________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૪ શત્રુંજય માહાસ્ય.
[ ખંડ ૨ જો, હર્ષ પામેલા સૂતસારથિએ પિતાની રાધા નામની પ્રિયાને તે પુત્ર સ્વપુત્રવત્ અપણ કર્યો. કર્ણ એવા નામથી કહેવાતો તે સારથિપુત્ર ગુણ હોવાથી રાજાને અતિવલ્લભ થઈ પડ્યો.
અહિં અંધકવૃષ્ણિએ પિતાની પુત્રી કુંતીને ભાવ જાણી ચંદ્ર સાથે રાત્રિની જેમ તેને પાંડુરાજાસાથે મહત્સવથી પરણાવી. મદ્રક નામના રાજાની માદ્રી નામની પુત્રી બીજી સ્ત્રી તરીકે પાંડુરાજાને સ્વયંવરમાં પ્રાપ્ત થઈ. તે અરસામાં ગંધાદેશના સુબલ રાજાને શકુનિ નામને પુત્ર અને ગંધારી વિગેરે આઠ પુત્રીઓ થઈ હતી. ગોત્રદેવીના કહેવાથી શનિએ પિતાની પુત્રીઓ ધૃતરાષ્ટ્રને પરણાવી. જેવું કર્મ કર્યું હોય, તેવું ફળ પ્રાણીને મળે છે. વિદુર પિતાને ચગ્ય એવા સંબંધની ઇચ્છાથી દેવક રાજાની પુત્રી કુમુદિનીને ચંદ્રની જેમ હર્ષથી પર.
અંધકવૃણિ રાજા પોતાના મુખ્ય પુત્ર સમુદ્રવિજયને રાજયપર બેસાડી સુપ્રતિષ્ટ મુનિની પાસે દીક્ષા લઈ મોક્ષે ગયા. શૌર્યપુર નગર સમુદ્રવિજય રાજાને મેળવીને અનેક વર્ણ અને ચિત્ર સહિત સ્વર્ગની જેવું અદ્ભુત શોભવા લાગ્યું. જયાં ગજદ્રોને મદ, નિરંતર ભરવાળી પૃથ્વીરૂપી સ્ત્રીના જાણે કસ્તુરીને ગુચ્છ હોય તેવો દેખાય છે, જ્યાં અહંતના ગુણનું ગાયન કરતી સ્ત્રીઓનાં મુખથી સાંભળીને મેના પિપટ મધુર વચનથી તેને પઢયા કરે છે, જ્યાં નિરંતર અહંત પ્રભુની પાસે થતા ધૂપના ધૂમાડાના મિષથી કલ્યાણ જળને વર્ષાવતા ધર્મરૂપી મેઘ આકાશમાં ઉન્નતપણે જણાય છે, અને જ્યાં ચારિત્રધારી મુનિઓનાં વદનમાંથી નીકળતા સિદ્ધાંતનાં મિષથી નિરંતર ધર્મસામ્રાજ્યના પટની ઉષણે થયા કરે છે, એવા *કવિચંદ્ર અને વિબુધના આધારરૂપ તે શૌર્યપુર નગરમાં ઉદાર કાંતિવાળા સમુદ્રવિજય રાજા આકાશમાં ચંદ્ર શેભે તેમ શોભવા લાગ્યા. તે સમુદ્રવિજય રાજા કુંથુઆ વિગેરે સૂક્ષ્મ જંતુઓની પણ પોતાના જીવની જેમ રક્ષા કરતા હતા, પરંતુ જેઓ એવા જીવને હણતા હતા તેવા પ્રાણી ગમે તેવા હોય તો પણ તે અન્યાયી પ્રાણીઓને કોપથી મારતા હતા; વળી તે રાજા ભક્તિથી આકાશસુધી ચા જિનપ્રાસાદો કરાવતા હતા પણ શત્રુ રાજાઓના મહેલ પાડી નાખતા હતા; પિતાની સ્ત્રીઓમાંજ સંતુષ્ટ હતા તે પણ ચંદ્રમુખથી શોભતી અને આકાશને મંડિત કરતી શત્રુની કીર્તિરૂપ વલ્લભાને હરિલેતા હતા; વીતરાગ ચિત્તથી નિરંતર વીતરાગનું ધ્યાન ધરતા હતા તથાપિ તેણે બધી પૃથ્વીને પિતાને વિષે સરાગા કરી દીધી હતી, હમેશાં પં
* અહીં એવો અર્થ થાય છે કે, આકાશ, કવિ-શુક્ર, ચંદ્ર અને વિબુધ એટલે બુધ ગ્રહનું આધાર છે અને શૌર્યપુર કવિચંદ્ર એટલે કવિઓમાં ચંદ્ર જેવા ઉત્તમ કવિઓ અને વિબુધ એટલે વિદ્વાનોનો આધાર છે. ભા. ક.
For Private and Personal Use Only