________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૧૨ મે.] દુર્યોધનનું કપટસૂત્ર, પાંડવોની તપશ્ચર્યા.
૪૦૯ ર્વક પરમેષ્ટીની સ્તુતિ તથા ધ્યાનમાં નિશ્ચળ થઈને રહેવા લાગ્યા. ટાઢ, તડકે વિગેરે લેશને સહન કરતા સમાધિપૂર્વક જિનધ્યાનમાં તત્પરપણે તેમણે સાત દિવસ નિર્ગમન કર્યા. આઠમે દિવસે દિશાઓનાં મુખમાંથી પ્રચંડતાને સ્પષ્ટ કરતો અને પર્વતનાં શિખરને ખંડિત કરતો અકરમાત્ વાયુ ઉત્પન્ન થયે; તેથી કંપાયમાન થયેલાં વૃક્ષોની શાખાને હલાવો અને પર્વતની ઉપરના મોટા પાષાણને વિચિત્રરીતે દડાની જેમ ઉછાળતો પવન તેમને હર્ષને માટે થયો. જેમ જેમ પર્વતને પણ હલાવે તે મહાવાયુ વાવા લાગે તેમ તેમ પાંડવોને ધ્યાનરૂપ દીપક વધારે નિશ્ચળ થવા લાગે. તે સમયે અશ્વોના હૈષારવથી, સુભટોના સિંહનાદેથી, રથના ચીત્કારથી અને નિઃસ્વાન પ્રમુખ વાજિંત્રોથી પર્વતોને પણ ફાડતું, વર્ષાકાળના મેઘની જેમ ચારે દિશાઓમાંથી ભેગું થતું, નરસાગરથી ઉછળતું અને રજથી આકાશને વ્યામ કરતું મોટું સૈન્ય ત્યાં આવ્યું. તેમાંથી કોઈએક પુરૂષ તેમની નજીક આવી ધ્યાન ધરતી કુંતી અને દ્રૌપદીને ઉપાડી ઘોડાના રકંધપર બેસારી પિતાના કટકમાં ચાલ્યો ગયો. “હે વત્સ!હે રણમાં શૂરવીર ! હે માતૃવત્સલે! હે ભીમાજૂન ! આ લેકે અમને મારે છે, તેનાથી અમારી રક્ષા કરો.” આ પ્રમાણે તેમનો અતિ રેષવાળો ચાબુકને પ્રહાર સહન કરતી અને દ્રૌપદીની સાથે રહેલી કુંતીએ ઊંચે સ્વરે પિકાર કરવા માંડ્યો. તે સાંભળી ધ્યાનથી વિધુર થઈ પાંડવો રેષવડે પતિપિતાનાં શસ્ત્રો લઈ, પ્રલયકાળના સમુદ્રની જેમ સિંહનાદથી ગર્જના કરતા ચાલ્યા. અને આકાશમાં કરેલી અપાર બાણવૃષ્ટિથી શત્રુનું બધું સૈન્ય જાળમાં પૂરેલાં પક્ષીની જેવું જણાવા લાગ્યું. પૂર્ણ રણુરંગ ધરી ધર્મપુત્ર હાથમાં ખડ્ઝ લઈને ઊંચી ફણ ધરનાર કૃષ્ણ સર્પની જેમ પ્રકાશવા લાગ્યા. યુદ્ધકુશળ ભીમસેન કાંકરાની જેમ હાથીને અને ધાન્યના કણની જેમ શત્રુઓના સમૂહને ગદાવડે ખંડિત કરવા લાગે. અખલિત બાણની શ્રેણિને વર્ષાવતા નકુલ અને સહદેવ સેનામાં વિચરતા દુર થઈ પડ્યા. ક્ષણવારમાં અર્જુનના હાથના બાણોથી સર્વસૈન્ય દીનતા પામી ગયું અને સર્વ દિશાઓમાં તત્કાળ અદૃશ્ય થઈ ગયું. એ વખતે તે સર્વ સૈન્ય ક્ષણવાર જોયેલા દ્રવ્યની જેમ નષ્ટ થયું, તે વખતે ધમૅરાજાને હોઠનું શોષણ કરે તેવી જળની તૃષા લાગી, અને તે કૃત્યાની જેમ અતિ પીડા કરવા લાગી. બીજા સર્વ પણ તૃષાતુર થયા, એટલે તેઓ જળ શોધવા લાગ્યા. આગળ જતાં કમળથી શોભતું એક સરોવર તેમના જેવામાં આવ્યું. ઊંચા તરંગના અગ્રભાગઉપર રહેલા રાજહંસવડે શોભિત તે સરોવરમાંથી સર્વેએ તૃષાતુર હોવાથી આદરપૂર્વક કંડસુધી જળ પીધું. જળનું પાન કર્યાને થોડીવાર થઈ ત્યાં તો તે જળ
For Private and Personal Use Only