________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૧૨ મો. ]
ચક્રવ્યૂહ, અભિમન્યુનું મૃત્યુ.
તારાથી અધિક પરાક્રમવાળા પાંડવાની સાથે સંધિ કર'. સાંભળ્યું ન હોય તેમ બતાવી, દુર્યોધને કાપથી રાતી પાતાની પર નાંખી. પછી દેવની વાણીથી ભીષ્મે ચારિત્ર અંગીકાર કર્યું, ોડી અનશન કરીને અચ્યુત દેવલોકમાં દેવતા થયા.
૪૩૩
ભીષ્મનું વચન જાણે આંખ ભીમની - અને સર્વ સાવધ
પછી દુર્યોધને પાતાનાં સૈન્યમાં સેનાપતિપદે દ્રોણાચાર્યના અભિષેક કર્યો, અને સવારે તેમને આગળ કરીને કુરૂક્ષેત્રમાં આવ્યો. તેને જોઇ અર્જુને ધનુર્વેદના ગુરૂ જાણી ગુરૂદક્ષિણારૂપ પ્રથમ પ્રણામ કર્યો. પછી તે બંનેના માણસમૂહે સૂર્યનાં કિરણાને ઢાંકી દઇને દિશાઓ ધૂસર કરી દીધી, જેથી ચક્રવાકપક્ષીઆને દિવસ છતાં પણ વિરહાલ્લાસ થવા લાગ્યો. તે સમયે સંસતકાએ અર્જુનને સૈન્યની બહાર યુદ્ધ કરવાને બાલાવ્યા; તેથી મૃગેાની સાથે મૃગપતિની જેમ અન તેમની સાથે યુદ્ધ કરવાને પ્રવો. યુદ્ધના બારમે દિવસે ભગદત્તનામે ભયંકર વીર હાથી ઉપર બેસીને અર્જુનવિનાના પાંડવાના સૈન્યને ઉપદ્રવ કરવા લાગ્યો. પાતાના સૈન્યના ક્ષેાભના શબ્દ સાંભળી અર્જુન સંસપ્તકાને છેાડીને શીઘ્ર ભગદત્તની સામે યુદ્ધ કરવા આવ્યો. ક્રોધ પામેલા અર્જુને ચિરકાળ યુદ્ધ કરી, ગજસહિત ભગદત્તને મારી, દેવાની પુષ્પવૃષ્ટિ ગ્રહણ કરી. ભગદત્ત મરતાં કારવની સેના રક્ષણવગરની થઈ ગઈ. પછી કેટલાક રાજાઓના કહેવાથી કૌરવોએ તે રાત્રિમાં બીજા દિવસ માટે અખંડિત ચક્રવ્યૂહ કરવાની ગાઠવણ કરી.
For Private and Personal Use Only
અર્જુન સૈન્યની બહાર આવી સંસäકેાને મારવા રાકાયા, એટલે ભીમ વિગેરેથી પરવરલા અભિમન્યુ ચક્રવ્યૂહમાં પેઠા. દુર્યોધન, કૃપાચાર્ય, દ્રોણ, કહ્યું અને કૃતવર્માનાં અસ્રોને નહીં ગણતા અર્જુનકુમાર ચક્રવ્યૂહનું મથન કરવા લાગ્યો. દુર્યોધન વિગેરે વીરાએ ભીમાદિકને યુદ્ઘમાં રોકી રાખ્યા, એટલે અભિમન્યુ અને જયદ્રથ પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. લાહમય અને દિવ્ય એવા અગ્નસમૂહથી ચિરકાળ યુદ્ધ કરીને જયદ્રથૈ સૂર્યારત સમયે અભિમન્યુને મારી નાખ્યો. તે સાઁભળી ક્રોધ પામેલા અર્જુન ખીજા દિવસના અસ્તની અગાઉ જયદ્રથના વધની પ્રતિજ્ઞા કરીને શત્રુએની સેનામાં પેઠા. ક્રોધી અર્જુનને વચમાં દ્રોણાદિકે રૂંધ્યા, ૫રંતુ ક્ષણવારમાં તા તેણે બાણાની ધારાથી શત્રુઓનાં રણક્ષેત્રને રૂધિરના કાદવથી ભરપૂર કરી દીધું. સત્યકિ અને ભીમસેન અર્જુનની પછવાડે આવ્યા. પરંતુ દુર્યોધને ભીમને રૂંધ્યા અને ભૂરિશ્રવાએ સત્યકિને રૂંધ્યો. રાજરાગ જેમ બીજા અનેક વ્યાધિએથી વીંટાયેલ હાય તેમ જયદ્રથની ક્રૂરતા તેના રક્ષણ માટે અનેક રા જાએ વીંટાઇ રહેલા હતા, તથાપિ ઇંદ્રકુમાર અર્જુને દિવસને અંતે જયદ્રથને
પ