________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૧૦ મે. ] ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુરના જન્મ.
૩૬૧ જે અખંડ પરાક્રમી થયે અને અંબાને વિદુર નામે પુત્ર થે, જે શત્રુઓને વિદારવામાં આદરવાનું થયે–એવી રીતે તે ત્રણે પુત્રો વિનયથી નમ્રપણે શોભવા લાગ્યા. કામદેવની આજ્ઞાને વશ રહેનારા તે રાજાના શરીરમાં રાજ ક્યા નામે રોગ ઉત્પન્ન થયે. તેણે ક્ષણવારમાં શરીરને ક્ષીણ કરી દુઃખને દેખાવ આપી બળાત્કારે પ્રાણને પણ ક્ષય કરી નાખે.
જ્યારે રૂપના વિપર્યયથી વિચિત્રવી દેવતાની દૃષ્ટિને વિચિત્ર કરી–અર્થાત તે દેવસ્વરૂપી થે, ત્યારે સર્વ મંત્રીઓએ પાંડુને પૃથ્વીપતિ કર્યો. સદા આધિઉપાધિને નાશ કરનારા, કીર્તિરૂપ ધનવાળા અને ન્યાયથી દંડ લેનારા પાંડુરાજાએ થોડા વખતમાં સર્વ પ્રજાને ધનવાન કરી દીધી. પિતાના ગુણેથી પૂજાને ગ્ય એવો પાંડુ સદા અહંતની પૂજામાં તત્પર થશે અને શત્રુરાજાઓએ નમવા ગ્ય છતાં પિતે ભક્તિથી મુનિઓને નમવા લાગ્યા.
એક વખતે વસંતઋતુ આવતાં પાંડુરાજા હર્ષથી વિદને માટે વનલક્ષ્મીનું અક્ષણ સૌન્દર્ય જેવાને ઉદ્યાનમાં ગયે. ત્યાં માકંદને જોઇને બદ ધરતે, સુંદર નારંગીપર રંગ રાખતે, કામદેવના દીપકરૂપ ચંક ઉપર પ્રદીપ્ત થત, કળિઓવાળા બોરસલીનાં પુષ્પથી અલંકૃત થતે અશોકને વૃક્ષ પર શોકરહિત થતું અને મલ્લિકાનાં પુષ્પની માળાનો શૃંગાર ધરત તે શોભવા લાગે. કુમુદના જેવી ઉજવળ કીર્નિવડે બ્રહ્માંડને ઉજજવળ કરતો પાંડુરાજા વસંતની જેમ વનભૂમિને અલંકૃત કરવા લાગે. આગળ ચાલતાં - બાના વૃક્ષ નીચે વારંવાર ચિત્રફલકને એકી નજરે જો કોઈ એક પુરૂષ તેના જોવામાં આવે. કૌતુકરાજાને જઇને વસ્ત્રના છેડાથી ચિત્રફલકને ઢાંકી દેતા તે પુરૂષને રાજાએ પૂછયું “તે શું છે ?” તેણે બતાવ્યું, એટલે તેમાં કઈ મૃગાક્ષીનું અદ્ભુત રૂપ તેના જેવામાં આવ્યું. તેના લાવણ્યજળના સંગથી રાજાએ પિતાનું શિરકમળ ધુણાવ્યું. અહા! આના સર્વ અંગમાં કેવું સૌંદર્ય છે? કેવું અનુપમ લાવણ્ય છે! અહે આનાં શરીરની કાંતિને સમૂહ કે સ્વાભાવિક જણાય છે ! આ રમણીય બાળાના શરીર ઉપર આવીને કમળ, ચન્દ્ર અને અંધકારેએ નેત્ર, મુખ અને દેશના મિષથી પિતાનું નિત્ય વૈર છોડી દીધું જણાય છે. આ ચિત્રાકતિ ખરેખર સુવર્ણલતા છે, તેના હાથ પલ્લ છે, દાંત પુષ્પ છે, હાસ્ય સુગંધ છે અને નિબિડ સ્તનરૂપ બે ફળ છે. મધુરવાણુને ઝરતી આવી બાળાની ઉત્પત્તિ
૧ અતિ કામસેવન કરનારા. ૨ ક્ષયરોગ. ૩ આમ્રવૃક્ષ, આંબે. ૪ ચિત્રનું પાટીયું. ૫ કમળને અને ચંદ્રને વૈર છે કારણ કે ચંદ્રોદય થાય કે કમળ બંધ થઈ જાય છે છતાં અત્ર તે કમળ સરખી ૨ આખે છે. અને ચંદ્ર સરખે મખ છે. વળી અંધકાર-યામતા ચંદ્ર સાથે વૈર રાખે છે. કારણ ચંદ્રોદયેકે તેનો નાશ થાય છે, પણ અહીં તો ચંદ્ર સમાન મુખપર કાળા કેશ છે. આ વિરોધાલંકાર છે. ભા. ક.
For Private and Personal Use Only