________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૦
શત્રુંજય માહામ્ય.
[અંડર જે.
પર બેસી નગરની બહાર ખેલવા લાગ્યું. તેના ઉત્તમ ઘડાને જોઈ સત્યભામાના પુત્ર ભાનુને મૂલ્યથી લેવાની ઈચ્છા થઇ. તેથી તે અશ્વની ઉપર બેસી ભાનુ ખેલાવવા લાગ્યા. તત્કાળ પ્રધુની માયાથી તે અશ્વથી પડી ગયે. એટલે લેકેએ હાસ્ય કરવાથી તે શરમાઈને નગરમાં ચાલ્યો ગયે.
પછી પ્રદ્યુમ્ર બ્રાહ્મણને વેષ લઈ વેદ ભણત નગરમાં આવ્યું. ત્યાં સત્યભામાની કુજા (કુબડી) દાસીને વિદ્યાથી સરલ કરી, અને તે માયાવિખે કુજાદાસીની પાસે યથેચ્છ ભજન માગ્યું. દાસીએ પોતાની સાથે આવવા કહ્યું, એટલે તે દાસીની સાથે સત્યભામાના મંદિરમાં ગયે. સત્યભામાએ તેને આસન ઉપર બેસાર્યો. પછી કહ્યું હે દ્વિજ! મને રૂકિમણીથી અધિક રૂપવંતી કર. કપટી બ્રાહ્મણે કહ્યું “જો એવી ઈચ્છા હોય તે તત્કાળ વિરૂપા થઈજા. તેનાં વચનથી સત્યસામાં માથું મુંડાવી જીર્ણ વસ્ત્ર પહેરી અને અંજનથી વ્યાપ્ત થઈ કુરૂપ થઈ ગઈ. પછી કુળદેવી પાસે જઈ માયાવિકના શિખવ્યા પ્રમાણે બડબડ વાણી બોલવા લાગી, અને કપટી વિપ્રને ભોજન કરવા બેસા. તેણે વિદ્યાશક્તિથી ભેજન કરતાં સર્વ અન્નપાન ખુટાડી દીધાં, એટલે દાસીઓએ તેને ઉઠાડી મૂક્યું. પછી પ્રધુમ્ર બાલમુનિને વેષે રુકિમણને ઘેર ગયે. તેના દર્શન માત્રથી રુકિમણને અત્યંત પ્રીતિ ઉત્પન્ન થઈ. પછી તેને માટે આસન લેવાને રુકિમણી ઘરમાં ગઈ એટલે પછવાડેથી તે કૃષ્ણના રમણુંય સિંહાસન ઉપર બેસી ગયે. તેને ત્યાં બેઠેલ જોઈ રુકિમણું બેલી “આ સિંહાસન ઉપર કૃષ્ણ કે કૃષ્ણના પુત્રવિના જે બીજો કોઈ પુરૂષ બેસે તો દેવતાઓ તેને સહન કરી શક્તા નથી. તે છેલ્લે “તપના પ્રભાવથી મારી ઉપર દેવતાની શક્તિ ચાલતી નથી. હું સોળ વર્ષપર્યત તપ કરીને આજ અહિં પારણાને માટે આવ્યો છું માટે મને ભિક્ષા આપે, અને જે ભિક્ષા આપે તેમ ના હોય તો તેવું કહે એટલે હું સત્યભામાને ઘેર જાઉં.” આવાં તેનાં વચન સાંભળી ફકિમણું બોલી “ઉદ્વેગને લીધે મેં આજે કાંઈપણ રાંધ્યું નથી. તેણે ઉગનું કારણ પૂછયું, એટલે તે બોલી “મેં મસ્તકનું દાન કરી કુળદેવીની આરાધના કરી હતી, ત્યારે તેણે આજે મને પુત્રને મેળાપ થશે એમ કહ્યું હતું. વળી તેણે પુત્રના આવવાની નિશાનીમાં આ આમ્રવૃક્ષને પુષ્પો આવવાનું કહ્યું હતું, તે પુષ્પો તે આજે આવ્યા પણ પુત્રને મેળાપ હજુ થયે નહિ; માટે હવે તમે પણ તેને વિચાર કરીને કહે કે મને મારા પુત્ર ક્યારે મળશે ? બાલમુનિ બેલ્યા “ખાલી હાથે પ્રશહેરા સફલ થતી નથી. રૂમિણુએ કહ્યું “તમને શું આપું?” તેણે કહ્યું “મને ક્ષીર કરીને આપે.' પછી રુકિમણીએ ક્ષીર કરવાને માટે સર્વ દ્રવ્ય ભેગાં કરાવ્યાં,
For Private and Personal Use Only