________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૪ શત્રુંજય માહાસ્ય.
[ ખંડ ૨ જે. અગ્નિમાં આહુતિ આપી પિતાની શાંતિ લક્ષ્મી હોય તેવી દ્રૌપદીને તેણે દુઃખરહિત કરી દીધી. કીચકાને કોઈ ગાંધર્વોએ મારી નાખ્યા એવું જાણું વિરાટરાજા, બંધઓના શેકથી વિહળ એવી સુષ્ણને કહેવા લાગ્યા- હે સુલોચના ! કેટલાક દિન વસને માટે તું આમ દિલગીરી કરીને મને દેહવગરને કર નહિ. કોપ છોડીને હમણા તો એ સૈરધીનું સન્માન કર, જયારે સમય આવશે ત્યારે તેના ગુપ્ત રહેલા ગંધર્વપતિઓ એ પિતાની રૂપવંતી સ્ત્રીને લઈ જશે. આવી રીતે પતિના સમજાવવાથી સુષ્મા સ્વરથે થઈ.
હવે અહીં દુર્યોધનની આજ્ઞાથી કેટલાક હેરિકે–બાતમીદારેએ ઘણાં દેશમાં ફરીને પાંડવોને શોધ્યા પણ જ્યારે તેઓને ક્યાંઈપણ જયા નહિ ત્યારે પાછા આવી તેઓ દુર્યોધનને કહેવા લાગ્યા છે રાજા! તમારા ભયરૂપ સમુદ્રમાં કાચબાની જેમ પાંડવો રહેલા છતાં ન રહ્યા હોય તેમ કોઈ ઠેકાણે અમારા જોવામાં આવ્યા નહિ, તે સાંભળી દુર્યોધને ભીમ અને વિદુરના મુખ સામું જોયું. તેને ભાવ જાણી લઈ ગંગાપુત્ર–ભીષ્મ બેલ્યા–“અહંતના વિહારની જેમ જે દેશમાં સાત ઈતિઓ (ઉપદ્ર) ભય અને રોગનો સંભવ ન હોય ત્યાં પાંડવો રહેલા છે એમ સમજી લેવું. ત્યારે તે બોલ્યા “સર્વ દેશોમાં જોતાં આધિવ્યાધિઓ વર્જિત અને ધન ધાન્યવડે સ્વર્ગના ખંડ જે તે અત્યારે મત્સ્ય દેશ શોભે છે. એટલે દુર્યોધન બે શલ્યની જેમ ઐઢ પીડા કરનારા એ ગુપ્ત રહેલા પાંડને કેવી રીતે જાણી લેવા તે વખતે સુશર્મા રાજા દુર્યોધનને નમરકાર કરીને બોલ્યા “પાંડવો જરૂર મત્સ્યદેશમાં જ વિચરતા હશે, તેથી જે આપણે ત્યાં જઈને મત્યરાજાનાં નગરમાંથી ગાયનું હરણ કરશું, તો પાંડ અકાળે પણ પ્રત્યક્ષ થશે. એક તરફ મસ્યદેશનો રાજા જે આપણે પ્રથમથી શત્રુ છે તેનો નિગ્રહ થશે અને બીજી તરફ ગેહરણ કરવાથી પ્રત્યક્ષ થયેલા પાંડવોને પણ હણી શકાશે. સુશર્માને આ વિચાર સાંભળી કર્ણ પ્રમુખ વીરોએ ઉશ્કેરેલો દુર્યોધન ગોહરણના આશયથી મોટું સૈન્ય લઈને ચાલે. અનુક્રમે મત્યદેશમાં આવી વિરાટનગરની સમીપેજ રહ્યો. પછી દુર્યોધનની આજ્ઞાથી પ્રથમ નિર્ભય એવા વિગપતિએ દક્ષિણ દિશામાં છેડિલી ગાયને પિતાના સૈન્યથી હરી લીધી. તત્કાળ કલકલ શબ્દોથી મુખને વ્યાકુલ કરતો ગેપાલ શીધ્રપણે વિરાટરાજાની સભામાં આવી વિરાટરાજાને નમે, અને બે “હે રાજેંદ્ર ! પ્રથમ રણભૂમિમાં કીચકે જેને ભંગ કર્યો હતો, તે સુશર્મરાજાએ પોતે જ આવીને તમારા નગરની ચરતી ગાયને હરી લીધી છે. તે સાંભળતાં જ કોંધવડે ઉદ્ધત એવો વિરાટરાજા ધનુષ્યના ટંકારથી જગતને બધિર
For Private and Personal Use Only