________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૨
શત્રુંજય માહાભ્ય.
[ ખંડ ૨ જે. અટકાવવા માંડી પણ તેથી નહીં અટકતાં ઉત્તરકુમારના મસ્તક પર પડીને તેણે તેના પ્રાણ લઈ લીધા. દેવતાની આપેલી શક્તિ સફલ જ થાય છે. તે જોઈને તીવ્ર કોપવાળા થયેલા અને અપરિમિત બાણોના જાળથી શત્રુની સેનાને ઢાંકી દીધી. અર્જુનનાં બાણથી પિતાની સેનાને દીન થયેલી જોઈ ભીવ્રતધારી કરવપતિ ભીષ્મપિતામહ ધનુષ્યનો ધ્વનિ કરતા દોડ્યા આવ્યા. રિપુઓના પ્રાણને માગવા પ્રાપ્ત થયેલા ભીષ્મના માણેએ પિતામાં સિદ્ધ એવું માર્ગણ (માગણી પણું છોડી દીધું નહીં, અર્થાત તેના બાણેએ ઘણાના પ્રાણ લીધા. તે વખતે પાંડવોને સેનાપતિ ધૃષ્ટદ્યુઝ ભીમની ઉપર દોડ, તેઓની વચ્ચે અનેક જનના પ્રાણને હરનારે માટે સંગ્રામ થ. - આ પ્રમાણે આઠ દિવસપર્યત યુદ્ધ ચાલતાં આઠમા દિવસને અંતે પાંડવો વિચાર કરવા લાગ્યા કે સર્વથા દુર્જય એવા ભીષ્મપિતામહ શત્રુઓની સેનાના સેનાપતિ થયા છે, તો તેમને કેવી રીતે મારવા ? તે વખતે કૃષ્ણ અર્જુનને કહ્યું ગાંગેય સત્ય પ્રતિજ્ઞાવાળા છે. તેઓ અસ્રરહિત, નપુંસક, સ્ત્રી અને પરાક્ષુખ થયેલા પુરૂષની ઉપર પ્રહાર કરતા નથી, માટે દુપદરાજાને પુત્ર શિખંડી કે જે નપુંસક છે, તેને તમારા રથમાં તમારી આગળ બેસારી તમે ભીષ્મની સામા જાઓ. નપુંસકને જોઈને ભીમ હાથમાથી અન્ન છોડી દેશે, પછી નિઃશંક થઈને તમે તેની ઉપર પ્રહાર કરજો.” પાંડેએ કૃષ્ણને આ વિચાર અંગીકાર કર્યો. નવમે દિવસે પ્રાતઃકાલે સૈનિકોને તૈયાર કરી પાંડ અને કૌર રણભૂમિમાં આવ્યા. શાંતનુના પુત્ર ભીમે અગ્રેસર થઈ, મેઘ જેમ કરા વષવીને અષ્ટાપદ જાતિનાં જનાવરને ઉપદ્રવ કરે તેમ બાણવૃષ્ટિ કરીને પાંડવોની સેનાને ઉપદ્રવ કરવા માંડે. એટલે અર્જુન પોતાના સ્થાન ઉપર પંઢ એવા દ્રુપદરાજાના પુત્ર શિખંડીને બેસારીને તેમની સામે આવ્યું. શિખંડીને જોતાં જ અન્ન નાખવામાં મંદ થયેલા વૃદ્ધ ભીષ્મને અને ગુપ્ત રહીને તીક્ષ્ય બાણથી જર્જર અંગવાળા કરી નાખ્યા. “ચર્મના મર્મને ભેદનારાં આ બાણ અર્જુનનાં છે, પંઢનાં નથી એમ સારથિને કહેતાં ભીષ્મ રથમાં સુઈ ગયા. ગ્રીષ્મઋતુમાં સુકાઈ ગયેલા સરોવરની ફરતા જેમ તૃબા મનુષ્ય ફરી વળે તેમ ભીષ્મના પડવાથી શેકવડે જેમનાં ગળાં રૂંધાઈ ગયાં છે એવા કૌર તથા પાંડ તેમના વચનરૂપ જળના તુષિત થઈને ભીમને વીટાઈ વન્યા. તે વખતે ભીષ્મપિતામહને તૃષાર્ત જોઈ દિવ્ય અસ્ત્રને જાણનારા અજૂને આકાશમાંથી રવિનું આકર્ષણ કરે તેમ સર્વને આશ્ચર્ય ઉપજાવતા પૃથ્વીમાંથી બાણવડે જળ આકળ્યું. ભીમે તે આશ્ચર્ય દુર્યોધનને બતાવીને કહ્યું
For Private and Personal Use Only