________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૧૧ મ ] ઈકલ પર્વત ઉપર અર્જુનનું જવું ત્યાં તેણે બતાવેલું પરાક્રમ. ૮૦૧ રિથર થયે. કમલાસન પર બેસીને ધ્યાન ધરતો અર્જુન મેરૂની જે નિષ્કપ અને શ્વાસરહિત પાષાણની જે નિચળ થઈ ગયે. એક મને રહેલા તે અર્જુનને ભૂત, વૈતાળ, શાકિની, સિંહ, વ્યાઘ અને હાથી વિગેરે કોઈ પણ પ્રાણી ધ્યાનથી જરા પણ ચલાયમાન કરી શક્યા નહીં. યોગ્ય સમયે સર્વ વિદ્યાદેવી પ્રસન્ન થઈ તેની આગળ આવીને કહેવા લાગી
અમે સર્વે તુષ્ટમાન થઈ છીએ, માટે વરદાન માગો.' અર્જુને ઉઠીને શરીરને ભૂમિ સાથે લગાડી તેમને નમરકાર કર્યો, એટલે તે ઉજજવળ વિદ્યાઓ અને નના શરીરમાં સંક્રમિત થઈ. વિદ્યા સિદ્ધ કરી અર્જુન પર્વતનાં મરતક પર બેઠા હતા, ત્યાં કેઇ શિકારીથી હણાતો એક વરાહ તેના જોવામાં આવ્યું. અને તેની પાસે આવીને કહ્યું “અરે શિકારી ! આમ કર નહીં; આ તીર્થમાં મારી દેખતાં આ વરાહને કેમ મારે છે? આ શરણરહિત નિરપરાધી ડુકરને મારે છે, તેથી તારું બળ, તારું જ્ઞાતાપણું અને તારું કુળ સર્વ વૃથા છે. આવી રીતે તેણે તિરસ્કાર - રેલે શિકારી બોલ્યાં “રે પાર્થ ! આ અરણ્યમાં સ્વેચ્છાથી વિચરતા એવા મને શા માટે વારે છે? આ વનવાસી જીવોને કોઈપણ રક્ષક નથી, જે ક્ષાત્રબળથી તું રક્ષક થતો હોય તો રક્ષણ કર; તે ન્યાય છે. તત્કાળ અને ક્રોધથી યમદંડની જેમ કેદંડ હાથમાં લીધું અને તેના ટંકારથી આકાશને પૂરી દીધું. તે શિકારીએ પણ હાથમાં ધનુષ્ય ગ્રહણ કર્યું અને પિતાની લાઘવતાથી કંકપત્ર બાવડે વૃક્ષોને પત્રહિત કરી દીધાં. તેઓનાં બાણેનાં પૂરવડે દૂરથી પ્રેરેલા રેણુની જેમ પોતાનાં શિખરો દૂરથી આવી આવીને પરસ્પર અથડાવા લાગ્યાં. છેવટે તે માયાવી શિકારીએ અને જુનના ધનુષ્યને હરી લીધું, એટલે અર્જુન ખર્શ લઈને પાંખેવાળા સર્ષની જેમ તેની સામે દેડ. તેણે ખર્ગ પણ લઈ લીધું એટલે મહાપરાક્રમી અને સહનાદ કરીને ઠંદયુદ્ધને માટે તેને બોલાવે. ક્રોધથી પરસ્પરના અંગે અંગને પીડતા તે બન્ને વિર જાણે મૂર્તિમાન રૌદ્ર અને વીરરસ હોય તેમ વિશ્વને ભયંકર થઈ પડ્યા. પછી અર્જુને હરતલાઘવતાવડે તેને ચરણથી પકડી વિજયધ્વજની પતાકાની જેમ આકાશમાં ઉછાળીને ફેરવે. તત્કાળ આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ અને આગળ કુંડલથી મંડિત એવા કોઈ હર્ષ પામેલા દેવને પ્રગટ થયેલે તેણે જે. આ કોણ હશે?” એમ આશ્ચર્ય પામીને હૃદયમાં વિચારતા અર્જુનને તે સંતુષ્ટ થયેલા દેવતાએ કહ્યું “હે પાર્થ! જ્ય પામે, હું તમારી ઉપર સંતુષ્ટ છું, માટે જે ઈચ્છા હેય તે માગો'. અર્જુન બેલ્યો જયારે સમય આવશે ત્યારે વરદાન માગીશ, પણ હાલ તે તમે કોણ છો તે જાણવાની મારી જિજ્ઞાસા છે, તે પૂર્ણ કરે.” આવાં અર્જુનનાં વચન સાંભળી હર્ષ પામેલા તે દેવે કહ્યું “પાર્થ! મારું વૃત્તાંત સાંભળ-વૈ
For Private and Personal Use Only