________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૧
સર્ગ ૧૨ મે. ]
પ્રદ્યુમ્ર બતાવેલ ચમત્કાર. અને પિતે ક્ષીર કરવા માંડી. કપટ મુનિએ વિદ્યાબળથી ક્ષણવારમાં તેના સર્વ પદાર્થો બાળી નાખ્યા, તેથી રુકિમણી ખેદ પામી ગઈ એટલે તેણે કૃષ્ણને ખાવાના મોદક માગ્યા. રૂક્મિણ બેલી તે મોદક કૃષ્ણથી જ જીરવાય તેવા છે, બીજાઓથી દુર્જર છે (પચે કે જો તેવા નથી, તેથી હું તમને આપીને ઋષિહત્યા કરીશ નહિ.” મુનિ બોલ્યા “તપના પ્રભાવથી મારે કાંઇપણ દુર્જર નથી.” પછી શંકાયુક્ત ચિત્તે રૂકિમણીએ એક એક માદક આપવા માંડ્યો. તે બીજે ન આપે તેટલામાં તો મુનિ પેલે મોદક સત્વર ખાઈ જવા માંડ્યા. તે જોઈ વિરમય પામેલી રુકિમણી હાસ્યકરીને બોલી “મુનિ! તમે ખરેખરા બલવાનું જણાઓ છે! અહિં કુળદેવીનાં નામને જપતી સત્યભામા પાસે આવીને તેના સેવક લેકે કહેવા લાગ્યા “આપણું વન પુષ્પફળ વગરનું થઈ ગયું, ગામમાં ઘાસની દુકાને ઘાસવિનાની બની ગઈ, જળાશયે નિર્જળ થઈ ગયા, ભાનુકા ઘોડા ઉપરથી પડી ગયે, જાનમાંથી કન્યાનું હરણ થયું, અને પેલે વિપ્ર જતો રહ્યો તે સાંભળી ખેદ પામતી સત્યભામાએ ક્રોધથી હાથમાં ડાબલા આપીને દાસીઓને કેશ લેવાને માટે રૂકિમણીને ઘેર મેકલી. કપટી સાધુએ માયાવડે સત્યભામાના કેશથી જ પાત્રોને પૂરી દીધાં. અને રુકિમણું કેશ આપતાં નથી એમ કહીને તેને પાછી સત્યભામાની પાસે મોકલી. એટલે સત્યભામાએ જામીન થયેલા કૃષ્ણની પાસે રૂકિમણુના કેશ માગ્યા. કૃષ્ણ કહ્યું “તુંજ મુંડિત થઈ છે, હવે બીજાના કેશનું શું કામ છે ?” ત્યારે તે બોલી “હાસ્ય કરો નહિ, મને કેશ લાવી આપો.” પછી કૃષ્ણ કેશ લેવાને માટે બલભદ્રને રૂકિમણને ઘેર મોકલ્યા. ત્યાં પ્રધુમ્ર વિકલું કૃષ્ણનું રૂપ જોઈ તેને ત્યાં આવેલા જાણું લજજા પામીને પાછા ગયા. ત્યાંથી સભામાં આવ્યા ત્યાં પણ કૃષ્ણને જોઈ રામ બેલ્યા “તમે બે રૂપ લઈ તમારી વધૂને અને મને લજવી દીધા.' હરિએ બલભદ્રને અને ભામાને સોગનપૂર્વક કહ્યું હું ત્યાં ગયેજ નથી.” તથાપિ સત્યભામા એ તમારી જ માયા છે એમ બોલતી પોતાના મંદીરમાં ગઈ.
અહિં નારદે આવી રુકિમણુને કહ્યું “આ પ્રદ્યુમ્ર નામે તમારો પુત્ર છે' એટલે તત્કાળ પિતાનું સ્વરૂપ અંગીકાર કરી પ્રદ્યુ તેના ચરણમાં પ્રણામ કર્યો. જેનાં સ્તનમાંથી દૂધ ઝરે છે એવી રુકિમણુએ તેને આલિંગન કર્યું. પ્રધુમ્ર બે બહે માતા ! હમણાં પિતાની આગળ અને પ્રગટ કરશો નહિ.” એમ કહી માયાવડે રથ વિકર્વી તેમાં રૂકિમણીને બેસાડીને તે ચાલી નીકળે. લેકને ક્ષેભ કરે તેવો તેણે શંખને નાદ કર્યો અને બે હું આ રૂકિમણને હરી જાઉં છું, જે કૃષ્ણ બળવાન હોય તો તેની રક્ષા કરે.” એમ બોલતો બેલ વેગથી તે નગરની બહાર
For Private and Personal Use Only