીએ જળશૃંગ હાથમાં લઈ જળથી અને કટાક્ષથી નેમિનાથને આચ્છાટન કરવા લાગી. ઉછળતા જળની સ્પર્ધાથી જળવડે ભિજાયેલા સ્તનરૂપ કુંભના અગ્રભાગથી પણ જળને જીરાવતી તે સ્ત્રીઓએ નેમિનાથના ઉરરથલઉપર પાણી ફેંકવા માંડયું. નેમિનાથ નિવિંકારપણે માત્ર તે સ્રીએ જેપ્રમાણે કરે તેપ્રમાણે તેની સામું કરતાં અને વારંવાર હસ્તના અગ્રભાગથી જળઉપર તાડન કરતાં તેમની સાથે રમવા લાગ્યા. નેમિનાથને એપ્રમાણે ખેલતા જોઈ માધવ બહુજ ખુશી થયા. તેવી રીતે ચિરકાળ ક્રીડા કરીને પ્રિયાએથી પરવરેલા કૃષ્ણે હંસીએથી પરવરેલા હંસની જેમ સરાવરને કાંઠે આવીને બેઠા. નેમિનાથ પણ જળમાંથી નીકળીને તેમની પાસે સત્યભામાએ આપેલા આસનપર બેઠા. તે સમયે મિણીએ હાસ્યપૂર્વક કહ્યું ‘ હૈ દીયરજી ! ભાર્યાવગર વાંઢાની જેમ એકલા રહીને અપરિગ્રહીની જેમ બધા જન્મ નૃથા કેમ ગુમાવેા છે ? તમારા બંધુ કૃષ્ણ સાળ હજાર સ્રીઓનાભાા છે, તેના તમે પ્રિય બંધુ છતાં એક સ્ત્રીને પણ પરણતા નથી, તે તમને લજ્જા કેમ આવતી નથી ?' પછી જાંબવતી બેલી ‘ મને તે આપણા દીયર નપુંસક હોય એમ જણાય છે અથવા ધરના ખર્ચથી ઉદ્વેગ પામતા જણાય છે, તેથી સ્ત્રીને સ્વીકારતા નથી.
For Private and Personal Use Only