________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૦ શત્રુંજય માહાભ્ય.
[ ખંડ ૨ જે. દુર્યોધનના જાણવામાં આવતાં તે અંતરમાં ખેદ છતાં ઉપરથી હર્ષ બતાવવા લાગે. દુર્યોધનને તે ભાવ જાણી વિદુરે પ્રિયંવદ નામના એક સેવકને પાંડની પાસે મોકલ્ય. વૈતવનમાં આવીને તેણે પાંડવોને અક્ષય સુખના કારણરૂપ વિદુરને આ પ્રમાણેને સંદેશ કો –“વિદુરે કહ્યું છે કે દુર્યોધન તમને દ્વૈતવનમાં રહેલા જાણ કણને લઈ ત્યાં આવશે, માટે મારી આજ્ઞાથી તમારે તે વન છેડી દેવું.” તે સાંભળી દ્રૌપદી આકુળ વ્યાકુળ થઈને બેલી “તે પાપીઓ અદ્યાપિ આપણી ઉપર શું શું કરશે ? સત્યતાથી રાજય, દેશ, સેના અને ધન છેડી દીધાં તો પણ હજુ શું અધુરૂં રહેલું છે ? હું તમને પાંચ પાંડને વરી તેથી મને ધિક્કાર છે! અને તમારા ક્ષાત્રને, વીર્યને અને શસ્ત્રગ્રહણને પણ ધિક્કાર છે ! હે માતા ! તમે વીરપતી છતાં આવા કલીબે પુત્રોને જન્મ આપે છે કે જેથી તે વખતે કૌરએ સભા વચ્ચે મારી તેવી વિડંબના કરી તેને પણ આર્યપુત્રોએ સહન કરી ! અને આપણે રાજયે છેડી વનને આશ્રય કર્યો, તથાપિ ધૃતરાષ્ટ્રના પુત્રો વૈરથી વિરામ પામતા નથી.” આવાં કાંતા દ્રૌપદીનાં વચન સાંભળી ભીમસેન જાણે મૂર્તિમાન્ વીરરસ હોય તેમ પિતાને હાથ પૃથ્વી પર પછાડ ઊભે થયે. અને મેઘની જેમ ઉર્જિત ગર્જના કરીને ક્રોધથી હાથી, સિંહ અને અષ્ટાપદને પણ ક્ષેભ પમાડે તે ધનુષ્યને ટંકાર કર્યો. જાણે તેમના પ્રતિબિંબ હોય તેવા નકુલ અને સહદેવ પણ રાતાં નેત્ર કરીને ખર્ગને ઉછાળવા લાગ્યા. શત્રુરૂપ હસ્તીઓમાં સિંહ જેવા તેઓને ક્ષોભ પામેલા જોઈ ધર્મકુમારે કહ્યું “હે મહાવીર ! શાંત થાઓ, શત્રુઓને હરે તેવું તમારું બળ હું જાણું છું. યુદ્ધમાં ઉદ્યત થયેલા એવા તમારાથી મારું વચન મિથ્યા ન થાય માટે આપણા કબુલ કરેલા ઠરાવમાં બાકી રહેલે કાળ પૂરો થતાં સુધી રાહ જુઓ. ” આવી જયેષ્ઠબંધુની આજ્ઞા થતાં સર્વે અનુજ પાછા પિતાની પ્રકૃતિમાં સ્થિત થઈ ગયા. કારણ કે જેણમાસની આજ્ઞાથી નદીને પ્રવાહ પણ અસલ રિસ્થતિમાં આ વેછે. યુધિષ્ઠિરે પ્રિયંવદને સામે સંદેશો કહી તેનું સન્માન કરી હૃદયમાં વિદુરનાં વચને ધારી લઈને વિદાય કર્યો.
પછી પાંડવો દ્વૈતવનને છોડીગંધમાદન પર્વતમાં રહેવા ગયા. ત્યાં આગળ ઇંદ્રિકલ નામને પર્વત તેમણે જોયે. એટલે અર્જુન સમય આવેલે જાણું યુધિષ્ઠિરને જણાવિને તત્કાળ એકાગ્ર મને વિદ્યા સાધવા માટે તે ગિરિમાં ગયો. ત્યાં શ્રીયુગાદિ પ્રભુને નમી પવિત્ર થઈને મણિચૂડપ્રમુખ ખેચરે પાસેથી પ્રાપ્ત કરેલી વિદ્યાઓ સાધવાને ૧ નપુંસક. ૨ મેટાસ્વરથી.
For Private and Personal Use Only