________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગે ૧૦ મો. ]
સમુદ્રવિજયની રાજ્યવ્યવસ્થા.
૩૬૫
ચપરમેષ્ઠીનાં ધ્યાનમા મશગુલ રહેતા હતા તથાપિ પોતે પરમ ઇષ્ટ થઇ સર્વના ધ્યાનનું કારણ થતા; અને તે રાજા અનેક રાજાઓને મુગટમણ થઈ પાતાના મરતકપર જિનાજ્ઞાને ધારણ કરતા હતા, પણ તે ‘જિનાજ્ઞા ' શબ્દના વર્ણવિપશ્ર્ચય કરી ‘નિજાજ્ઞા’ને શત્રુએના મસ્તકપર ધારણ કરાવતા હતા.
શિવા'ની જેમ પવિત્ર, અશિવના નાશ કરનારી, શિવ-કલ્યાણના સ્થાનરૂપ અને હૃદયમાં સદ્ગુણને આરોપણ કરનારી શિવા નામે તેને એક પત્ની હતી. શીલની લીલાવડે ઉજ્જવળ એવી એ દેવી પેાતાના પતિમાંજ એકાંત ભક્તિવાળી હતી, તે છતાં તેને પરપુરૂષના સ્પર્શે તેને સરજનાર બ્રહ્માના થયા હતા. મુખથી ચંદ્રસંપત્તિ, વાક્યથી અમૃતસંપત્તિ, મનથી ધર્મસંપત્તિ અને દેહથી રતિસંપત્તિ ગ્રહણ કરતી એ રમણીને લૉકા સુવદના, મધુરવાયદા, ધમૅવિસ્તારિણી અને દેહથી પણ રતિકારિણી એમ કહેતા હતા. એ સ્ત્રી એ લાચન અને મસ્તકના કેશવડે કૃષ્ણવર્ણને ધારણ કરતી હતી છતાં તેણે ભૂમિતળ ઉપરથી મલીન પાપને તે કાઢીજ મૂક્યું હતું. નિરંતર અંતઃપુરમાં રહેવાથી તે સૂર્યને જોઇ શકતી નહિ તથાપિ સિદ્ઘાંતરૂપ સૂર્યના પ્રકાશથી જગતના સર્વે ભાવ, કર્મના વિપાક અને પુદ્ગલાદિક જોઈ શકતી હતી. પરિવારમાં વાત્સલ્યવાળી, દેવગુરૂમાં ભક્તિવાળી, સૂક્ષ્મ જીવેામાં પણ કૃપાળુ, કર્મની હિંસામાં ( કર્મના વિનાશ કરવામાં ) નિર્દય, દાન ધર્મમાં આસક્ત, ભવસાગરમાં વિરક્ત અને શીલવાર્તામાં સંસક્ત, એવી એ શિવાદેવીરાણી સમુદ્રવિજયરાજાને ધણી પ્રિય થઈ પડી હતી. પરપર પ્રીતિપરાયણ અને પરસ્પર ધર્મમાં રાગી એવું એ શિવાદેવી અને સમુદ્રવિજયનું યુગળ સુખથી સમય નિર્ગમન કરતું હતું.
હવે રાજા ભાજવૃષ્ણુિએ દીક્ષા લીધા પછી મથુરાના રાજ્ય ઉપર ઉગ્રસેન રાજા થયા; તેને ધારણી નામે સ્રી હતી. અન્યદા કાઇ તાપસ પારણાના વિસથી ઉગ્રસેનના વધ કરવાનું નિયાણું બાંધીને મરણ પામ્યા, તે ધારણીની કુક્ષિમાં આવીને અવતર્યો. તે ગર્ભમાં આવ્યા ત્યાર પછી ધારણીને પોતાના પતિનાં માંસભાજનના દાહદ થયા તેથી તે પુત્રને જન્મતાંજ કાંસાની પેટીમાં મૂકીને તે પેટી યમુનાના પ્રવાહમાં વહેતી મૂકી દીધી. તે પેટી વહેતી વહેતી શૌર્યપુર પાસે આવી એટલે તેને કાઈ વિણકે બહાર કાઢી. તે કાસાંની પેટીમાંથી તેને પુત્ર મળ્યા તેથી તેનું તેણે કંસ એવું નામ પાડયું. વિણકને ધેર મોટા થતે કંસ નિત્ય નાનાં ખાળકાને મારવા લાગ્યો. એ પુત્ર પેાતાનાં કુળને અયોગ્ય જાણીને તે વણિકે તેને સમુદ્રવિજયરાજાને સોંપ્યો. અનુક્રમે તે વસુદેવને વહાલા થઈ પડ્યો. ૧ પાર્વતી.
For Private and Personal Use Only