________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૧૧ મે. ] પાંડવોને નાગદેવે કરેલો ઉપદ્રવ
૪૦૩ આકાશમાંથી એક સુવર્ણકમળ તેમની વચમાં પડયું, તેને દ્રૌપદીએ ગ્રહણ કર્યું. તે સુવર્ણકમળની સાથે પોતાનાં મુખની સદૃશતાને જતી દ્રૌપદી બે હાથે લઈ તેને સુંધી હર્ષ પામીને ભીમસેનને કહેવા લાગી “પ્રિયનાથ ! આવાં પ્રિયકમળો કઈ સરિતા કે સરોવરમાંથી મને લાવી આપ.” તેની આવી ઈચ્છા થતાં તત્કાળ ભીમસેન ગજેંદ્રની જેમ ચાલતો અને પંચ નમસ્કારનું મરણ કરતો તેવાં કમળ શોધવા વનમાં ગયે. તે સમયે વિપરીત ફળ બતાવતું યુધિષ્ઠિરનું વાચન અને કુંતીનું દક્ષિણલોચન ફરકયું. તેથી તેને મોટાં અપશકુનરૂપ જાણું ધર્મપુત્ર બંધુઓને કહ્યું “ભીમને પરાભવ કરવા ઉઘત થાય તે કોઈ મારા જેવામાં આવતો નથી; તથાપિ મારું નેત્ર કાંઈક ભીમને માટે અમંગળ સૂચવે છે; માટે ચાલે ઉઠો, અનુચરની જેમ આપણે તેની પછવાડે જઈએ.' પછી ત્યાંથી ઉઠીને તેઓ સર્વ ઠેકાણે ઘાટા વૃક્ષની ઘટામાં ફર્યા પણ નિગી જેમ નિધિને મેળવી શકે નહીં, તેમ તેઓ કઈ ઠેકાણે ભીમસેનને મેળવી શક્યા નહીં. આગળ જતાં તેઓ મોહથી મૂછ પામી પામીને પડવા લાગ્યા, ત્યારે તેઓએ હિડંબાનાં વચન સંભારીને, તત્કાળ તેનું સ્મરણ કર્યું. સ્મરણ કરતાં જ હિડંબા ત્યાં આવી, અને તેઓને સર્વને પિતાને માથે બેસારી ભીમની પાસે લઈ ગઈ, અને પછી પોતે પોતાને ઘેર ગઈ. ભીમે પિતાના સહેદર બંધુઓને પેલા પ% લાવવાને માટે સરોવર પાસે આવતાં માર્ગમાં પડેલી અડચણની વાર્તા કહી. તે જાણવાથી સર્વને અતિઆનંદ છે. પછી દ્રૌપદીની સુવર્ણકમળની ઈચ્છા પૂરવાને માટે ભીમસેન તે સરોવરમાં પેઠે. પેસતાંજ તે અદૃશ્ય થઈ ગયે. તેની પછવાડે અર્જુન પેઠે તે તે પણ અદૃશ્ય થશે કેમકે એકનેત્ર મીંચાતાં બીજું નેત્ર મીંચાઈ જ જાય છે. પછી યુધિષ્ઠિર અને તેની પછવાડે નકુલ સહદેવ સરોવરમાં પેઠા, તે તે પણ અદૃશ્ય થઈ ગયા; કારણ અંગનો એક પ્રદેશ ખેંચતાં સર્વ અંગ ખેચાય છે. શિકારી પ્રાણીઓથી ભરપૂર એવાં તે વનમાં કુંતી અને દ્રૌપદી પાંડવોને નહીં જેવાથી અને પિતે બે એકલી જ રહેવાથી આકુળ વ્યાકુળ થઈ ખેદ પામવા લાગ્યાં– હા દૈવ ! ત્રણ લેકમાં વીર, દેવ દાનવ અને રાક્ષસેથી પણ ક્ષોભ ન પામે તેવા એ પાંચે પાંડ સિંહની જેમ ક્યાં ચાલ્યા ગયા હશે ? અહો ! પાંડવ જેવા વીરને પણ આવી વિપત્તિ આવે છે! અહા! દૈવનું ચરિત્ર સદા અવિચાર્યજ છે. કેટલીકવાર સુધી આવી રીતે રૂદન કરીને પછી વિચારવા લાગી કે અહિ ચિંતા કરવાથી કે રૂદન કરવાથી શું વળશે, માટે અત્યારે તે પરમાત્માનું ધ્યાન કરવું જોઈએ, એમ વિચારીને તેમણે પરમેષ્ટીની સ્તુતિ તથા દયાનમાં તત્પર થઈ કા
For Private and Personal Use Only