________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૮ શત્રુંજય માહાત્મ્ય.
[ ખંડ ૨ - ગોવાળીઆનાં સૈન્યને રણમાં મારીને હમણાજ મારી પુત્રીની પ્રતિજ્ઞાને હું પૂર્ણ કરીશ.” આ પ્રમાણે કહીને જરાસંધે પિતાના મંત્રીઓની પાસે ચક્રવ્યુહ રચાવ્યું, અને પ્રાતઃકાલે શનિ પલી ગામની પાસે યુદ્ધ કરવા માટે આવવા યાદવોને નિમંત્રણ કર્યું. પછી જરાસંધે સર્વની સંમતિથી પિતે પટબંધ કરીને હિરણ્યનાભને પિતાનાં સૈન્યમાં સેનાપતિ કર્યો. પ્રાતઃકાળે યાદવો પણ ગરૂડયૂહ રચી શુભ શુકનથી ઉત્સાહ ધરતા રણાંગણમાં આવ્યા. સમુદ્રવિજયે પિતાનાં સૈન્યમાં બેળવાનું પુરૂ ષોમાં મુખ્ય એવા અનાદૃષ્ટિને મોટા ઉત્સવ સાથે સેનાપતિપણાને અભિષેક કર્યો. એ અવસરે માતલિ સારથિ ઇંદ્રની આજ્ઞાવડે કાંતિથી આકાશને પ્રકાશિત કરતો એક રથ લઈને ત્યાં આવ્યું. શ્રી નેમિપ્રભુ તેમાં વિરાજમાન થયા. પરસ્પર અસ્ત્રોના સંઘદથી ફુરણાયમાન થતા અશ્ચિકણવડે પ્રજવલિત એવા તે બંને યૂહ જાણે પ્રલયકાળના અગ્નિ હોય તેમ સામસામા મળી ગયા. તેઓના વાજિત્રોના શબ્દથી, ઘેડાના હણહણાટથી, રથના ચીત્કારથી, અને સુભટને સિંહનાદથી જગતું બધું ભંગુર થઈ ગયું. જરાસંધના હુંકારયુક્ત તિરરકારથી અને ચક્રવ્યુહના અગ્રેસરના વીરોથી પ્રથમ કૃષ્ણના સૈનિકો ભંગ પામી ગયા; એટલે ભૂહના દક્ષિણ અને વામજાવતરફ મહાનેમિ અને અર્જુન અને મૂહના મુખભારતરફ અનાદૃષ્ટિ દોડી આવ્યા. સિંહનાદ નામને શંખ મહાનેમિએ, દેવદત્ત નામનો શંખ અને અને બલાહક નામને શંખ અનાદૃષ્ટિએ મોટા નાદથી હું કવા માંડયો. તેઓના શંખના વનિથી, ધનુષ્યના ટંકારથી, રથના ચીત્કારથી અને બાણેના સમૂહથી શત્રુઓનું સૈન્ય પરમ દીનતાને પામી ગયું. તે ત્રણ વીરોએ કેપ કરી ત્રણે ઠેકાણેથી શત્રુના ખૂહને તોડી પાડ્યો. એટલે તે માર્ગ ઘણા વીરે તેમાં પેઠા. પછી મહાનેમિ સામે રૂકિમ, ધનંજય સામે શિશુપાળ અને અનાદૃષ્ટિ સામે હિરણ્યનાભ ક્રોધથી યુદ્ધ કરવાને આવ્યા. પરસ્પર વિવિધ આયુધને વર્ણવતા તે છ વીરેને સંગ્રામ દેવતાઓને પણ થોડા વખતમાં અતિ ભયંકર દેખાવા લાગ્યો. એ કોઈ સ્વાર, એ કોઈ નિષાદી (ગજારૂઢ), એવો કોઈ પદાતિ કે એવો કઈ રથી ન રહ્યો કે જેની ઉપર મહાનેમિનાં બાણેએ વિશ્રાંતિ કરી ન હોય. મહાનેમિનાં બાણેથી વ્યાપ્ત થઈ ગયેલા રૂકિમની રક્ષા કરવાને માટે વેણુહારી વિગેરે સાત રાજાઓ જરાસંધની આજ્ઞાથી આવ્યા. તે આઠે વીરોનાં બાણને તારાઓના પ્રકાશને સૂર્ય છેદી નાખે (ઢાંકી દે) તેમ મહાનેમિએ હાથચાલાકીથી છેદી નાખ્યા. છેવટે શિવાદેવીને કુમારનો સંહાર કરવાને માટે રૂકિમીએ વરૂણપાસેથી મેળવેલી શક્તિ છોડી, જેમાંથી તેમની આગળ અનેક ક્રૂર વ્યંતર પ્રગટ થવા માંડયા તેથી અરિષ્ટનેમિની આજ્ઞા લઈને માતલી સારથિએ મહાનેમિનાં બા
For Private and Personal Use Only