________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૪
શત્રુંજય માહાત્મ્ય.
[ ખંડ ૨ જો.
દીઠે, અર્જુનની ઉપર પડતાં છ વીરાનાં અત્રેથી સર્વે વિશ્વને દુ:સહ પ્રલયકાળની શંકા થઈ પડી. સાત્યકિના વધ કરવામાં તત્પર એવા ભૂરિશ્રવાના હાથને અર્જુને છેદી નાખ્યા; એટલે કાપથી સાત્યકિએ તેને મારી પણ નાખ્યા. અહીં જયદ્રથને અશ્વ, રથ, સારથિ અને અ વગરનો કરીને અર્જુને પેાતાની પ્રતિજ્ઞા સંભારી, અને સૂર્ય અસ્ત થતાં પહેલાં તેને મારી નાખ્યું. આ પ્રમાણે ચૌદ દિવસના યુદ્ધમાં દુર્યોધનની સાત અક્ષૌહિણી સેનાનો વિનાશ થયો; તેથી દુર્યોધનને અત્યંત દુઃખ થયું. પછી કૌરવાએ રાત્રે યુદ્ધ કરવાવડે જય મેળવવાની આશા બાંધી. જ્યારે પાંડુકુમાર સુઈ ગયા ત્યારે તે ઘુવડ પક્ષીની જેમ આવીને અકરમાત્ તુટી પડ્યા. તે વખતે ભીમના જેવા ભયંકર ભીમના કુમાર ટાત્કચ શત્રુઓને ત્રાસ કરતા માયાયુદ્ધથી યુદ્ધ કરવા લાગ્યો. તેને જોઈને કર્ણે કાપ પામ્યા, તેથી અકસ્માત્ બાણેાના મંડપ કરીને તેણે તેને ઢાંકી દીધા. ધંટાત્કચે તે ખાણેાને ગદાથી છેદી નાખ્યા. પછી દેવે આપેલી કુરાયમાન અગ્નિના કણાથી વીંટાએલી એક શક્તિ કહ્ ટાત્કચના પ્રાણ લેવા માટે મૂકી, તેથી ટાત્કચ પ્રાણાંત મૂર્છા પામ્યા.
પ્રાતઃકાલે રણકર્મમાં યમજેવા દ્રોણાચાર્યે સૈન્યને ઉપદ્રવિત કરીને વિરાટ અને દ્રુપદરાજા તેની સામે થવાથી તે બંનેને મૃત્યુ પમાડી દીધા. વિરાટ અને દ્રુપદરાજાનાં મૃત્યુથી ધર્મરાજાનું સૈન્ય જ્યારે ગ્લાનિ પામ્યું, ત્યારે પેાતાના સુલટાને સ્થિર કરતા ધૃષ્ટદ્યુૠ દ્રોણની સામે આવ્યા. જેમાં હાથી પડે છે, અશ્વો ત્રાસ પામે છે, અને રથા ભાંગે છે એવું ઘુમ્ર અને દ્રોણાચાર્યનું ચિરકાળ થતું યુદ્ધ જોઈ આકાશમાં રહેલા ખેચરા પણ ભય પામ્યા.
"
:
એવે સમયે માલવદેશના રાજાને અશ્વત્થામા નામે હાથી મરાણા, તે સાંભળી સર્વ સૈન્યમાં ‘ અશ્વત્થામા હણાયા, અશ્વત્થામા હાયે। ' એવા અદ્ભુત ધ્વનિ પ્રસરી ગયા. તે વાણી સાંભળી ‘ પેાતાના પુત્ર અશ્વત્થામા હણાઈ ગયા ’ એવું માનતા દ્રોણાચાર્ય ગુરૂ રણુ કરવામાં મંદ થઇ ગયા, અને ‘ શું કરવું ' ! એ વિચારમાં જડ જેવા થઇ ગયા. તે વખતે અવસર જોઈને છળમાં બળવાલા ધૃષ્ટદ્યુÀ ખાણથી વીંધેલા દ્રોણાચાર્ય વિધુર થતાં અનશન લઇને બ્રહ્મલાકમાં ગયા. પાતાના પિતાના મરણના ખબર સાંભળી ખળથી ઉદ્ધૃત એવા અશ્વત્થામાએ પાંડવેાની સેનાના ખાણસમૂહથી ધણા વિનાશ કર્યાં, અને સર્વ સૈનાના વિનાશ કરવાને તેણે રાષથી નારાયણી અસ્ર છેડયું જેના તણખાથી સર્વ દિશાએ અને આકાશ વિજળીની જેમ પૂરાઈ ગયું. કૃષ્ણના કહેવાથી વિનયવડે નમ્ર એવા પાંડવાએ તે અ
For Private and Personal Use Only