________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૪
શત્રુંજય માહાત્મ્ય.
[ ખંડ ૨ જો.
શાંબને કન્યા જાણવા લાગી અને પરમ વિજય થયા એમ માનવા લાગી. પછી શબને હાથે પકડીને નગરમાં આવતી ભામાને જોઈ લેાકેા તર્ક કરવા લાગ્યા કે અહેા! પુત્રના વિવાહ ઉત્સવમાં સત્યભામા શાંબને મનાવીને પ્રીતિથી તેડી જાય છે. એવી રીતે શાંખ ભામાના ધરમાં આન્યા. પછી વિવાહને વખતે શાબે પેાતાને વામકર ભીરૂકના દક્ષિણ કરની ઉપર રાખી અને જમણા કરથી બીજી નવાણુ કેન્યાના કર પકડી એક સાથે વિધિપૂર્વક અગ્નિની પ્રદક્ષિણા કરી. તેની સાથે ઉદ્દાહ કર્યો પછી શાંબ કન્યાઓસહિત નિવાસગૃહમાં ગયા. ત્યાં ભીરૂક આવતાં જ શાંધે તેને શુટિથી ખીવરાવ્યે એટલે તે ભય પામીને નાસી ગયા. તેણે આવીને સત્યભામાને કહ્યું ‘શાંખ આવ્યે છે’. તે વચન નહિ માનતી સત્યભામાએ જાતે આવીને જોયું, તે ત્યાં શાંબને દીઠા શાંધે સત્યભામાને પ્રણામ કર્યાં. સત્યભામાએ કાપથી કહ્યું ‘રે ધૃષ્ટ ! તને અહીં કાણું લાગ્યું છે ?' તેણે કહ્યું “તમેજ લાવ્યાં છે, અને આ કન્યાએની સાથે તમેજ મને પરણાવ્યેા છે. હે માતા ! આ વિષે સર્વ જન સાક્ષી છે, તમે સર્વને આદરપૂર્વક પૂછે.” સત્યભામાએ સર્વ જનસમૂહને પૂછવા માંડયું, તે સર્વે તે વાતને સત્ય કહેવા લાગ્યા. પછી જેનાં બંધુ, પિતા અને માતા માયાવી છે એવા આ માયાવી શાંબે કન્યારૂપે થઈ મને ખરેખરી છેતરી માટે તે મારા સહજ શત્રુ છે. '' આ પ્રમાણે કહી બહુ રાષથી નિશ્વાસ નાખતી સત્યભામા દુઃખી થઈને પેાતાના ધરમાં જઈ જીણું માંચાઉપર બેઠી, એક વખતે શાંખ પેાતાના પિતામહ વસુદેવને નમસ્કાર કરવા ગયા. નમીને બાહ્યા ‘પિતાજી ! તમે તેા ચિરકાલ પૃથ્વીપર ભમીને ધણી સ્રીએ પરણ્યા હતા અને હું તેા થાડા કાળમાં એક સાથે સા કન્યાઓ પરણ્યા, તેથી ખરેખર આપણા બંનેમાં મોટા તફાવત છે. ' વસુદેવે કહ્યું ‘ રે કુવાના દેડકા ! તું શું જાણે છે? દેશેદેશમાં ફી પરાક્રમ બતાવી સ્વયંવરનાં સમાજમાંથી તે કન્યાઓને હું તા પરણ્યા છું, અને તેવે સમયે બંધુઓના અતિ આગ્રહથી પુનઃ નગરમાં આવ્યા છું; અને રે નિર્લજ્જ ! તું તા માયાથી કન્યાઓને પરણ્યા છે, અને માતાને છેતરીને પુરમાં આવેલા છે. કાંઈ આદરથી આવ્યા નથી.’ આ પ્રમાણે પેાતાના પિતામહને ક્રોધ પામેલા જાણી શાંભે પ્રણામ કરીને કહ્યું - હૈ તાત ! આ બાળકના દુ:Àષ્ટિતને ક્ષમા કરો.' આવું વિનયગર્ભ શ ંખનું વચન સાંભળી વસુદેવ મનમાં અતિ હર્ષ પામ્યા અને તત્કાળ તે નીતિવાન પૌત્રની પ્રશંસા કરવા લાગ્યા.
પ્રદ્યુમ્ન વિગેરે કૃષ્ણના કુમારા પાંડવાના કુમારાની સાથે મળીને હર્ષથી ખેલતા હતા, અને યાદવાએ આપેલા સન્માનથી પાંડવા પણુ રાત્રિદિવસ
For Private and Personal Use Only