________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૦
શત્રુંજય માહાભ્ય.
[ ખંડ ૨ જે.
પાનથી જ, સંસારી જીવ જેમ મોહથી મૂછિત થાય તેમ તે સર્વે અકસ્માત મૂર્ષિત થઈને પૃથ્વીઉપર આળોટવા લાગ્યા. “ હા! વિધિને ક્રમ કે છે ! ' એવામાં પિતાના પતિની શોધમાં ફરતી ફરતી દ્રૌપદી ત્યાં આવી ચડી. પતિઓને પૃથ્વી પર આમતેમ તરફડતા જોઈ દુઃખાર્ત અને અચેતન થઈને તે દશે દિશાએમાં જોવા લાગી. તેવામાં લતાજાળવડે કેશને બાંધતી, અને વકલના વસ્ત્રને ધારણ કરતી કોઈ પુરંધી તેની આગળ આવી, તે આગળ રહેલી સ્ત્રીને જેવામાં દ્રૌપદી બરાબર વિવેકથી જેવા લાગી તેવામાં ગળીની જેવા શ્યામ અંગવાળી, ધુમ્રશ્રેણિની જેમ આકાશના અગ્રભાગમાં રહેલી, દાવાનળની જેવા વિશીર્ણ અને કપિલ કેશને મસ્તક પર ધારણ કરતી, તેની વચમાં તીવ્ર લેચન અને કપાળને રાખતી, એક હાથમાં કપાળ અને એક હાથમાં ખડ્ઝને ધારણ કરનારી, તેમજ અટ્ટહાસ કરતી અતિ ભયંકર કૃત્યા હાથમાં કૃત્તિને રાખીને પ્રગટ થઈ. ત્યાં પાંડવોને આમ તેમ આળોટતા જોઈ, પિતાનું કાર્ય કરવામાં ઉન્મની થતી તે મુખમાં જિહાને હલાવતી તેમની આસપાસ ફરવા લાગી. તેનાં દર્શનથી કંપતી દ્રૌપદી ભિલે નાયકને હૃદયમાં કરી તે અકૃત્ય કરનારી કૃત્યાપ્રત્યે બોલી, “હે દેવિ ! તમારા આવવાના પવનથી આ ચર્મદેહી પ્રાણીઓ ભયથી મૂછ પામી ગયા છે, અને તેઓ ક્ષણવારમાં પ્રાણને પણ છોડી દેશે એમ જથાય છે. ત્રણ જગતને વિષે દેવ, દૈત્ય અને મનુષ્યમાં કેઈ એ પુરૂષ નથી કે જે ઈંદ્રનાં વજની જેમ તમારા ક્રોધને સહન કરી શકે. હે દેવિ ! વયમેવ જ મરેલા આ સર્વને મારવાનો વિચાર તમે શા માટે કરે છે ? તેઓને મારવાથી તમારું કાંઈ પણ પરાક્રમ ગણાશે નહિ. આ પ્રમાણે દ્રૌપદીએ ભક્તિસહિત યુક્તિવડે તેને સમજાવી એટલે તે પિતાને કૃતકૃત્ય માનતી અને હાસ્ય કરતી કરતી કોઈ ઠેકાણે ચાલી ગઈ.
તેના ગયા પછી દ્રૌપદી પાસે આવી પાંડવોને જોવા લાગી એટલે તેમને મૃતપ્રાય જાણે મૂછિત થઈ અને પછી ભલ્તર વિનાની સ્ત્રીની જેમ વારંવાર ઊંચે સ્વરે વિલાપ કરવા લાગી. પાસે ઊભેલી ભિલ્લની સ્ત્રીએ તેનાં આંસુ લુંછીને કહ્યું “હે સુશીલા ! હે બાળા ! આ અરણ્યમાં વૃથા રૂદન શા માટે કરે છે ? હે યજ્ઞજા ! આ સર્વે માયાથી મૂછ પામેલા છે, તેથી તેઓને મણિકાળા નદીના જળથી, શીલવડે અન્ય ગુણેની જેમ, પાછા સજીવન કર” તે સાંભળી દ્રૌપદી ખુશી થઈ, અને પાસેની મણિકાળા નદીનું જળ લાવી અમૃતની જેમ તેનું સિંચન કરીને તેઓને સજીવન કર્યા. અકસ્માત સુઈને ઉડયા હોય તેમ ઉઠીને પાંડવો આશ્ચર્ય પામી દ્રૌપ૧ ભિલની સ્ત્રી.
For Private and Personal Use Only