________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૨ શત્રુંજય માહાસ્ય.
[[ ખંડ ૨ જે. માર્યો. ત્યાં સમુદ્રવિજય વિગેરે પિતાના વડીલે આવેલા હતા, તેમને રામે નામ લઈને કૃષ્ણને પિતાના બંધ કે ઓળખાવ્યા. તે પ્રસંગમાં થયેલી વાતચીતથી પિતાના છ બંધુને હણનારા ઉસને જાણને જેનાં હૃદયમાં કોપાગ્નિ પ્રજવલિત થચેલે છે એવા કૃષ્ણ ત્યાં મંડપમાં બેઠા. તે સમયે ચાણુર અને મુષ્ટિક નામે બે મલ્લ રંગભૂમિમાં આવ્યા, તેમને જઈ અને બળરામ કોપ કરી માંચા ઉપરથી ઊભા થયા. થોડા વખતમાં કૃષ્ણ ચાણૂરને અને બળભદ્દે મુષ્ટિકને મારી નાખે. તેમના વધથી કોપ પામેલે કંસ આપ્રમાણે ઊંચે સ્વરે બેલ્યો “અરે દ્ધાઓ! આ બે અધમ ગોપને અને તેમને પક્ષપાત કરીને તેમનું પિષણ કરનાર નંદને પણ વગર વિલંબે મારી નાખો.” આવાં તેનાં વચન સાંભળી રોષથી રાતાં નેત્ર કરી કૃષ્ણ બે
લ્યા, “હે મૂઢ ! ચાણુરજેવા મલને માર્યા છતાં અદ્યાપિ પણ તું તારા આત્માને મને રેલો કેમ જાણતું નથી ? માટે પ્રથમ તો મારાથી હણાતા એવા તારા આત્માની રક્ષા કર, પછી ક્રોધને લાયક જે લાગે તે નંદ વિગેરેને બતાવી દેજે.” આ પ્રમાણે કહી કૃષ્ણ ઉછાળો મારી તેના મંચ ઉપર જઈ કંસને કેશવડે પકડી પૃથ્વી ઉપર પાડી નાખે. તે વખતે કંસની રક્ષા માટે કંસના પક્ષના સુભટે વિવિધ પ્રકારનાં આયુધ હાથમાં લઈને કૃષ્ણને મારવા દેડ્યા. પરંતુ માંચાને એક તંભ ઉપાડી તેઓને મધમાખીની જેમ બળભદ્ર છે. ફેંકી દીધા. પછી કૃષ્ણ મરતક ઉપર ચરણ મૂકીને કંસને મારી નાખ્યો અને કેશથી ખેંચી રંગભૂમિની બહાર નાખી દીધે. તે વખતે કંસને પક્ષના કેટલાક રાજાઓને યુદ્ધ કરવાને તૈયાર થયેલા જોઈ રાજા સમુદ્રવિજય પણ અનુજબંધુઓની સાથે તૈયાર થયા. જયારે સમુદ્રવિજ્ય રાજા સામા થયા, ત્યારે સૂર્ય આગળ અંધકારની જેમ તેઓ સામા થવામાં ટકી શક્યા નહિ. પછી રામ અને કૃષ્ણને લઈ સમુદ્રવિજય પ્રમુખ સર્વે ઉગ્રસેનને મથુરા આપીને શૌર્યપુરે ગયા.
- કંસનાં મરણથી વિઠ્ઠલ થયેલી તેની સ્ત્રી છવયશા યાદવનો ક્ષય કરાવવાની પ્રતિજ્ઞા લઈ રાજગૃહ નગરમાં આવી. છુટા કેશ મૂકી શોકથી ઊંચે સ્વરે રૂદન કરતી પિતાની પુત્રી જીવ શાને જોઈ જરાસંઘે રૂદન કરવાનું કારણ પૂછયું, એટલે અતિમુક્તકે પ્રથમ કહેલા કંસના વધની તેણે વાર્તા કહી બતાવી. તે સાંભળી જરાસંધે કહ્યું, “વત્સ ! તારા શત્રુઓને હું રેવરાવીશ.” તેને એવીરીતે સમજાવીને જરાસંધે સેમકનામના રાજાને બધી હકીકત સમજાવીને સમુદ્રવિજયની પાસે મોકલ્યા. સમુદ્રવિજયે તેને સત્કાર કર્યો. પછી તેણે જરાસંધને સંદેશે આ પ્રમાણે કહ્યો કે “કુલગાર જેવા રામ કૃષ્ણ અને અર્પણ કરે,
For Private and Personal Use Only