________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૧૨ મો. ]
તેરમા વરસનો નિવાસ, તે માટે યોગ્ય ગોઠવણ.
૪૩૧
દીનાં વચનથી બધી હકીકત સાંભળી, ચિત્તમાં વિચાર કરવા લાગ્યા કે હિં સૈન્ય સાથે કા રાજા આવ્યા ? દ્રૌપદીનું હરણ કાણે કર્યું ? વિષમય જળવાળું સરાવર અહીં યાંથી ? આ પ્રિયા દ્રૌપદી ભિલ્લુની સ્રીનાં વચનથી હું સ્વયમેવ કયાંથી આવી ! વળી તેણે અમૃત જેવા મણિકાળા નદીનાં જળથી આપણને શી રીતે જીવાડયા ! અહા ! શે। વિધિને વિલાસ છે? અરે ! શું આ તે ચિત્તને વિભ્રમ હશે ? અથવા શું દૈવનું ચેષ્ટિત હશે ! અથવા શું આશ્ચર્યકારી સ્વપ્નાનું વૃત્તાંત હશે ? આવી રીતે પાંડવેા ચિંતવતા હતા, તેવામાં તેજથી દિશાઓમાં પ્રકાશ કરતા કાઇ દેવ ત્યાં આવી શુદ્ધવાણીવડે તેમને કહેવા લાગ્યા “ હું ધર્મકુમાર ! આ કાર્યથી તમે ચિત્તમાં કેમ આશ્ચર્ય પામે છે ? આ સર્વ કૃત્યાના કર્ત્તવ્યને ઠગનારી મારી કરેલી માયા હતી. તમે કરેલાં અદ્વૈતનાં ધ્યાનથી સંતુષ્ટ થયેલા હું ઇંદ્રના સેનાપતિ હરિગમેષી દેવ છું અને મેં માયા કરીને તે મૃત્યાને ઠગી છે. હવે જ્યારે જરૂર પડે ત્યારે મને સંભારો, ” એમ કહી તેણે પાંડવાને કેટલાંક આભૂષણે આપ્યાં. પછી તેઓએ વિદ્યાય કરેલા તે પરમહૂિઁક દેવ પેાતાના સ્વર્ગમાં ગયા. પૂર્વનાં પુણ્યથી સર્વ દુઃખ અને ઉપાધિથી વિમુક્ત થયેલા પાંડવા પછી વિશેષે કરીને સમાધિસહિત પ્રભુના ધ્યાનમાં તત્પર થયા.
**
એક વખતે મધ્યાન્હકાળે રસાઈ તૈયાર થયેલી છે, તેવે અવસરે કાઈ માસ તપરવી પવિત્ર મુનિ પારણાને માટે ત્યાં આવ્યા, સાક્ષાત્ શમતારસરૂપ તે મુનિને જોઈ પાંડવાએ હર્ષના ઉત્કર્ષથી અશ્રુજળવડે પૃથ્વીને સિંચન કરતા તેમને નમસ્કાર કર્યો. પછી રામાંચ કંચુકને ધારણ કરતા, પાપરૂપ શત્રુને ભેવાને ઉદ્યત થયેલા અને હર્ષથી સ્તુતિ કરતા તેઓએ ભક્તિથી તે મુનિને દાન આપ્યું. તે વખતે આકાશમાં દુંદુભિ વાગી, સુવર્ણની વૃષ્ટિ થઈ, વસ્રોના ઉત્શેપ થયા અને જય જય શબ્દ થયા. પછી શાસન દેવીએ આકાશમાં રહીને કહ્યું “ હે વત્સા ! હું શાસન દેવી છું, અને તમારા દાનના માહાત્મ્યથી સંતુષ્ટ થયેલી છું. તમે દુ:સહપણે બાર વર્ષે ઉલ્લંધન કર્યાં છે, હવે તેરમું વર્ષ વેષના પરાવર્ત્ત કરી મત્સ્ય દેશમાં રહીને નિર્ગમન કરા, ’’ એમ કહી શાસનદેવી અંતર્હુિત થયા પછી પાંડવા પેાતાની કરેલી પ્રતિજ્ઞાનાનિવર્વાહ કરવાને માટે એકઠા થઈ શાસનદેવીનાં વચન સંબંધી વિચાર કરવા લાગ્યા. ધર્મરાજ બોલ્યા—“હું માનની સિદ્ધિના કારણરૂપ ક નામે બ્રાહ્મણનો વેષ લઈ વિરાટ રાજાને ઘેર રહીશ. ” ભીમે કહ્યું “હું વલ્લવ નામે રાજાના રસેાઇએ થઇને રહીશ.’ અર્જુન બાલ્યા ‘ હું બૃહન્નટ નામે નાટયકળા શિક્ષક થઇને રહીશ.'
""
For Private and Personal Use Only