________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૧૨ મો. ]
અર્જુનનું દુર્યોધન સામે થવું.
૪૧૭
ઊભા રહે અને ધનુષ્ય સોંધ. ' એમ કહી અર્જુને ધનુષ્ય ચડાવ્યું. અર્જુનના ખા@ાની વૃષ્ટિથી આકાશસાગર પૂરાઈ જતાં શત્રુઆરૂપી ઝૂડ, મત્સ્ય, અને કાચખાઓના સમૂહ કાંઈપણ જોવામાં આન્યા નહીં. પછી કાટિ સુભટાના ક્ષય થતે જોઇને દયા આવવાથી અર્જુને સ્વમદશા પમાડવાને સંમાનાસ્ત્ર છેડયું. તે વખતે દુર્યોધનની ચતુરંગસેના ચતુર્વિધ નાયિકાની જેમ અર્જુનરૂપી કામદેવના ખાના સંગથી ભìસહિત માહ પામી ગઈ. ભીષ્મ વ્રતવાળા એક ભીવિના જ્યારે સર્વે નિદ્રા પામી ગયા, ત્યારે ઉત્તર કુમારીનું વચન સંભારીને અર્જુને ઉત્તર કુમારને કહ્યું ‘ૐ કુમાર ! દુર્યોધનનાં નીલ વસ્ત્રો, કર્ણનાં પીળાં વસ્ત્રો અને બીજાઆનાં વિવિધ વર્ણવાળાં જે વસ્ત્રો છે તે વેગથી ઉતારી લઇને અહિ આવ,' તેણે તત્કાળ તેમ કર્યું એટલે પછી બાવડે ભીષ્મના ઘેાડાને મારીને અર્જુન નગરમાં આવ્યા અને શત્રુનું સૈન્ય ઉપદ્રવિત થઈ નાસી ગયું.
અહીં વિરાટરાજા વિજય મેળવીને હર્ષ ધરતા નગરમાં આવ્યા. તે વખતે તેમણે જાણ્યું કે ઉત્તર કુમાર શત્રુઓની પછવાડે ગયા છે, તેથી જરા મનમાં કૅચવાવા લાગ્યા. પછી પુત્રની પછવાડે જવાની ઈચ્છા કરીને જેવામાં સૈન્યને તૈયાર કરતા હતા, તેવામાં દૂતાએ આવીને હર્ષથી ઉત્તર કુમારના વિજયના ખબર આપ્યા. રાજાએ હર્ષથી નગરમાં ઉત્સવ કરાવ્યા અને પોતે આનંદથી રાજસભામાં કંકમુનિની સાથે સેગઠાબાજી રમવા લાગ્યા. રાજાએ પુત્રના વિજયની પ્રશંસા કરવા માંડી એટલે કંકમુનિએ કહ્યું ‘ જેના સારથિ બૃહન્નડા થયા છે એવા કુમારને વિજય કેમ સુલભ ન હોય ? અહીં નગરમાં આવતાંજ અર્જુન રથમાંથી ઉતરી પાતાને સ્થાનકે ગયા, અને ઉત્તર કુમાર સભામાં આવી રાજાને નમીને બેઠા. કુમાર એક્લ્યા ‘ હૈ પિતાશ્રી ! જેનાથી મેં વિજય મેળવ્યા છે. તે આજથી ત્રીજે દિવસે બંધુઓસહિત સ્વયમેવ પ્રગટ થશે.’
ત્રીજો દિવસ આવ્યો એટલે યુધિષ્ઠિરે શુદ્ધવસ્ત્ર પહેરી અદ્વૈતની પૂજા કરી ક્ષુદ્ર દેવતાને બલિદાન આપ્યું. પછી ચારે ભાઈએ પેાતપેાતાનું સ્વરૂપ ધારણ કરી હર્ષથી આવીને સિંહાસનપર બેઠેલા ધર્મપુત્રને નમરકાર કર્યાં. વિરાટ રાજાએ પણ ત્યાં આવીને પ્રણામ કર્યાં; અને ‘ આ રાજ્ય, આ સંપત્તિ અને બીજું જે કાંઇ અહીં છે તે સર્વે તમાજ છે' એમ કહી વિરાટરાજાએ વિજ્ઞપ્તિ કરી, એટલે ધર્મ રાજા કેટલાક દિવસ સુખે ત્યાં રહ્યા. એકદા વિરાટરાજાએ પાતાની પુત્રી ઉત્તરા અર્જુનના પુત્ર અભિમન્યુને ચાગ્ય છે, એવું ધર્મપુત્રને જણાવ્યું, તેથી ધર્મપુત્રે દૂત માફલીને દ્વારિકામાં રહેલા અભિમન્યુને બેાલાન્યા. પેાતાના ભાણેજને લઈ
૫૩
For Private and Personal Use Only