________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૧૧.] ધૃતક્રીડામાં હાર થવાથી પાંડેની વનવાસ જવાની તૈયારી. ૩૯૩ આ ભીમ અને અર્જુન વિગેરે તને મારવાને તૈયાર થયેલા છે, પણ તેમને ધર્મકુમાર અટકાવે છે. નીતિસહિત પરાક્રમ આવું હોય છે. માટે હે કુલાંગાર ! એ પતિવ્રતા દ્રૌપદીને તું છોડી દે. તારે પિતા બહીર અંધ છે અને તું બાહ્ય અને અંદર બન્ને સ્થાનકે અંધ છે.” તે સાંભળી દુર્યોધન બે આ પાંડવો બાર વર્ષ સુધી વનમાં જાય અને એક વર્ષ ગુપ્ત રહે, તે તેરમા વર્ષમાં જે કોઈ ઠેકાણે રહેલા મારા જાણવામાં આવે તો ફરીવાર બાર વર્ષ સુધી વનમાં જાય.” ધર્મરાજાએ તે વાત તે પ્રમાણે અંગીકાર કરી, અને ગુરૂજનને નમી, દ્રૌપદી અને અનુજબંધુનીસાથે હસ્તિનાપુરમાં આવ્યા. ત્યાં માતાપિતાને નમીને યુધિષ્ઠિરે દુર્યોધન સંબંધી બધે વૃત્તાંત જણાવ્યું, પરંતુ મનમાં જરા પણ ખેદ પામ્યા નહિ.
આ વૃત્તાંત સાંભળી પાંડુરાજ ક્ષણવાર મૌન રહ્યા અને મનમાં સંસારની સ્થિતિ વિચારવા લાગ્યા. એટલે સત્ય પ્રતિજ્ઞાવાળા ધર્મપુત્ર બોલ્યાઃ “પિતાજી! ખેદ કરશો નહિ; હું વનવાસમાં રહીને મારું નામ સાર્થક કરીશ. રાજ્યના ત્યાગમાં કે રાજ્યની પ્રાપ્તિમાં, વનમાં કે નગરમાં જે પુરૂષ પોતાનો બોલ પાળે છે, તેને સર્વ ઠેકાણે સમૃદ્ધિ મળે છે. હે તાત ! તમે ધીર વીર છો, અને કરવંશના કુળગિરિ છે, માટે અમને અમારે બોલ પાળવાને માટે વનમાં જવાની આજ્ઞા આપે.” તેનાં આવાં વચન સાંભળીને પાંડુરાજા સંમતિ આપવાના અને નિષેધ કરવાના સંકલ્પ વિકલ્પમાં પડ્યા એટલે તેઓ પિતાની માતા પાસે આવ્યા અને વનગમનના અક્ષરરૂપ ટાંકણાવડે માતાનાં નેત્રમાંથી શોકામું ઝરાવ્યાં. એવી રીતે માતપિતાની આજ્ઞા લઈને જાણે લક્ષ્મીને પરણવાને જતા હોય તેમ ધર્મકુમાર બંધુ અને પલી સાથે ત્યાંથી ચાલી નીકળ્યા. તેમની પછવાડે નેહને લીધે પાંડુ, કુંતી, માદ્રી, સત્યવતી, અંબા, અંબાલા અને અંબિકા પણ બહાર નીકળ્યાં. પાંડવોને જતા જોઈને લોકોનાં નેત્રોમાંથી નીકળતે અશ્રપ્રવાહ તેમના નેહસાગરને અનુસરતો હોય તેમ દેખાવા લાગે. પાંચ ઇંદ્રિયની જેમ તે પાંચ પાંડ બહાર નીકળતાં હસ્તિનાપુર નગર ચિત્રલિખિતની જેમ નિચેતન અને ક્રિયારહિત થઈ ગયું. નગરની બહાર આવ્યા પછી ધર્મકુમાર ઊભા રહી પિતા અને માતા પ્રત્યે અંજલિ જોડીને બેલ્યા “હે પિતા! તમે કુરુવંશના આભૂષણ છે, માટે સત્વને ધારણ કરો, અજ્ઞની જેમ પુત્રના નેહથી કેમ આંસુ પાડેછો ? અમે તમારા પુત્રો પ્રતિજ્ઞા પાળવામાં તત્પર થયા છીયે, તેમાં અમારું શ્રેય, તમારી કીર્તિ અને કૌરનું મંગળ રહેલું છે. હે પિતા ! ધૃતરાષ્ટ્રના પુત્રોએ રાજયલુબ્ધ થઈને આવું હિત ન કર્યું હોત તો મારું સત્ય શી રીતે જણાત ? રે
૧ જીવ વગરનું.
.
૫૦
For Private and Personal Use Only