________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૮ શત્રુંજય માહાભ્ય.
| [ ખંડ ૨ એ. શ્રીપુર નામના નગરમાં પૃથુ નામે ક્ષત્રિય હતો. તેને દુર્ગધથી વિખ્યાત એવી દુર્ગધા નામે પુત્રી હતી. તેને પૃથુએ સેમદેવની સાથે પરણાવી હતી. પરંતુ તેના દુર્ગધથી કંટાળે પામીને સોમદેવ ગુપ્ત રીતે ઉતાવળે કોઈ ઠેકાણે ચાલ્યા ગયે. પતિના દ્વેષથી તે પુત્રી માતાપિતાને પણ શ્રેષનું પાત્ર થઈ પડી. વનિતાઓ પતિની પ્રીતિવડેજ સર્વ ઠેકાણે પૂજાય છે. જ્યારે સર્વ ઠેકાણેથી તેને પરાભવ થવા લાગે ત્યારે તે રાત્રે પિતાનું ઘર છોડીને પિતાનાં દુષ્કર્મોને નાશ કરવા માટે ઉદ્યમથી અનેક તીર્થોમાં ફરવા લાગી. પણ કોઈ પ્રકારે તેનાં પૂર્વ કને ક્ષય થે નહીં, તેથી દુર્ગધાએ અતિદુઃખથી સમુદ્રમાં ઝંપાપાત કરીને મરવાની ઈચ્છા કરી. આવા વિચારથી તે અરણ્યમાં ચાલી જતી હતી, ત્યાં એક વકલધારી જટિલ તપસ્વીને જોઇને તે નમવા ગઈ. તે તાપસ પણ તેની દુર્ગધથી વિમુખ થઈ ગયે; એટલે તેણે તે તાપસને કહ્યું કે “તમારા જેવા મમતારહિત તાપસ પણ જયારે મારાથી વિમુખ થઈ જાય ત્યારે પછી મારે પાપથી ત્રાતા બીજો કોણ થાય? ” તાપસ બોલ્યો “વત્સ! અહિ અમારા કુલપતિ છે, તે તને ઉપાય બતાવશે, માટે ભક્તિથી તેની પાસે જઈને તું તારા દુઃખની વાત કહે.' આ પ્રમાણે સાંભળી તે તાપસની પાછળ પાછળ તે દુર્ગા ચાલી. અનુક્રમે ષભ પ્રભુનું ધ્યાન કરતાં એક જટિલ તાપસને દેખી તેની પાસે જઈને તેણે પ્રણામ કર્યો. તેની દુર્ગધથી ગુરૂએ પણ પિતાની નાસિકા જરા વાંકી કરી. પછી દર્ભના આસનપર બેઠેલી તે સ્ત્રીને કુલપતિએ દુર્ગધા એમ કહીને બોલાવી. પછી કહ્યું “હે વત્સ! તું વિધુર કેમ છે? આ વનમાં કેમ આવી છે ? અને તારા શરીરમાંથી આવો દુર્ગધ કેમ વિસ્તરે છે?” તે સાંભળી જરા અશ્રુ લુંછીને દુર્ગધા બોલી “હે મુનિવર્ય! મારાં પૂર્વભવનાં કુકર્મને આ સર્વ વિલાસ છે, એમ હું જાણું છું. બાલ્યવયથી માંડીને દુઃખારૂં એવી મને મારા પતિએ પણ દુર્ગધથી છોડી દીધી, ત્યારથી હું બધાં તીર્થોમાં ભણું છું, તોપણ અદ્યાપિ તે કર્મને ક્ષય થતો નથી. હે ઋષીશ્વર ! ધર્મના દાનથી તમે સર્વ પ્રાણુઓના આધાર છે, માટે મને પૂર્વનાં પાપથી મૂકાવીને આ સંસાર સાગરમાંથી તારે.” મુનિ બોલ્યા “વત્સ! મારામાં તેવું જ્ઞાન નથી, તથાપિ તું શત્રુજ્યગિરિના મધ્યમાં થઈને રૈવતાચલે જા. ત્યાં કેવળી ભગવતે બતાવેલા ગજેંદ્રપદ કુંડમાંથી ઘણું જળ લાવી કર્મના ક્ષયને માટે સાન કર. આ પ્રમાણે સાંભળી ચિત્તમાં પ્રસન્ન થઈને દુર્ગધા મુનિના ચરણમાં પ્રણામ કરી મનમાં પુંડરીકગિરિનું અને રૈવતાચલનું ધ્યાન કરતી ચાલી. એક નિશ્ચયથી ચાલતી દુર્ગધા કેટલેક દિવસે શત્રુંજયગિરિએ આવી. ત્યાં જગશુરૂ શ્રીગષભ
For Private and Personal Use Only