________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શત્રુંજય માહા”.
[ ખંડ ૨ જો. આ સમયમાં રાજગૃહ નગરને વિષે બૃહરીનો બળવાન પુત્ર જરાસંધ ત્રિખંડ ભરતને આધિપતિ પ્રતિવાસુદેવ થયે. તેની આજ્ઞાથી વસુદેવ તેના શત્રુ સિહરથ રાજાને બળવાન કંસને સારથી કરી પકડી લાવ્યા. તેના ઈનામમાં આપવા માંડેલી જરાસંધની પુત્રી જીવયશાને બે કુળને ક્ષય કરનારીને જાણી કંસને અપાવી. કંસે જરાસંધની પાસે કોઈ એક નગરની પ્રાર્થના કરી એટલે જરાસંધે તેની ઈચ્છાનુસાર મથુરા નગરી આપી, જે નગરી તેણે પિતાના વૈરથી ગ્રહણ કરી. કંસે પિતાના પિતા ઉગ્રસેનને કારાગ્રહમાં પૂર્યા. કંસના નાનાભાઈ અતિમુક્ત પિતાના દુઃખથી દીક્ષા લીધી. પછી બળથી ઉગ્ર કંસ મથુરાનું રાજ્ય કરવા લાગ્યો.
જરાસંધની આજ્ઞાથી તે દશે દિશાહ પાછા પિતાની નગરીમાં આવ્યા. મને નસ્વી વસુદેવ કુમાર મનમાં કાંઈ સંકલ્પ વિકલ્પ કરીને રેષથી દેશાંતરમાં ચાલ્યા ગયા. તેને પ્રબળ ભેગ્યકર્મના ફળનો ઉદય થતાં સ્થાને સ્થાને કોઈ કળાથી કઈ રૂપથી અને કોઈ સ્વેચ્છાએ આવેલી વિદ્યાધરોની રાજાઓની તેમજ સામાન્ય વ્યવહારીઆની તથા સાર્થવાહ વિગેરેની સેંકડો કન્યાઓને તે પરણ્યા. તપનું નિદાન (નિયાણું) અન્યથા થતું નથી. ત્યાંથી વસુદેવકુમાર રોહિણીને સ્વયંવરમાં ગયા, ત્યાં સમુદ્રવિજયને યુદ્ધમાં મળ્યા અને રોહિણીને પરણીને સમુદ્રવિજયની સાથે પોતાને નગરે આવ્યા. એકદા રાત્રિએ રોહિણીને બળભદ્રના જન્મને સૂચવનારાં ચાર સ્વમો જોયાં. સમય આવતાં બળરામપુત્રને જન્મ આપે. કંસના આગ્રહથી વસુદેવકુમાર હર્ષથી દેવકરાજા (ઉગ્રસેનના ભાઈ) ની પુત્રી દેવકીની સાથે પરણ્યા. તેના વિવાહને ઉત્સવ ચાલતો હતો, તેવામાં કંસના અનુજબંધુ અતિમુકત મુનિ ત્યાં આવેલા હતા, તેને મદોન્મત્ત થએલી કંસલી જીવયશાએ કહ્યું “હે દિયરજી! આ, આ વિવાહોત્સવમાં તમે મારી સાથે ખાઓ, પીઓ અને સ્વેચ્છાએ રમે દેહની સાથે વૈર શા માટે કરો છો ?” એમ કહી તેણે સમીપ આવી ઉપહાસ્ય કરતાં કરતાં અતિમુકતના કંઠમાં આલિંગન કર્યું. તે વખતે મુનિએ કોપથી કહ્યું “હે છવયશા ! તું જેના વિવાહોત્સવમાં મહાલે છે તે દેવકીને જ સાતમે ગર્ભ તારા પિતાને અને પતિને હણનારો થશે તે સાંભળીને મદરહિત થઈ ગયેલી છવયશાએ અતિમુકતમુનિને છોડી દીધા અને તે સર્વ વૃત્તાંત એકાંતે જઈને કંસને કહ્યું. તેને ઉપાય કરવાને કંસે વસુદેવની પાસે દેવકીના સાતે ગર્ભની માગણી કરી. વસુદેવે તેમ કરવાને કબુલ કર્યું.
અનુક્રમે ઇંદ્રના નૈગમેલી દેવે દેવકીના છ ગર્ભને જન્મતાંજ હરી લઈને સુલતાને આપ્યા અને સુલસાના જન્મતાંજ મરણ પામતા છ ગર્ભે દેવકીને
For Private and Personal Use Only