________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વતન માટે કરી અને એ
નહિ. હું અને તારું વચન
સર્ગ ૧૨ મે. ]
પ્રશ્ન કુમાર અને કનકમાલાનું સ્ત્રીચરિત્ર. ૪૧૦ દેખાવા લાગે. સુંદર યૌવન વયવાળા તે પ્રશ્નને જોઈ તેની રક્ષક માતા કનમાલા આદર સહિત કામપીડિત થવા લાગી. સ્ત્રીઓના અવિચારીપણાને ધિક્કાર છે. તેની સાથે ભેગા કર્યાવગર પિતાના જન્મ અને તારૂણ્યને વ્યર્થ માનતી કનકમાલા એકદા સવિકારી વચને વડે તેને કહેવા લાગી “હે મહાભાગ! મારું શરીર કામદેવરૂપ દાવાનલથી તપી ગયેલું છે, તેને તમારા શરીરના સ્પર્શરૂપ અમૃતથી સવર શાંત કરે.” તેણુનાં આવાં વચન સાંભળી કૃષ્ણકુમાર મનમાં અત્યંત દુભાણે. તેણે કહ્યું “તારા જેવી પાપી માતાને ધિક્કાર છે કે જેને હું પુત્ર થયે”. તે બોલી
હું તારી માતા નથી, તને તે કાલસંવર ખેચર કેઈ ઠેકાણેથી લાવ્યા છે. મેં તે માત્ર તેને માટે કરે છે, મારી સાથે ભેગ ભેગવ અને વિશ્વને વિજય કરવાને સમર્થ એવી ગૌરી અને પ્રજ્ઞપ્તિ નામે વિદ્યા મારી પાસેથી ગ્રહણ કર. તું દચાલુ થઇને મારાં વચનને વ્યર્થ કરીશ નહિ. હું ‘અકૃત્ય કરીશ નહિ એ મનમાં નિશ્ચય કરીને કૃષ્ણકુમારે કહ્યું “મને વિદ્યા આપ, પછી તારું વચન માનીશ”. પછી તેણએ વિદ્યા આપીને ક્રિડા કરવાની પ્રાર્થના કરી. એટલે “તું મારી માતા અને વડિલ છે એમ કહી પ્રદ્યુમ્ર નગરની બહાર ચાલ્યો ગયે. કનકમાલાએનખથી શરીરને ઉઝરડી પિકાર કરવા માંડ્યો. તે સાંભળી “આ શું ? એમ પૂછતા તેના પુત્રો આવી પહોંચ્યા. પોતાની માતાને પ્રધુમથી પરાભવ થયેલે જાણે કેપ પામીને તેઓ આયુધ ઉગામી પ્રશ્નને મારવા દેડ્યા. પ્રદુ વિઘાનાં બળથી તેઓને મારી નાખ્યા. પુત્રોના વધથી ક્રોધ પામી લડવા આવેલા કાલસંવરને લીલામાત્રમાં જીતી લઈ પ્રશ્ન કનકમાલને દારૂણ વૃત્તાંત જણાવી દીધું. એવામાં ત્યાં નારદ આવ્યા ઘુ તેમની પૂજા કરી, નારદે તેની માતા રુકિમણીસંબંધી સીમંધર પ્રભુએ કહેલાં વચને કહ્યાં. વળી જણાવ્યું કે સત્યભામાને પુત્ર ભાનુ જે પ્રથમ પરહશે તે તારી માતાને પણમાં હારવાથી પોતાના કેશ આપવા પડશે. કેશદાન કરવાના પરાભવથી અને તારા વિયેગની પીડાથી તારી માતા રુકિમણ તું વિદ્યમાન છતાં મૃત્યુ પામશે. આપ્રમાણે હકીકત સાંભળી પ્રધુમ્ર નારદને સાથે લઈ પ્રજ્ઞપ્તિ વિદ્યાએ રચેલાં વિમાનમાં બેસી તત્કાળ દ્વારકામાં આવ્યું. વિમાનસહિત નારદને બહારના ઉદ્યાનમાં મૂકી સાધારણ વેશ પહેરીને તે નગરમાં ચાલ્યું. ત્યાં ભાનુને અર્થે આવેલી જાન્યયાત્રા (જાન) તેના જેવામાં આવી. તેમાંથી જેનો વિવાહ થવાને હતું તે કન્યાને હરી લઇને નારદની પાસે મૂકી. પછી પ્રદ્યુ વિઘાવડે કૃષ્ણના ઉદ્યાનને પુષ્પફળથી રહિત કર્યું, સર્વ જળાશયમાંથી જળ શોષી લીધું અને બધું નગર તૃણરહિત કરી દીધું. થોડીવાર રહીને સદાગરને વેષ કરી એક ઘડા
For Private and Personal Use Only