________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૭
સર્ગ ૧૨ મે. ] દુર્યોધનનું પવું જરાસંધને ક્રોધ. દુર્યોધને તેઓને કહ્યું “અરે ! ધિક્કાર છે તમને ! આ પાંડવપુત્રોનાં મસ્તક અહીં મારી આગળ કેમ લાવ્યાં ? પણ તેમનાં તેવાં ભાગ્ય હશે ! પરંતુ આમ કરવાથી કાંઈ પાંડેને ક્ષય કે નહીંઆ પ્રમાણે બેલતા દુર્યોધને દુઃખા થઈને તે મસ્તકો તેમને પાછાં આપ્યાં, તેથી કૃપાચાર્ય વિગેરે લજજા પામી શોક કરતા કરતા કોઈ ઠેકાણે ચાલ્યા ગયા. અહીં પાંડવો બલભદ્રને ભક્તિવચનથી અનુકૂળ કરી પિતાનાં સૈન્યમાં આવ્યા, ત્યાં પોતાના બાળપુત્રને મારેલા સાંભળીને શાકાતુર થયા. પછી કૌરના અને પિતાના પુત્રોનાં પ્રતીકાર્ય પાંડેએ સરસ્વતીને કાંઠે કર્યા.
દુર્યોધન મૃત્યુ પામે તે ખબર સાંભળી, મગધ દેશના રાજા જરાસંઘે ક્રોધથી પ્રજવલિત થઈ સોમકરાજાને કહ્યું. તેણે આવીને પાંડવોની સાથે રહેલા સમુદ્રવિજયને ધીરવાણીએ જરાસંધને આ પ્રમાણે સંદેશો કહ્યો – તમારાં બળથી અને સહાયથી મારા મિત્ર દુર્યોધનને પાંડવોએ જે મારી નાખે છે તેથી કંસનો વધ કરતાં પણ મને ઘણું માઠું લાગ્યું છે માટે હવે રામકૃષ્ણને અને પાંડવોને મને સોંપી દ્યો, નહિ તો હું આવું છું, તમે સત્વરે યુદ્ધ કરવામાં અગ્રેસર થાઓ. આવો જરાસંધને સંદેશ સાંભળી રામકૃષ્ણ તેને ધિક્કાર આપે; તેથી ક્રોધાયમાન થઈને સોમકે પિતાના રાજા જરાસંધને તે સર્વ વૃત્તાંત જણાવ્યું. તે સમયે જરાસંધના હંસકનામના મંત્રીએ કહ્યું “હે રાજન્ ! ઉત્સાહશક્તિ અને પ્રભુશક્તિ કરતાં પણ મંત્રશક્તિ બલવતી છે. મંત્રશક્તિવગરજ કંસ અને કાલ વિગેરે પરાભવ પામી ગયા છે. મંત્રશક્તિવાળાઓને પગલે પગલે સંપત્તિ પ્રાપ્ત થાય છે. માટે વિચારી જુઓ કે યાદ હમણાં સર્વ પ્રકારે ઉદયવાળા છે. વળી તેઓનું પરાક્રમ પૂર્વે આપે જોયેલું છે. તે કરતાં પણ અત્યારે રામકૃષ્ણ સર્વથી અધિક પરાક્રમવાળા થયા છે, અને તેમના પુત્ર પ્રધુમ્ર અને શાંબ પણ તેવાજ પરાક્રમી છે. વળી તેમનાં કુળમાં ઉત્પન્ન થયેલા એક નેમિકુમારજ ત્રણ લેકને વિજ્ય કરવાને સમર્થ છે; ઈંદ્રોએ પણ નમેલા તે નેમિની સાથે યુદ્ધ કરવાની ઈચ્છા પણ કેણ કરે ? વળી તાદૃશ ૫રાક્રમવાળા પાંડ પણ તેનાં સૈન્યમાં છે. તેમાં એક મહાનેમિ તે સર્વ - હેમાં સૂર્યની જેમ રહેલા છે. આવી રીતે આ સમયમાં કાળબળ અને શત્રુઓની મોટી ઉન્નતિ જાણુને, હે સ્વામી ! આપને હાલ તેમની સાથે યુદ્ધ કરવું ઘટતું નથી. હમણાં સાહસ કરવાથી ઉલટે આપણે તેને ક્ષય થવાને છે.” હુંસક મંત્રીનાં આવાં વચન સાંભળી જરાસંધ ક્રોધથી રાતાં નેત્ર કરી બોલ્યા “હે મૂઢમંત્રી! જરૂર તને યાદવોએ ખુટ છે. તારા મંત્ર(વિચાર)ની સાથે એ
For Private and Personal Use Only