________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૪ શત્રુંજય માહાત્મ્ય.
[ ખંડ ૨ જો. રાસંધથી ભય પામીને બધા યાદવો નાસવા લાગ્યા. પછી તેમની પછવાડે કાળના જે કાળ ચાલે, તે જયારે નજીક આવે, ત્યારે ભય પામીને તેઓ સર્વ આ અગ્નિમાં પેસી ગયા. દશાર્ણ અને રામકૃષ્ણ પણ ચિતામાં પ્રવેશ કર્યો. તે બંધુઓના વિયેગથી હું પણ હવે આ અગ્નિમાં પ્રવેશ કરૂંછું.” આ પ્રમાણે કહીને તેણે અને ખ્રિમાં પ્રવેશ કર્યો. એટલે દેવતાથી મેહ પામેલા કાલે પિતાની પ્રથમ કરેલી પ્રતિજ્ઞાને સંભારી સર્વની સાક્ષીએ અગ્નિમાં પ્રવેશ કર્યો. પછી યવનકુમાર વિગેરે સર્વ પાછા વળી ગયા. મગધપતિને આ સર્વ વૃત્તાંત જાણી યાદવોએ આદરથી કોકિ નિમિત્તિઓની પૂજા કરી. પછી ક્રોકિનાં વચનથી સર્વ યાદવોએ સૌરાષ્ટ્રદેશમાં રહેલા ગિરનાર પર્વતથી વાયવ્ય દિશામાં આવીને સૈન્યને પડાવ નાખે. કૃષ્ણની શ્રી સત્યભામાએ જાતિવંત સુવર્ણની જેવી કાંતિવાળા ભાનુ અને ભામર નામના બે કુમારને તે ઠેકાણે જન્મ આપ્યો. પોતાના જન્મને ધન્ય માનતા દશાહએ પંડરીક અને ગિરનારગિરિ પર જઈ શ્રી જિનેશ્વરની પૂજા કરી. કોળુકિએ બતાવેલા શુભ દિવસે કૃષ્ણ સ્નાન કરી બળિદાન આપી સમુદ્રની પૂજા કરીને અષ્ટમતપ કર્યું. ત્રીજે દિવસે લવણસમુદ્રના અધિષ્ઠાયક દેવે ત્યાં આવી અંજલિ જોડી કૃષ્ણને કહ્યું,
હે નવમા વાસુદેવ! મને કેમ સંભાર્યો છે? આજ્ઞા આપ. પૂર્વે પણ સગરરાજાની આજ્ઞાથી હું મુખ્ય સમુદ્રમાંથી અહિ આવેલ છું.” એમ કહી તે દેવતાએ કૃષ્ણને પાંચજન્ય નામે અને રામને સુધેષ નામે શંખ તથા રતમાલા અને વસ્ત્રો આપ્યાં. કૃષ્ણ કહ્યું, “તમે તીર્થની રક્ષા કરવા માટે અહીં આવ્યા તે સારું કર્યું, પરંતુ અત્યારે હું તીર્થોની રક્ષા કરવા માટે તમને પ્રાર્થના કરતો નથી, પણ પૂર્વને વાસુદેવોની એક નગરી તમે અહિં જળની અંદર ઢાંકી દીધી છે, તે નગરી મને રહેવાને માટે પ્રગટ કરી આપે.” તે સાંભળી દેવે ત્યાંથી ઇંદ્રની પાસે જઈને કહ્યું, એટલે ઇંદ્રની આજ્ઞાથી કુબેરે આવીને તે નગરી પ્રગટ કરી. લંબાઈમાં બાર એજન, વિતારમાં નવ જન અને સુવર્ણરલના કિલ્લાવાળી તે નગરી વિશેષ પ્રકારે શોભવા લાગી. તેમાં ગોળ, ચોરસ અને લંબાઈવાળા, તેમજ ગિરિકૂટક, સ્વરિતક, સર્વતેભદ્ર, મંદર, અવતંસક અને વિદ્ધમાન એવાં નામના લાખો મહેલે એક માબના, બે માળના અને ત્રણ માળના તેણે રચ્યા. વિચિત્રમણિ માણિક્યવડે મ
હર એવા ચત્ર અને વિકશેરીઓમાં હજારે દિવ્ય ચે નિમાણ કર્યા. સરેવરે, દીર્ધકાઓ, વાપિકાઓ, ચૈત્ય, ઉદ્યાન અને બીજું સર્વ કુબેરે એક અહેરાત્રમાં બનાવી દીધું. એવી રીતે ઇંદ્રપુરીના જેવી દ્વારિકા નામની નગરી દેવતાઓએ નિર્માણ કરેલી વાસુદેવને પ્રાપ્ત થઈ. પછી બીજા દિવસના પ્રાતઃકાલે કુબેરે આવીને બે પીતાંબર, નક્ષત્રમાળા, મુગુટ, કૌસ્તુભ નામે મહારા, શાધનુષ્ય, અક્ષય
For Private and Personal Use Only