________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૧૩ મો.] નેમિનાથે શંખ ફેંકવાથી કૃષ્ણની તૈયારીઓ.
૪૭ સની સમક્ષ અરખલિત વચને બલભદ્રને કહ્યું “પૂર્વે આપણે જીતેલા શત્રુઓના સમૂહથી આ કેઈ ન ઉત્પન્ન થયેલ છે? વા શું જિનેશ્વર ભગવંતે નહિ જણાવેલ એ કઈ નવીન ચક્રવર્તી કે ઇંદ્ર પૃથ્વીમાં વૃદ્ધિ પામી પ્રગટ થયેલ છે? આ ત્રણ લોકમાં કોઈ બીજે તે પુરૂષ નથી કે જે બળથી મને અને તમને (બલભદ્રને) ક્ષેભ કરી શકે, તે છતાં સર્વ જનને અત્યંત ક્ષેભ કરનાર આ શંખ કેણે વગાડ્યો હશે? રે રણમાં કઠોર અંગવાળા વીર ! તૈયાર થાઓ, ગજેન્દ્રોને અને અશ્વગણને તૈયાર કરે, રફુરણાયમાન સૂર્યનાં કિરણોની ઉપમાને હરી લેતા અગ્નસમૂહને ઉતેજિત કરે. ઉત્તમ ભુજાના ઉગ્રવીર્યથી સર્વ શત્રુઓની સેનાને પરાભવ કરનાર, પિતાના બાહુપર મેરૂગિરિને ધારણ કરનાર અને હેલામાત્રમાં બળથી વારિધિની વેલાનું પણ ઉલ્લંઘન કરનાર, એવા હે વીર લેક ! અહીં આવો” આ પ્રમાણે કહી હેઠને રફુરણાયમાન કરતા, કરાઘાતથી પૃથ્વીને કંપાવતા અને યુદ્ધના સ્મરણથી ભયંકર અંગને ધારણ કરતા કૃષ્ણ તત્કાળ સિંહાસન ઉપરથી ઊભા થયા. એટલે બીજા લેકે પણ કપના આટાપથી હાથમાં રાખીને ઉછાળતા શસ્ત્રજાલવડે આકાશને દંતુર કરતા અને સભાને ભેંભ કરતા બેઠા થયા જેથી તેઓ કૃષ્ણના અંશની જેવા દેખાવા લાગ્યા. તે વખતે શબ્દથી ભૂમિ અને આકાશને ફેડી નાખતા અને પ્રતિધ્વનિથી દિશાઓને ગજાવતા રણનાં વાજિંત્રો વાગવા માંડયાં. ગજેંદ્રરૂપી પર્વતવાળ, દુંદુભિવડે ઘેર ગર્જના કર, તુરંગરૂપ તરંગવાળો, બખ્તરરૂપ ઊર્મિએ ઉછળ અને શસ્રરૂપ જળથી પૂર્ણ એ નરસાગર પૃથ્વીતલ ઉપર ઉશ્કેલ થયેલ હોય એમ જણાવા લાગ્યું. નિઃસ્વાનના શબ્દોથી, ભુજાઓના અભિઘાતથી, ધેડાઓના ઉચ્ચ હેપારવથી, હાથીઓની ગર્જનાથી, શંખના ઘોષથી અને સુભટના સિંહનાદથી શૈલેષેપણ ચલાચલ થઈ ગયું. એવી રીતે ચતુરંગ સેનાને તૈયાર કરીને કૃષ્ણ ત્યાંથી આગળ ચાલવાને ઇચ્છતા હતા, તેવામાં અગ્નગ્રહને અધિકારીએ આવી વિનયનમ્રપણે નમરકાર કરીને વિજ્ઞપ્તિ કરી “હે દેવ ! શાર્થધનુષ્યને શીંગડાનું ધારી તિરરકારથી લીધું નહીં, ખર્શ કરગ્રહણને સહન કરે તેવું નથી એમ ધારી સ્વીકાર્યું નહીં, ગદા વાંકી અને જીર્ણ થયેલી છે તેમજ સ્ત્રી જાતિ છે એમ ધારી ઉપાડી નહીં, અને ચક્ર મારા હાથમાં રહેવાથી ઘણે આક્રંદ કરશે એમ ધારી લેવા ઇચ્છયું નહીં, એવી રીતે અવજ્ઞાપૂર્વક સામાન્ય જનને ભયંકર એવાં શસ્ત્રો છેડી દઈ, “આ શુલપણામાં વિખ્યાત છે, માટે કાંઈક મને વિનદ આપવાને સમર્થ છે એવું ધારી અને નીતિવચનથી વાય તો પણ તમારા બંધુ અરિષ્ટનેમિએ કૌતુકથી તમારે શંખ હાથમાં લઈ જાણે તમારા બળને અંદર સંક્રમિત કરતા હોય
For Private and Personal Use Only