________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૧૧.] ભીમસેન સાથે હિડંબાનું પાણિગ્રહણ, વનવાસનાં કણ.
૩૯૭ પાતથી પર્વતને કંપાવતી પૃથ્વી સમુદ્ર સહિત કંપાયમાન થઈ. તેમનું જ્યારે યુદ્ધ પ્રવર્યું ત્યારે ધર્મરાજા વિગેરે જાગી ગયા. એટલે હિડંબા કુંતી માતાપાસે આવી નમીને કહેવા લાગી હે માતા ! તમારા પુત્ર ભીમસેનને આ કેઈક મારે છે, માટે તેની સહાય કરવાને કોઈને, મોકલે. મારું નામ હિડંબા છે. અને હું ગુણથી વશ થયેલી ભીમસેનની દાસી છું.' તે વખતે રાક્ષસના પ્રહારથી ભીમસેનને શિથિળ થયેલ જોઈ હાથમાં ખર્શ લઈને ધર્મકુમાર વેગથી દોડ્યા. તેવામાં તો પ્રચંડ પરાક્રમવાળા ભીમસેને તેિજ સજજ થઈ યમરાજની જેમ હાથમાં દંડ લઇને મૃત્તિકાના પાત્રને ભાંગી નાખે તેમ તેને મારી નાખે. તેને માર્યા પછી ભીમનાં રૂપથી મોહ પામેલી હિડંબા તેમની સેવા કરવામાં તત્પર રહેતી તેમની સાથે ચાલી. એક વખતે અરણ્યમાં વિષમ માર્ગ આવવાથી તેમનાથી જુદી પડી ગયેલી દ્રૌપદી યૂથબ્રણ મૃગલીની જેમ એકલી ભમવા લાગી. પરંતુ સિંહ, ડુક્કર, હાથી, વ્યાવ્ર, સર્પ અને અજગર વિગેરે શિકારી પ્રાણીઓ શીલમંત્રથી પવિત્ર એવી દ્રૌપદીને કિંચિત પણ પરાભવ કરવાને સમર્થ થઈ શક્યા નહીં. તેને ભૂલી પડેલી જાણીને પર્વત, સરોવર અને અરણ્યમાં શોધ કરતા પાંડ મોહિની લતાની જેમ તે કુરંગાક્ષીને કોઈપણ સ્થાનકે પત્તો મેળવી શક્યા નહીં. જયારે તેઓ ખેદપામી નિરાશ થયા, ત્યારે ભીમસેનનાં વાક્યથી હિડંબા પ્રાજ્ઞપ્રભાવતી દ્રૌપદીને શોધ કરીને ત્યાં તેડી લાવી. પછી હિડંબા, દ્રૌપદી અને કુંતીને અતિ વાત્સલ્યથી અંધ ઉપર ઉપાડીને તેમની ઇચ્છા પ્રમાણે અન્ન જળ આપતી માર્ગમાં સાથે ચાલી. તેની ભક્તિથી હર્ષ પામેલા કુંતી અને યુધિષ્ઠિરે ચંદ્રસાથે રાત્રિની જેમ તેને ભીમસેનની સાથે પરણાવી. પછી ભીમસેન ઉપર અનુરાગિણ હિડંબા માર્ગમાં વિવિધ મહેલે બનાવી ઇચ્છાનુસાર રૂપ કરી ભીમની સાથે રમવા લાગી. હિડંબા જેમને અન્નપાન પૂરાં પાડે છે એવા તેઓ નિશ્ચિત અને શ્રમરહિતપણે બ્રાહ્મણને વેષ ધરીને ફરતા ફરતા એકચક નગરમાં આવ્યા. ત્યાં કોઈ દેવશર્મા નામના બ્રાહ્મણને ઘેર નિવાસ કરીને ધર્મપુત્રે એ વાત્સલ્ય કરનારી હિડંબાને કહ્યું “હે વધુ! અમારે આવું દુઃખ બાર વર્ષ સુધી નિત્ય સહન કરવાનું છે, માટે હમણા તમે તમારે ઘેર જાઓ. પિતાના જયેષની આવી સંમતિથી હિડંબા પિતાને ગર્ભ છે એવું કુતીમાતાને જણાવી અને સમય આવે ત્યારે મને સંભારવી, એમ સૂચના કરી અંતહિંત થઈ.
દેવશર્માને ઘેર નિવાસ કરીને રહેલા પાંડવોએ એક વખતે પાડોશમાં રહેતી સ્ત્રીઓના પિકાર, છાતીનું કુટવું અને હાહાકારનાં વચન સાંભળ્યાં.
For Private and Personal Use Only