________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૮ શત્રુંજય માહાસ્ય.
[ ખંડ ૨ જે. કૃષ્ણ પણ ત્યાં આવ્યા. પછી મર્યાદેશના વિરાટરાજાને અને પાંડને હર્ષ આ પતા એવા કૃષ્ણ શુભ દિવસે અભિમન્યુ અને ઉત્તરાને વિવાહ મહોત્સવ કર્યો. અન્યદા વિરાટની આજ્ઞા મેળવીને હર્ષિત થયેલા કૃષ્ણપિતાની ફુઈને અને પાંડવોને દ્વારકામાં લઈ ગયા. ત્યાં બાકીના ચાર પાંડે તેનાં માતાપિતાએ હર્ષથી આપેલી ચાર યાદની કન્યાઓને પરણ્યા.
એકવખતે રૂમિણીએ સ્વમામાં શ્વેત બલદની ઉપર રહેલા વિમાનમાં પોતે બેઠેલી હોય તેમ જોઈ તે હકીકત કૃષ્ણને કહી. કૃણે કહ્યું “તમારે પુત્ર થશે.” તે સાંભળી કઈ દાસીએ તે ખબર સત્યભામાને આપ્યા એટલે સત્યભામા કૃષ્ણની પાસે આવી કહેવા લાગીઃ “મેં સ્વમામાં એક મેટ હાથી છે. તેની ચેષ્ટા ઉપરથી તેનું વચન ખોટું જાણી કૃષ્ણ કહ્યું તું ખેટ ખેદ કર નહિ. સત્યભામા બોલી જે આખોટું હોય છે, જેને પુત્ર પ્રથમ પરણે તેને બીજીએ પોતાના કેશ આપવા. તેના સાક્ષી અને જામીન લઈ બંને સ્ત્રીઓ સ્વરથાનકે ગઈ. દૈવયોગે બંનેએ ઉત્તમ ગર્ભ ધારણ કર્યો. પ્રતિકારક હોવાને લીધે રૂકિમણીને પુત્ર પ્રધુમ્રનામે થે અને સત્યભામાને ભાનુનામે પુત્ર થશે. બંને પરસ્પર સ્પર્ધા કરવા લાગી. પૂર્વનાં વૈરથી ધૂમકેતુ નામને કઈ દેવ રુકિમણને વેષ લઈ કૃષ્ણ પાસે આવી પ્રધુમ્રને લઈને વૈતાઢ્યગિરિ પર ચાલ્યો ગયો. ત્યાં એક ટંકશિલા પર તેને મૂકી તે દેવ અંતર્ધાન થઈ ગયે. તેવામાં કાલસંવર નામને કાઈ ખેચર ત્યાંથી નીકળ્યો. તે બાળકને લઈને પિતાનાં નગરમાં આવે. તેણે કનકમાલા નામની પિતાની પત્નીને પુત્રપણે અર્પણ કર્યો, અને “આજે મારે પુત્ર થે” એવી નગરમાં આ ણું કરાવી. પુત્રવત્ પ્રીતિથી લાલન કરાવે તે કુમાર ત્યાં મેટ થે. સુવર્ણના જેવી કાંતિવાળા તે પુત્રનું ત્યાં પણ પ્રધુમ્ર એવું નામ પડ્યું. તે પુત્રના વિયેગથી કૃષ્ણને દુઃખી થયેલા જાણી સિમંધર સ્વામીને પૂછી નારદે ત્યાં આવી પુત્રને વૃત્તાંત કહીને તેમને ખુશી કર્યા. રૂકિમણુએ પૂર્વભવે એક મયૂરીનાં ઇંડાને લઈ કેશરીઆ હાથવડે રંગીને તેની પાસે મુકી મયૂરીને બ્રમથી છેતરી હતી, તેથી આ ભવમાં તેને પુત્રને વિયેાગ થયેલો છે. આ પ્રમાણે ભગવંતનું કહેલ વૃત્તાંત નારદ પાસેથી સાંભળ્યું, અને નારદ પ્રત્યક્ષ તેને જોઈ આવ્યાનું કહીને પોતાને સ્થાનકે ગયા. તે પ્રસંગે સોળ વર્ષ પછી તારે પુત્રની સાથે મેળાપ થશે એવું આહંત વચન સાંભળી રૂકિમણું સ્વસ્થ થઈને રહેવા લાગી.
હવે અહિં કાલસંવર ખેચરને ત્યાં પ્રદ્યુમ્ર સર્વશાસ્ત્ર તથા અસ્ત્રોમાં કુશળ, તેમજ પરાક્રમી થયે અને યૌવન પામતાં યુવતિઓના ચિત્તમાં પ્રશ્ન (કામદેવ) જે
૧ અર્જુન પ્રથમ સુભદ્રાને પરણ્યા હતા તેથી તેના સિવાય બીજા ચાર.
For Private and Personal Use Only