________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૧૨ મ. ] જરાસંધ અને કૃષ્ણ વરચે યુદ્ધની તૈયારી. વરાવ્યું કે મેં મારા પ્રાણ પ્રથમથી દુર્યોધનને અર્પણ કર્યા છે, હવે તેને છોડીને જે હું બીજાને ભજું તો હે માતા તમને લજજા લાગે, વળી મને આવી રિથતિમાં અત્યારે આપે ખબર જણાવ્યા તે હવે તેથી સર્યું. આવી કર્ણની કહેવરાવેલી વાણી સાંભળી કુંતી જાણે ભાલાવડે વિંધાણું હોય તેમ ખેદ પામી, પરંતુ તે પુત્રવત્સલ માતા પાંડવોથી પણ તેને જય વિશેષ ઈચ્છવા લાગી.
એ સમયમાં કેટલાક વ્યાપારીઓ યવન દ્વીપથી કરીયાણાં લઈ દ્વારકામાં આવ્યા. ત્યાં તેણે ઘણાં કરીયાણાં વેચ્યાં, પરંતુ વિશેષ લાભની આશાએ રલકંબળે ત્યાં ન વેચતાં મગધ દેશની રાજધાની રાજગૃહી નગરીએ તેઓ વેચવા આવ્યા. ત્યાં જરાસંધ રાજાની પુત્રી જીવયશાએ તે રલકંબળ ઓછા મૂલ્ય માગ્યાં. તેથી લાભને બદલે ઉલટી ખોટ જવાથી ક્રોધ પામેલા તે વ્યાપારીઓએ
જીવ શાને કહ્યું “અમારી જ ભૂલ થઈકે અમે વધારે લાભની આશાએ આ રત્નકંબળે દ્વારકામાં ન વેચ્યા ને અહીં લાવ્યા હવે અહીં લાભ મળે તે દૂર રહ્યો પણ ઉલટી મુડીમાં પણ ખોટ જાય છે. તે સાંભળી છવયશાએ પૂછયું
દ્વારકાપુરી વળી ક્યાં છે ને કેવી છે ? અને ત્યાં રાજા કોણ છે ? વ્યાપારીઓ બેલ્યા પશ્ચિમ સમુદ્રના તીર ઉપર કુબેરે નિર્મલી ઇંદ્રપુરીની જેવી દ્વારકા નામે નગરી છે, તેમાં યાદવ વંશીઓને નિવાસ છે અને અગ્નિ સરખા જાજવલ્યમાન વસુદેવ રાજાના પુત્ર કૃષ્ણ નામે પ્રતાપી રાજા છે. કૃષ્ણનું નામ સાંભળતાં જ આર્સિરૂપ જવરથી આતુર થયેલી છવયશા રેતી રેતી જરાસંધની પાસે ગઈ અને મૃત્યુની પ્રાર્થના કરવા લાગી. જરાસંધે તેની વાત સાંભળીને કહ્યું “પુત્રિ! રે નહિ, હું કૃષ્ણની સ્ત્રીઓને રોવરાવીશ. મારી અજાણથીજ એ કૃષ્ણ આજસુધી જીવતો - હેલ છે.” એમ કહી જરાસંધે સત્ય પ્રતિજ્ઞાવાળા થઈ સિંહનાદ પૂર્વક ભંભા વગડાવીને સર્વ રાજાઓને બોલાવ્યા. તત્કાળ મોટા પરાક્રમવાળા સહદેવ વિગેરે પુત્રો, ચેટિ દેશનો રાજા શિશુપાળ, સ્વર્ણનાભ, રૂકિમ રાજા અને બીજા ઘણું રાજાઓ તથા હજારે સામંત નદીના પ્રવાહો જેમ આવી આવીને સમુદ્રને મળે તેમ પિતપોતાની સેના સહિત આવી આવીને જરાસંધને મળ્યા. પછી મોટા ક્રોધવાળા
દ્ધાઓને લઈને જરાસંધે શત્રુઓનાં પ્રાણને નિર્વાણ કરવાનાં કારણરૂપ પ્રયાણ કર્યું. મંત્રીઓએ અને અપશુકનેએ ઘણી રીતે વાર્યો, પણ તે અર્ધચક્રી જરાસંધ સિન્યથી ભૂચક્રને કંપાવતે ચાલે. કલહ કરાવવામાં કૌતુકી એવા નારદે અને ચરપુરૂષોએ આવીને રણને તૃણસમાન ગણનારા કૃષ્ણને જરાસંધ આવવાના ખબર આપ્યા. તેજના એક રસ્થાનરૂપ કૃષ્ણપણુ અગ્નિની જેમ પ્રજવલિત થઈ પ્રયાણ
For Private and Personal Use Only