________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૧૦ મો. ] અરિષ્ટનેમિ પ્રભુનું શારીરિક બળ.
૩૭૫ બાણવાળા બે ભાથા, નંદક નામે ખા, કૌમોદકી ગદા, અને ગરૂડની દવાવાળે રથ–એ સર્વ વાસુદેવને આપ્યાં. વનમાળા, મુશળ, નીલવસ્ત્રો, તાલધ્વજ રથ, અક્ષય ભાથાં, ધનુષ્ય અને હળ રામને આપ્યાં. કંઠાભરણ, બે બાજુબંધ, શૈલેક્યવિજયહાર, ચન્દ્રસૂર્ય નામે બે કુંડલ, ગંગાના તરંગ જેવાં નિર્મળ બે શ્વેત વસ્ત્રો અને સર્વતેજોહર નામે રલ કુબેરે હર્ષથી અરિષ્ટનેમિને આપ્યાં. ઇંદ્રની આજ્ઞાથી કુબેરે સમુદ્રવિજયને ચન્દ્રહાસ ખડ્ઝ, બે સુંદર વસ્ત્ર અને દિવ્યરથ આપ્યા. મોટી દિવાવાળે રથ, સહસ્રમુખા શક્તિ અને બે કૌસુખી વસ્ત્રો મહાનેમિને આપ્યાં. અક્ષય બાણવાળું ધનુષ્ય અને હાર રથનેમિને આપ્યા, તે સિવાય તેમના બીજા બંધુઓને એગ્યતા પ્રમાણે વસ્ત્રો અને અસ્ત્રો આપ્યાં. પછી કુબેર પ્રમુખ દેવતાએએ અને સર્વ યાદવોએ મળી બળભદ્ર સહિત કૃષ્ણનો રાજ્યઉપર અભિષેક કર્યો. કૃષ્ણ બળરામની સાથે દશાહને અનુસરી સમુદ્રવિજયની આજ્ઞા પ્રમાણે સારી રીતે રાજય કરવા લાગ્યા.
હવે અરિષ્ટનેમિ ભગવાન કેત્તર ચરિત્રવડે સર્વને હર્ષ વધારતા વધવા લાગ્યા. દશ ધનુષ્યની ઊંચી કાયાવાળા પ્રભુ અનુક્રમે યૌવનવય પામ્યા, તથાપિ જન્મથી કામદેવને જીતનારા હોવાથી તેમનું મન અવિકારી રહેલું હતું. તેવામાં એકદા સ્વર્ગમાં દેવપતિ ઇંદ્ર દેવતાઓની આગળ સભા વચ્ચે શ્રી નેમિનાથનું અદ્ભુત સત્વ આ પ્રમાણે વર્ણવ્યું “ત્રણ લેકમાં સત્વ, શૌર્ય, બળ, શીલ, દાન, રૂપ અને ગુણમાં શ્રી નેમિનાથ ભગવંતની ઉપમાને યોગ્ય થાય તેવો કોઈ પણ પુરૂષ નથી.” આ પ્રમાણે સાંભળી મિથ્યાત્વપણાથી જેમનું હૃદય ભ્રમિત થઈ ગયેલું છે એવા કેટલાએક દેવતાઓ ઇંદ્રનાં વચનને મિથ્યા કરવાને માટે તત્કાળ પૃથ્વી ઉપર આવ્યા. રૈવતાચળની નીચેની ભૂમિ ઉપર સુરધાર નામે એક નગર વસાવી, તેઓ મનુષ્યરૂપે થઈ તેમને અવરથ કરવા લાગ્યા. તેઓ દ્વારિકાનગરીનાં ઉદ્યાનની વૃક્ષશ્રેણીને લીલામાત્રમાં ઉમૂલ કરવા લાગ્યા, ગરીબ ભાર ઉપાડનારા લેકને નિઃશંક થઈને પરાભવ કરવા લાગ્યા, પાણી ભરનારા તથા અન્ય લોકોની ઉપર પણ બહુ પ્રકારે જુલમ કરવા લાગ્યા, અને દ્વારિકાના કિલ્લાસુધી પિતાની દુસહ આજ્ઞા ચલાવવા લાગ્યા. આ પ્રમાણે તેઓએ સર્વ કાર્યમાં પડેલા લેકેએ સર્વ નગરને ભય ઉત્પન્ન કરે તે મોટો કોલાહલ કર્યો. તે સાંભળી વસુદેવના પ્રથમ પુત્ર અનાવૃષ્ટિને કેપ ચડ્યો; તેથી ક્રોધવડે રાજા સમુદ્રવિજ્યની આજ્ઞા લીધા વગર એ વીરમાની કુમાર રથમાં બેસી પ્રૌઢ પરાક્રમવડે સર્વ આયુધ સાથે લઈ તેને જીતવાની ઈચ્છાથી તત્કાળ ત્યાં દેડી ગયે. રૈવતકની
૧ પોતાના બળઉપર મુસ્તકીમ રહી તેનાપર ભરોંસો રાખનાર.
For Private and Personal Use Only