________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૧૨ મે. ]
દુર્યોધનના સૈન્યનો પરાભવ, અર્જુનનું સારથિપણું.
૪૧૫
કરતા સૈન્ય લઇને શત્રુએની પાછળ દાડયો. સૂર્ય, શંખ અને મંદિરાધ વિગેરે પુત્રોની સાથે યેદ્દાઓનું વૃં તૈયાર કરી આવેલા તેણે શત્રુએને ચાર બાજીથી ઘેરી લીધા. પરસ્પર અમર્ષ ધરીને રણમાં તાંડવ કરતાં તે વીરાના શત્રુધાતક બાણાથી આકાશ છવાઈ રહ્યું. તે વખતે અંધકારના સૂર્યનાશ કરે તેમ વિરાટપતિએ ક્ષણવારમાં હજારો શત્રુએનો નાશ કર્યાં. એટલામાં સૂર્ય પણ અરત પામી ગયા. તે વખતે પેાતાના અનેક સુભટાના સંહારથી ક્રોધ પામેલા સુશર્માંરાજા ધનુષ્ના ધ્વનિ કરતા મત્સ્યપતિ ઉપર દાડયો. જ્યારે ત્રિગત્તદેશના રવામી સુ શર્માએ ક્રોધથી શસ્ત્રોના વર્ષાદ વર્ણવવા માંડયો, ત્યારે વિરાટરાજાનું સર્વ સૈન્ય વીખરાઈ ગયું. માત્ર એક વિરાટરાજાજ સ્થિર રહ્યો. સુશર્માએ ઉદંડ ખાણેનું જાળ મૂકતાં રણસાગરમાં મત્સ્યરાજા મત્સ્યની જેમ વિધુર થઈ ગયા. ક્ષણવારમાં શસ્ત્ર અને રથવગરના થઈ ગયેલા વિરાટરાજને ખાંધી રથમાં નાખીને સુશર્મા સૈન્યસહિત પાછા વળ્યા. તે ખખર સાંભળી ઉન્મત્ત થયેલા યુધિષ્ઠિર, ભીમ, નકુલ અને સહદેવ ક્રોધ પામી તેની પછવાડે જઈ સુશર્માની સેનાને અત્યંત ઉપદ્રવ કરવા લાગ્યા. તે વખતે ‘ હું તમારા દાસ છું અને તમને એશ્વર્ય આપીશ ” એમ બેલતા ત્રિગર્જાપતિ સુશર્માને ભીમે બાંધી લીધે અને ક્ષણવારમાં વિરાટપતિને છુટા કર્યાં. તે વખતે હર્ષ પામેલા વિરાટરાજા ધર્મપુત્રે કહેલું પાંડવોનું આખ્યાન સાંભળવા તત્પર થઈ ઉત્સવપૂર્વક ત્યાંજ રાત્રિ રહ્યો.
બીજે દિવસે વિરાટનગરની ઉત્તર દિશામાં રહેલી ગાયાને અવિચારી દુઃધને હરી લીધી. તે ખખર ગેાપાળે સત્વર આવી અંતઃપુરમાં રહેલા વિરાટ પતિના પુત્ર ઉત્તર કુમારને કહ્યા. તે સાંભળીને રાષથી ઉલ્લાસિત વીર્યવાળા ઉત્તરકુમારે માતાઓની પાસે આવીને કહ્યું ‘ મારે યુદ્ધ કરવા જવું છે, પણ મારી પાસે કાઈ સારા સારથિ નથી, નહિ તે હું એકલેાજ કાપથી પવનની જેમ કૌરવશત્રુના સૈન્યરૂપ વૃક્ષાની શ્રેણીને ઉન્મૂલન કરી નાખું. તેના ઉગ્ર પરાક્રમવાળાં વચન સાંભળી દ્રૌપદીને અંતરમાં મત્સર થયે; તેથી તે તત્કાળ બેાલી ‘ હે રાજકુમાર ! તમારી બેનના કલાચાર્ય જે બૃહન્નડ નામે છે, તે વીરજનને મર્દન કરે તેવા અજ્જુનના સારથિ છે, તેા ઇચ્છાનુસાર વર્તનાર તે પુરૂષ તમારા પણ સારથિ થશે. તે સાંભળી ઉત્તરકુમારે પોતાની નાની બેનને માકલી બૃહન્નડને બાલાવ્યા. તેણે ઉત્તરકુમારના બહુ આગ્રહથી સારથિપણું કરવાને સ્વીકાર્યું.યુવતિજનને હાસ્ય કરાવવા પ્રથમ અર્જુને અવળું બખતર પહેર્યું, પછી રધમાં બેઠા. અર્જુને હાંકેલા અશ્વોના વેગથી તત્કાળ ઉત્તરકુમાર ગાજતા મેાટા હાથીએથી ઉન્નત એવી કૌ
૧ ક્રોધ.
For Private and Personal Use Only