________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૮
શત્રુંજય માહાત્મ્ય.
[ ખંડર જો.
તેમ ફૂંકવા માંડ્યો. તેથી હે નાથ ! શત્રુની સામે યોગ્ય એવા સૈન્યના સંગથી જેમાં ક્રાપ પ્રગટ જણાય છે એવા પુરૂષાર્થને છેડી દ્યો, તમારી સેનાના ભારથી પીડિત શેષનાગ પણ ભય પામે છે.”
આવું પોતાના બંધુનું પરાક્રમ સાંભળી કૃષ્ણ અંતરમાં ચમત્કાર પામી ગયા, અને સ્તબ્ધ થઇને યુદ્ધના આયાસથી વિરામ પામ્યા; તેમજ ત્યાંથી જરાપણ ચલિત થયા નહીં. અહીં ભગવાન નેમિનાથે પણ પેાતાનું કિંચિત્ વીર્ય બતાવીને શંખને છેડી ઢીધા. એટલે જગત્ પણ પાછું પેાતાની પ્રકૃતિને પ્રાપ્ત થયું; કેમકે કારણવગર કાર્ય થતું નથી. પછી ત્યાંથી પાછા ફરતા ભગવંત નેમિનાથ બ્રષ્ટથ ચેલી દુકાનાની શ્રેણી, મણિમય દીવાલે અને ત્રાસ પામેલા ગજેંદ્રોનાં ટાળાંને જોતાં જોતાં વેગથી કૃષ્ણની સભા તરફ આવ્યા. જે સભા કાઇ ઠેકાણે ભાલા, છરી, વા, ખડ્ગ, ભઠ્ઠીના ફલા અને ધનુષ્યને ધરનારા તથા ામાંચસહિત ખખ્તરાથી પ્રફુલ્લિત અંગવાળા સુભટાથી વીરરસે કરીને ઉજ્જવળ જણાતી હતી; કાઈ ઠેકાણે સિંદૂર પૂરવડે અરૂણ એવી સુંઢાવાળા, લેાઢાની ભાગળાથી કબજે રાખેલા, શરીરપર ખખ્ખર ધરાવેલા, ખીલાસાથે મજબૂત બાંધેલા અને ગર્જના કરતા હેાવાથી મેધથી વીંટાએલા પર્વતાના સમૂહ જેવા દેખાતા ગજેંદ્રોથી વ્યાપ્ત હતી; કાઈ ઠેકાણે ફીણથી વીંટાએલા ઊર્મિ સમૂહ જેવા, વારંવાર હૈારવ કરતા અને સુખે બેસી શકાય તેવા બખ્તરધારી અધગણા પેાતાની ખરીઓના અગ્રભાગથી ભૂમિભાગને ખેાઢી નાખતા હતા; કોઈ ઠેકાણે જોડેલા અશ્વોએ કંઠાગ્રભાગે ધારણ કરેલા, જેની અંદર અનેક પ્રકારના શસ્ત્રા ભરેલા છે એવા અને ઉગ્ર સુભટ પતિએ તેની ઉપર ચડવાને માટે જેનાં અંગ પકડેલા છે એવા રથાએ તેના માર્ગ રૂંધી નાખ્યા હતા; અને ઘાટા વાહનેાના સમૂહથી, સુભટાના હુંકાર શબ્દથી અને શસ્રના નાદથી વીર, અદ્ભુત, રૌદ્ર અને ભયાનક રસનું જાણે એક ઘર હોય એવી જે જણાતી હતી તેવી ક્રૃષ્ણ વાસુદેવની સભામાં અનુક્રમે અરિષ્ટનેમિ આવ્યા. સભામાં આવતાંજ ભગવંતે યાં આગળ કૃષ્ણને જોયા કે જે એક ચરણથી પૃથ્વીને દબાવી અને બીજા ચરણથી આસનને દબાવીને બેઠા હતા, ક્રોધથી રાતા થયેલા મુખવડે ઉદય પામતા સૂબિંબને અનુસરતા હતા, ઉષ્ણતા સાથે નીકળતા વચનથી જેમના અંતરનેા રેાષાશિ જણાઈ આવતા હતા, હાઠ કંપતા હતા, લલાટપટ્ટ ઉપરની ત્રિવલીમાં વેઢજળનાં બિંદુઆને સમૂહ આવી રહ્યો હતા, એક હાથથી ગદાનેા ટકા લઈ વીર સુભટાને યુદ્ધસંબંધી કાર્યમાં બહુ પ્રકારે યાજતા હતા, અને પૂર્વે અનેક વખતે ઉત્પન્ન થયેલા રણવિજયના ગર્વથી ઉદ્ધૃત થઈ ગયેલા જણાતા હતા.
For Private and Personal Use Only