________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૦
શત્રુંજય માહાભ્ય.
[ ખંડ ૨ જે. તના આધિપત્યની રપૃહા નથી, આ સંસાર સાગરમાં પડવું નથી, કેવળ વ્રત ગ્રહણ કરવાની જ ઈચ્છા છે, તથાપિ કૃષ્ણ તે માનતા નથી. ભુજા, છાતી, કરતલ અને ચરણથી જે હું તેને મારીશ, તે તેનું શું થશે ? “કદલી વૃક્ષ પક્ષીઓના પગને સહન કરે છે, પણ ઐરાવત હાથીને ઘર્ષણને સહન કરી શકતું નથી. તો પણ જે રીતે મારાથી એને કાંઈ અનર્થ પ્રાપ્ત ન થાય, તે ઉન્મત્ત હોવાથી મારું બળ જાણી લે, અને તેના માનની પણ સિદ્ધિ થાય, તેવી રીતે વિચારીને મારે આ કાર્ય કરવાનું છે” આ પ્રમાણે મનમાં વિચારી અમંદ બુદ્ધિવાળા પ્રભુ ગંભીર વાણીથી સમુદ્રના વિનિને તિરસ્કાર કરતા અને દિશાઓને પણ વાચાળ કરતા બેલ્યા “હે બંધુ ! ચરણના પ્રકારથી અને પૃથ્વી પર પડવાથી રજાસમૂહને ઉડાડવાવડે થતું પામર જનને હર્ષ આપનારું જે બાહુયુદ્ધ તે સર્વ પ્રકારના યુદ્ધમાં ચતુર એવા ઉ. ત્તમ વીર પુરૂષને યુક્ત નથી, વળી શત્રુઓ ઉપર જવા યોગ્ય એવા દિવ્ય અને લેહમયે શસ્ત્રોથી પણ આપણે યુદ્ધ કરવું સારું નથી, કારણ કે પરસ્પર પિતાના જ અંગની જેમ આપણે બંને બંધુઓને એવો ભેદભાવ નથી અને તે યુદ્ધ તો વિશેષ ખેદને ઉદય કરનાર છે, માટે આપણે પરસ્પર ભુજાને નમાડીનેજ પરાજ્યની કલ્પના કરીએ, જેથી ક્રીડામાત્રમાં આપણને માનની સિદ્ધિ થશે અને લજજાકારી દેહપીડા નહીં થાય.” તે વાત કબૂલ કરીને પર્વતની જેવા બળવાળા કૃષ્ણ એક દાંતે રહેલા હાથીની જેમ અને એકજ ઊંચી શાખાવાળા પવન વગરના વૃક્ષની જેમ ઊંચે હાથ કરીને ઊભા રહ્યા. એટલે બળના ગર્વથી ધનુષ્યની જેમ ઊંચા રાખેલા અને જેમાં બાણની રેખા છે એવા તે કૃષ્ણના બાહુનાલને નેમિનાથે પિતાની વામ ભુજાવડે કમળનાલની જેમ નમાવી દીધું. પછી પ્રભુએ જરા હાસ્ય કરી પિતાની વામ ભુજા એક ઊંચા શિખરવાળા પર્વતની જેમ અને જેમાં એક તાલવૃક્ષ ઊંચું હોય એવા વૃક્ષજાલની જેમ ઊંચી કરી. કૃષ્ણ સર્વ બળથી નેમિનાથના તે મજબૂત હાથને નમાવવા માંડ્યો પરંતુ તે કિંચિત પણ નમે નહીં. “અતિ બળવાન પવન, વૃક્ષોને ક્ષોભ પમાડે છે, પણ મેરૂને ક્ષેભ પમાડી શકતો નથી.” પછી વડનું વૃક્ષ જેમ વડવાઈથી શાખાને વીંટાઈ વળે અને સર્પ જેમ પિતાના દેહથી ચંદનવૃક્ષને વીંટાઈ વળે તેમ કૃષ્ણ નેમિનાથની તે ભુજાને બે હાથવડે વીંટાઈ વન્યા, તથાપિ નેમિનાથની તે મહાભુજા નમી નહીં; એટલે કૃષ્ણ તેની સાથે ચરણ કિચીને વડવાંદરીની જેમ અને સુઘરીના માળાની જેમ વાનરપેઠે લટકી રહ્યા. પછી હાસ્યથી પિતાનું વિલખાપણું ઢાંકી દેતા કૃષ્ણ સર્પની ફણ જેવી નેમિનાથની ભુજાને છોડી દીધી અને પ્રેમથી તેમને આલિંગન કરીને બોલ્યા, “હે વત્સ ! અને
For Private and Personal Use Only