________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૧૧ મે. ]
૧
દુર્યોધનનો દ્વેષ, કપટ જાળનું મંડાણ. પ્રતિષ્ઠાના મેૉટા મહાત્સવ કર્યો. તે મહેાત્સવમાં દશાડું, રામકૃષ્ણ અને દ્રુપદ વિગેરે અનેક રાજાઓને યુધિષ્ઠિરે તેડાવેલા ઢાવાથી તે સર્વ આવ્યા. મણિમય સ ભાના સ્તંભમાં પ્રતિબિંખિત થઇને તે સર્વ રાજાએ બેઠા પછી યુધિષ્ઠિરે બાલાવેલા દુર્યોધન પણ બંધુસહિત ત્યાં આવ્યા. મણિમય સિંહાસન પર બેઠેલા યાદવાને અને પાંડવાને આસનના નિર્મળપણાથી જાણે આકાશમાં અધર રહ્યા હાય તેમ દેખી દુર્યોધન વિસ્મય પામી ગયા. નીલમણિમય જમીનમાં જળના ભ્રમથી વજ્રને સંકાચતા, સ્ફટિકમણિની ભૂમિ જોઈ આકાશની શંકાથી ઠેકતા, મણિમય ભીંતસાથે ત્યાં ભીંત નહીં હૈાય એમ જાણી અથડાતા અને મુખ્ય બનાવટી પ્રતિમાઓપર ભ્રાંતિ ધરતા દુર્યોધનને જોઇને સર્વ સભાજના હાસ્ય કરવા લાગ્યા. અરણીના વૃક્ષની જેમ, અને સૂર્યકાંતમણિની જેમ બહારથી શીતળ પણ અંદર ક્રોધાગ્નિવર્ડયુક્ત દુર્યોધને તે મહેાત્સવ વ્યતિક્રમાવ્યા. દાનવીર ધર્મકુમારે એ મહાત્સવ પ્રસંગે એટલું બધું દાન આપ્યું કે જેથી લા પામીને સર્વ કલ્પવૃક્ષો એટલા બધા દૂર ગયા કે જેઓનાં નામમાત્રજ બાકી રહ્યાં. સર્વ ધર્મનું મૂળ અહિંસા છે એવું જાણી ધર્મપુત્રે સર્વ પૃથ્વીપર હિંસાની ઉદ્ભાષણા કરાવી. એવી રીતે આનંદપૂર્વક પ્રતિષ્ઠાના મહાત્સવ કરીને ધર્મરાજાએ ચારણમુનિએને, અન્ય મુનિઓને અને સર્વ રાજાઓને પુષ્કળ દાન આપીને વિસર્યાં. દુર્યોધનને પણ બંધુસહિત વસ્ત્ર રતાદિકથી અતિશય સત્કાર કરીને રજા આપી, એટલે તે પેાતાને નગરે આળ્યો. પછી અંતર્દોષથી પેાતાના પિતાને અને શકુનિયામાને ખેલાવીને તેણે આપ્રમાણે કહ્યું આ પાંડવા બાલ્યવયથીજ કપટમાં ચતુર અને ધરમાં શૂરવીર છે. તેમજ તે બહારથી મધુરવાણી બોલે છે પણ અંતરમાં અત્યંત ક્રૂર છે. હું સભામાં ગયા ત્યારે તે મદાદ્ભુત અને ગર્વિષ્ઠ પાંડવાએ અને રામકૃષ્ણે જે મારૂં ઉપહાસ્ય કર્યું છે તેથી હું સશલ્ય થઇને અદ્યાપિ અત્યંત દુભાઉં છું. છળથી કે મળથી શત્રુને સાધ્ય કરવા એવી નીતિ છે; તેથી ગમે તેમ કરીને મારા કાપની શાંતિને માટે હું પાંડવાનું રાજય હરી લઈશ. ” આ પ્રમાણે કહીને પાંડવાની સ્પર્ધા કરવામાંજ બંધાયેલું છે હૃદય જેનું એવા દુર્યોધને શિલ્પિને બેાલાવીને કાટિ દ્રવ્ય ખર્ચી એક નવીન રમણીય સભા બનાવી. પછી તે સભા બતાવવાને માટે કૌતુકી દુર્યોધને દશાડું, પાંડવ અને રામકૃષ્ણને દૂત મેાકલીને બાલાવ્યા. તેમાંથી જેમ જેમ આવતા ગયા તેમ તેમ તેએની સામે જઈ, કૃત્રિમ માન આપી અને યે।ગ્યતા ઉપરાંત દાન આપી સર્વને વશીભૂત કરવા લાગ્યા.
''
૧ અરણીના વૃક્ષમાં ગુપ્ત રીતે અગ્નિ રહેછે.
For Private and Personal Use Only