________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
શત્રુંજય માહાભ્ય.
[ ખંડ ૨ જો. માતાઓ! તમે સ્નેહને લીધે કાયર થાઓ નહિ. પિતાનું વીરપત્નીપણું સંભારીને હમણા તો હૈયે રાખે. તમારે અમારા પિતાની સેવા કરવી, શ્રીજિનેશ્વરની પૂજા કરવી, નિરંતર અમને આશિષ આપવી અને પુત્રની જેમ પ્રજાને પાળવી.” પછી લેકને કહ્યું “ હે લેકે ! અમોએ રાજયમાં અંધ થઈને જે કાંઈ પણ અપરાધ કર્યો હોય તો તે તમે ક્ષમા કરજે; કારણકે પ્રજા સર્વદેવમય છે. ” આવી રીતે વિનયથી પિતા, માતાઓ અને લોકોને વિદાય કરી, કુંતી, દ્રૌપદી, સુભદ્રા અને બંધુઓની સાથે ધર્મકુમાર આગળ ચાલ્યા.
દુર્યોધનની આજ્ઞાથી ક્રૂર અને કરિ નામના બે રાક્ષસો દ્રૌપદીને બીવરાવવા આવેલા તેને ભીમે જીતી લીધા. પછી સર્વ ઉપાયને જાણનાર વિદુર પાંડની પાસે આવ્યા. તેણે વિદ્યાના અનેક ઉપાય બતાવ્યા અને પછી પાંડ
એ પૂજેલા તે પાછા નગરમાં ગયા. દ્રૌપદીને ભાઈ ધૃષ્ટદ્યુમ્ર પાંડને વનવાસ નીકળેલા જાણી પ્રીતિથી તેમની પાસે આવ્યા અને પાંચાળ દેશના આભૂષણરૂપ કાંપિલ્ય નગરમાં સૌને લઈ જવા વિનંતી કરી. તેને સમજાવી દ્રૌપદીના પાંચ પુત્રો સહિત તેને વિદાય કર્યો. બીજે દિવસે સમુદ્રવિજયની આજ્ઞાથી કૃષ્ણ કુંતીને નમવાને માટે ઉત્સુક થઈને કટિ યાદસહિત ત્યાં આવ્યા. પાંડેએ હર્ષ પામીને અર્જુનની વિદ્યાર્થી પ્રગટ કરેલાં અને કૃષ્ણને પણ વિરમય પમાડે તેવાં ભેજનોથી તેમને જમાડ્યા. કૃષ્ણ પાંડવોને પ્રીતિવડે કહ્યું કે બાલ્યવયથી ફૂડ કપટના નિવાસરૂપ અને છળથી ઘાત કરનારા ધૃતરાષ્ટ્રના પુત્રોને હું સારી રીતે જાણું છું. એ કપટપટુ કૌરવોએ ધૂતક્રીડાના છળથી દીવ્ય પાસાવડે રમીને તમને રાજયથી ભ્રષ્ટ કર્યા. અહા ! કેવું વિપરીત દૈવ ? પણ તમે હવે પાછા તમારા સ્થાનમાં જાઓ. હું તમારા શત્રુઓને હમણા જ હશ. કારણકે દુષ્ટોને અકાળે મારવાથી પણ નિયમ ભંગ થતું નથી. આવી રીતે કૃષ્ણ કહ્યું એટલે ધર્મકુમાર બેલ્યા હે હરિ ! સિહની જેવા પરાક્રમવાળા તમારેવિષે તે સર્વ વાર્તા સંભવે છે, પરંતુ અમે તેર વર્ષ સુધી વનવાસમાં રહ્યા પછી તમારી સહાયથી તે શત્રુઓને મારશું, માટે હમણા તો તમે શાંત થઈને પાછા જાઓ”. એવી રીતે કહી પાંડેએ વિષ્ણુને વિદાય કર્યા, એટલે પિતાની બહેન સુભદ્રાને પુત્ર સહિત રથમાં બેસારી સાથે લઈને તે પિતાની નગરીમાં આવ્યા.
પાંડ ત્યાંથી પૃથ્વીને ઉલ્લંધન કરતા નગરમાં અને વનમાં ફરતા હતા, તેવામાં દુર્યોધનના પુરોહિતે તેમની પાસે આવીને આ પ્રમાણે કહ્યું. “પાંચ અંગવડે પૃથ્વીપીઠને સ્પર્શ કરીને નમસ્કાર કરતે દુર્યોધન આદરથી મારા મુખે આપ્રમાણે
For Private and Personal Use Only