________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૬
શત્રુંજય માહાત્મ્ય.
[ ખંડ ૨ જો
'
''
આગળ જઈને જોયું, તા ત્યાં ઉત્તમ સમૃદ્ધિવાળું નવીન નગર જોવામાં આવ્યું, આ શું!' એવા વિસ્મય પામી તે સંભારવા લાગ્યા. તેમાં અપરાધીઓ રહેછે, તેવું જાણી અનાવૃષ્ટિએ ક્રોધથી શંખ ફૂંકયા અને ધનુષ્ના ટંકાર કર્યાં. તેને નાદ સાંભળી તત્કાળ તેઓ ક્રોધથી નગર બહાર નીકળ્યા; અને માયાથી અનાવૃષ્ટિને જીતી લઈ, ક્રોધથી આકુળ એવા તેને તે નગરમાં લઈ ગયા. તે વૃત્તાંત જાણી રાજા સમુદ્રવિજયે ઉલ્લાસ પામતા વીરરસથી સર્વ સુલટાને બેાલાગ્યા. ભંભાના નાદથી ક્ષત્રિયાના સમૂહ મહાક્ષેાભ પામીને મૂર્તિમાન જાણે રૌદ્રને વીરરસ એકઠા થયેલ હાય તેમ એકઠા મળ્યા. કાઈ અશ્વોને બખતર પહેરાવવા લાગ્યા, કાઇ ગજેંદ્રોને શૃંગાર ધરાવવા લાગ્યા અને કાઈ અસ્રસમૂહ તૈયાર કરી કવચ પહેરવા લાગ્યા. જ્યારે રાજા સમુદ્રવિજય રણરસમાં ઉદ્યત થયા ત્યારે ક્ષેાભ પામેલા તે શહેરના સંપર્કથી સમુદ્ર પણ ઉદ્દેલ થવા લાગ્યા. આવી માટી તૈયારી જોઈ શત્રુઓને હણવામાં સિંહ જેવા મહા બળવાન્ રામકૃષ્ણે આવી રાજાને કહ્યું “પિતાશ્રી! આ સંરંભ તમે જાતે કેમ કરાા! જે કાર્ય હોય તે અમે કે જે લધુજન છીએ, તેમને કહો. શું કાઇ નવીન દેવ કે રાક્ષસ વિદિત થયાછે કે જેને માટે આપ પૂજ્ય પિતા પેાતે આવે! પ્રયાસ કરશો?” રામકૃષ્ણનાં આવાં વચન સાંભળી સમુદ્રવિજયે લેકના ઉપદ્રવથી માંડીને અનાવૃષ્ટિના પરાભવ સુધીના સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો. તે સાંભળી કંસરિપુ કૃષ્ણ બાલ્યા “પિતા! તે સર્વ રાકેામાં આપના આ ઉદ્યમ વૃથા છે તે સર્વત્ર પ્રસિદ્ધજ છે; કેમકે જ્યાંસુધી અમે જીવતા છીએ, ત્યાંસુધી તમારે પુરૂષાર્થ કરવા યુક્ત નથી. તમારી આજ્ઞાથી હું તેમને જીતી લઇશ, માટે આજ્ઞા આપે.” પછી સમુદ્રવિજયની આજ્ઞાથી મહાભુજ રામકૃષ્ણે પાંચજન્ય શંખ વિગેરેના નાદથી ધણા સુભટાને એકઠા કર્યો, અને પેાતાતાનાં આયુધ લઇ રથમાં બેસી તે નગર પાસે આવીને તે માયાનટ દેવતાઓને યુદ્ધને માટે બાલાવ્યા. તેએએ વેગથી બહાર આવી, પેાતાની માયા બતાવીને રામકૃષ્ણને જીતી લીધા અને બંનેને રથસહિત પેાતાના નગરમાં લઈ ગયા.
(
આ ખબર પડતાં રામકૃષ્ણના હરણથી દ્વારકા નગરીમાં મેટા કાલાહલ યેા. અનાયની સ્થિતિ એવીજ હાય છે.' રામકૃષ્ણ જેવા વીર કે જેઓ દેવતાઆને પણ પૂજ્ય અને અજય્ય છે, તેને પણ જીતી લીધા તે હવે શું થશે? એવી રીતની ચિંતામાં પ્રજાવર્ગ પડ્યો; તેવામાં નેમિપ્રભુ પેાતાના મહેલમાં લીલાવડે ફરતા હતા, તેમને કૃષ્ણની સ્ત્રીઓએ ઉપહાસ્યમાં કહ્યું, “અરિષ્ટનેમિ ! અમે સાંભળ્યું છે કે સર્વજ્ઞ જિના અનંત વીયૅવાળા હોય છે. તેઓ મેરૂ દંડ અને બધી પૃથ્વીનું છત્ર કરવાને સમર્થ હોય છે, તે તમે પણ આપણાં કુ
For Private and Personal Use Only