________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૧૨ મો. ] જયદ્રથનું કપટ, કુંતીનું વાત્સલ્ય.
૪૦૭ જૈન પાસે આવીને ન અને દુર્યોધનને છોડી દીધું. અને વિદ્યાધરને હર્ષ પમાડે તેવી અને નીતિથી સજીવન એવી વાણુ બે હે સખા! અર્જુન છું અને ગુરૂજનનાં વચનથી બંધાઈને મેં આપ્રમાણે કર્યું છે, માટે દુર્યોધનને સાથે લઈ તમે મારા વડિલબંધપાસે આવી તેમને નમી “હું નિરપરાધી છું” એમ જણાવી મને સત્ય પ્રતિજ્ઞાવાળે કરે.” અર્જુનનાં આવાં વચન સાંભળી ચિત્રાંગદ વિદ્યાધર ખુશી થે. પછી તે મહદ્ધિમાન વિદ્યાધર વિમાનમાં બેસી અર્જુનને અગ્રેસર કરીને ધર્મપુત્રની પાસે આવ્યા. યુધિષ્ઠિરને જોતાંજ મસ્તકમાં પીડા થતી હેય તેમ અતિ કેપ કરતે દુર્યોધન તેમને નમે નહીં–જાણે જડી લીધે હેય તેમ અક્કડ થઈ રહ્યો. અનેક વિધાધરોની સાથે ચિત્રાંગદે જેમના ચરણમાં પ્રણામ કર્યો છે એવા યુધિષ્ઠિર વારંવાર નેહ ભરેલી દૃષ્ટિએ દુર્યોધનને જોવા લાગ્યા; એટલે ચિત્રાંગદે “હે મૂઢ! જે આ તારા વડિલ, તારા અન્યાયને સહન કરનાર અને તને જીવાડનારા છે, તેને પણ તું નમત નથી!' એમ કહીને બળાત્કારે દુધનને નમાવ્યો. પિતાને નમતા એવા દુર્યોધનને આલિંગન કરીને વાત્સલ્યધારી ધર્મપુત્રે પ્રીતિથી કુશળ પૂછયું, એટલે દુર્યોધને પોતાના ચિત્તપ્રમાણે કહ્યું કે “જેવીરીતે તમને રાજયથી ભ્રષ્ટતા અને શત્રુઓથી થતી પીડા શરમ ઉત્પન્ન કરે છે, તેવી રીતે આ તમને જે પ્રણામ કરે પડ્યો, તે મને પણ પીડા કરે છે. આવાં તેનાં વચન સાંભળીને પણ કપ નહિ કરતાં યુધિષ્ઠિરે તેને આશ્વાસન આપીને પ્રાણીઓ પાસે કર્મની જેમ તેને તેના નગરમાં મોકલ્યો. તેનાં સર્વ વૃત્તાંતને જાણીને ગાંગેય અને વિદુર પ્રમુખ સર્વે દુર્યોધનને પ્રતિબોધ કરવા લાગ્યા કે તે અર્જુનનું બળ જોયું? માટે હવે તેમની સાથે સંધિ કર. પણ ત્રિદોષનો વ્યાધિ જેમ વિવિધ ઔષધને ગણે નહિ, તેમ દુર્યોધને તેમનાં હિત વચન ગણ્યાં નહિ.
એકદા જયાં પાંડવો હતા તે માર્ગે થઈને ધૃતરાષ્ટ્રની પુત્રી દુશલ્યાને પતિ જયદ્રથરાજા જતો હતો, તેને કુંતીએ પિતાને જામાતા જાણી નિયંત્રણ કરીને રે અને સત્વર દિવ્યશક્તિથી ભેજન લાવીને તેને જમાડે. કારણકે સસ્ત્રીતિનું પ્રથમ ફળ ભેજન છે. ત્યાં જયદ્રથે કમળમુખી દ્રૌપદીને જોઈ. તેને જોતાંજ તેને મનરૂપી રાજહંસ તેણીનાં લાવણ્યરૂપ સરોવરમાં ખેલવાને ઉત્સુક થે. પછી એક વખતે કાંઈક છળ કરી પાંડવોને છેતરીને જ્યદ્રથ મૂર્તિમાન લક્ષ્મી હોય તેવી દ્રૌપદીને રથમાં બેસાડીને ચાલ્યો. તે ખબર પડતાં જ ક્રોધથી તેની પછવાડે દેડતા ભીમ અને અર્જુનને કુંતીએ કહ્યું “તે અપરાધી છતાં આપણે જામાતા છે, માટે તેને મારશો નહીં. અને તત્કાળ પછવાડે જઈ બાધારાની વૃષ્ટિથી
For Private and Personal Use Only