________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શત્રુંજય માહાતમ્ય.
| [ખંડ ૨ જો. સર્ગ કર્યો. જાણે પુતળીઓ હોય તેમ કાઉસ્સગ દયાને નિચળ રહેલી તે સતીએને આઠ પહેર કષ્ટથી વીતી ગયા. બીજે દિવસે કિરણોથી અંધકારના સમૂહને દૂર કરનાર સૂર્યને ઉદય થતાં આકાશમાંથી ઉતરીને પાંડવોએ વેગથી આવી માતાને નમસ્કાર કર્યો. એટલે કુંતી માતાએ કાસર્ગ પારીને, નમી રહેલા પુત્રને કિંચિત્ ઉષ્ણ નેત્રાભૃવડે હર્ષથી નવરાવી દીધા. તેવામાં કોઈ સુવર્ણની છડીને ધરનારા છડીદારે આવી પાંડેના શ્રેષ્ઠ ચરિત્રોના કહેવા વડે વિરમય ઉત્પન્ન કરતાં કુંતીને કહ્યું “હે માતા ! કેવળજ્ઞાનને ઉત્સવ કરવા માટે આ રસ્તેથી ઇંદ્ર જતા હતા, તેવામાં તમારી ઉપર આવતાં તેમનું વિમાન ખલિત થઈ ગયું; તેથી તેને હેતુ જાણવામાટે ઇંદ્ર મને પ્રહિત નામના છડીદારને મોકલ્ય, મેં અહીં આવી તમે બંનેને જોઈને તેમને નિવેદન કર્યું, એટલે તમે બંને સતીનું પરમેષ્ઠી નમસ્કારરૂપ મહામંત્રનું ધ્યાનતેજ પોતાના વિમાનને રખલિત થવાના હેતુભૂત જાણી ઈંદ્ર તમે શામાટે ધ્યાન કરો છો તે વિષે ચિતવન કરી મને કહ્યું કે પાંચાલીના વચનથી પાંચે પાંડે સુવર્ણકમળ લેવાને માટે જેમાં મોટા ઉગ સુરે છે એવાં આ સરોવરમાં પેઠા, તેથી તે સરોવરને સ્વામી શંખચડ તેમને નાગપાશથી દૃઢ રીતે બાંધીને પાતાળમાં લઈ ગયો છે. અરે ધિક્કાર છે! ધિક્કાર છે ! કે કોઈએ પણ તેને અટકાવે નહીં. તે પાંડને માટે આ બન્ને સતીઓ પરમેષ્ટીની સ્તુતિ અને સ્મૃતિરૂપ ધ્યાન કરે છે, અને તેજ ખરેખરી રીતે આપણા વિમાનની મંદગતિ થવાનું કારણ છે; માટે મારી આજ્ઞાવડે તું પાતાળમાં જઈ શંખચૂડ પાસેથી તેમને છોડાવી સતીઓની પાસે લાવી તેમનું ધ્યાન મૂકાવ. આ ઇંદ્રને હુકમ થવાથી હું પાતાળમાં ગ, અને તે નાગપતિને આક્ષેપથી કહ્યું “રે શંખચૂડ ! આ નિરપરાધી અને સ્ત્રીવગરના પાંડને તે કેમ બાંધી લીધા છે?' તેણે કહ્યું “મારા સરોવરમાંથી કમળ લેવાની તેઓએ ઇચ્છા કરી, તેથી મેં તેમને બાંધી લીધા છે. પછી મેં તેને ઇંદ્રને નિર્દેશ કહી બતાવ્યું, એટલે તરતજ ઇંદ્રની આજ્ઞાથી શંખચૂડે તેમને સત્કાર કરીને પોતાના રાજયાસન ઉપર બેસાર્યા. કેમકે સુર, અસુર અને મનુષ્યને ઇંદ્રની આજ્ઞા માન્ય છે. તમારા ચરણકમળમાં ભ્રમરરૂપ પાંડવોએ તેનું રાજય લેવામાં નિરપૃહ થઈ રણસંગ્રામમાં અર્જુનની સાંનિધ્ય કરવાની તેની પાસે માગણી કરી. સર્પપતિએ તેમ કરવાનું અંગીકાર કરી અર્જુનને એક ઉત્તમ હાર, ધર્મકુમારને રતમય બાજુબંધ અને બીજાઓને હર્ષથી વિદ્યાઓ આપી. હે માતા ! પછી તેણે મારી સાથે આ તમારા ન્યાયનિષ્ઠ પુત્રોને મોકલ્યા છે. હવે ઇંદ્રની અખંડ આજ્ઞાને પાળનારા મને સત્વર રજા આપો.” પુત્રના આવવાથી થયેલા હ૧ નાગ, સર્પ. ૨ હુકમ.
For Private and Personal Use Only