________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શત્રુંજય માહાત્મ્ય.
[ ખંડ ૨ જે. શું ગમનાગમનથી ત્રાસ પામીને સૂર્ય અહીં આવેલ હશે અથવા તો સમુદ્ર સાથે વિરોધ કરી વડવાનલ અહીં નાસી આવ્યો હશે એમ તર્ક કરવા લાગ્યા. વળી સ્વર્ગદંડના મુખભાગની જેમ જેની કાંતિ આકાશમાં વ્યાપી રહી છે, શેષનાગની કણાના મણિ જેવી જે પ્રકાશિત છે અને કામદેવની કટિમેખલા જેવી જે શોભે છે એવી કૃષ્ણની ગદા જોઈને વિચારમાંજ પડી ગયા, અને શકે પિતાના જીવિતવ્યની જેમ આપેલું વિષ્ણુનું ધનુષ્ય જોઈને “ઈંદ્ર વિષ્ણુને અનુજ પણું આપ્યું (અર્થાત ઈકે વિષ્ણુને પિતાના અનુજ બંધ કર્યા ) તેથી વિષ્ણુનાં ધનુષ્ય ઇંદ્રનાં ધનુષ્યને અનુજપણું આપ્યું જણાય છે, એમ દેવતાઓ રફુટ રીતે કહેવા લાગ્યા. તે સિવાય કૃષ્ણના બીજા શસ્ત્રોના સમૂહને જોઈને પણ તેઓએ તર્ક કર્યો કે આ શસ્ત્રો નથી પણ શત્રુઓના વિનાશરૂપ ભેગ મળવાથી અસંખ્ય પણાને પ્રાપ્ત થયેલે કૃષ્ણને પ્રતાપ છે.
દેવતાઓ આ પ્રમાણે વિચારે છે તેવામાં વિશ્વને ઉદ્ધાર કરવામાં પ્રવીણ એવા પ્રભુએ કૌતુથી કૃષ્ણના શંખને લેવાની ઈચ્છા કરી, એટલે શસ્ત્રાગારના અધિકારી સેવકોએ ભક્તિથી પ્રણામ કરીને કહ્યું “હે સ્વામી ! જે કે તમે પિતાના બળથી શત્રુઓનો વિનાશ કરનાર અને કૃષ્ણ વાસુદેવના વીર્યાસિંધુ બંધુ છો, તથાપિ આ શંખને લેવાનો પ્રયાસ કરશે નહિ; કારણ કે તેને ગ્રહણ કરવાને પણ તમે સમર્થ થશે નહીં.” આવી સેવકોની વાણી સાંભળી દેવતાઓના સમૂહને પણ આશ્ચર્ય ઉત્પન્ન કરનાર પ્રભુએ હસતા હસતા શંખ ઉપાડી પિતાના દાંતનાં કિર
ની સાથે સ્પર્ધા કરતી કાંતિવાળે કરી મધુર લીલાથી ફુકવા માંડયો. તે પંચજન્ય શંખમાંથી ઉત્પન્ન થયેલા નાદે બધા નગરમાં પ્રસરી સમુદ્રના પૂરને સામે પાર જઈ બધી પૃથ્વીને કંપાવી દીધી. સમુદ્ર મેટા તરંગના ઘાતથી મારીને બહાર કાઢી નાખેલા મત્સ્યગણે નગરમાં રહેલા મહેલોનાં શિખર પર આવી પડતાં તેની અંદર રહેલા કામદેવના ચિન્હને ધારણ કરવા લાગ્યા. પોતાની માતા પ્રથ્વીને વિયેગ પામીને જે ધાતુઓ દૂર ગયા હતા, તેઓ આ શંખધ્વનિથી પડી જતા મોટા મહેલના મિષથી પાછા પૃથ્વીના સંગને પામવા લાગ્યા. વળી તે નાદ પ્રસરતાં, હાથીઓ ઊભા રહેવામાં કાયર થયા, અશ્વો વેગથી કંપાયમાન થયા અને રથ ચાલવામાં વૃથા થઈ ગયા. કર્ણમાં તે ધ્વનિરૂપ ખીલાના ઘાતથી લેકે અચેતન થઈ પૃથ્વી પર આળોટવા લાગ્યા, અને બલભદ્ર કૃષ્ણ, તથા દશાહ વિગેરે દુઃખથી દુભાણા હોય તેમ ક્ષેભ પામી ગયા. ક્ષણવાર અંતરમાં ચમત્કાર પામી નેત્ર ઉઘાડી અને મસ્તક ધુણાવી કૃષ્ણ તે ધ્વનિથી ધુણત થયેલા
For Private and Personal Use Only