________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૧૧ મે ] સર્વ રાજપુની યુદ્ધપરીક્ષા-અર્જુનનું પરાક્રમ.
૩૮૩ દ્રોણગુરૂનાં વચન સાંભળી ધનુષ્ય અને ભાથાને ધારણ કરતો એકલવ્ય વનમાંથી ત્યાં આવ્યો, અને ગુરૂને પ્રણામ કરી પિતાનું નામ કહ્યું. દ્રોણે પૂછ્યું “તારે વિદ્યાગુરૂ કોણ?” દ્રોણની વાણું સાંભળી એકલવ્યે કહ્યું “મારા ગુરૂ પ્રસન્ન એવા દ્રોણાચાર્ય છે.” “એ દ્રોણ કયા ?' એમ દ્રોણાચાર્ય મનમાં ચિંતવવા લાગ્યા. તે સમયે એ ધનુર્ધારી એકલવ્યે પૂર્વ વૃત્તાંત કહી બતાવીને દ્રોણાચાર્યની મૃત્તિકામય મૂર્તિ બતાવી. ત્યાં પૂજિત કરેલી પિતાની પ્રતિમાને જોઈને આ અર્જુનના જે ન થાઓ એવું ધારી, દ્રોણે ગુરૂદક્ષિણામાં તેને જમણો અંગુઠ માગી લીધે. એકલવ્યે હર્ષથી પોતાનો અંગુષ્ટ આપીને ભક્તિથી ગુરૂને નમસ્કાર કર્યો. પછી તેણે નિઃશંક થઈને અંગુલીવડે ધનુર્વેદને અભ્યાસ કરવા માંડ્યો.
પછી અમુગ્ધ બુદ્ધિવાળા દ્રોણે અર્જુનને રાધાવેધ અને ભીમ તથા દુર્યોધનને ગદાયુદ્ધ શીખવ્યું. નકુલ, સહદેવ અને યુધિષ્ઠિર અસ્ત્રવિદ્યામાં નિપુણ થયા, અને અશ્વત્થામા પિતાના તેજથી કર્ણ અને અર્જુનની જેવો થે. એક વખતે દ્રોણાચાર્યની આજ્ઞાથી ગંગાકુમાર ભીખે પુત્રોની યુદ્ધકળા જોવા માટે માંચાની રચના કરાવી. તેમાં ધૃતરાષ્ટ્ર, દ્રોણ અને ભીષ્મ વિગેરે આવીને બેઠા પછી ધર્મકમાર યુધિષ્ઠિર વિગેરે સર્વ અસ્ત્રધારી સુભટે થઈને ત્યાં આવ્યા. સર્વ અસ્ત્રોમાં ચતુર અને રણરંગવાળા તેઓએ પોતાને અભ્યાસ બતાવી લેકેને વિરમય પમાડી દીધા. એ અવસર પામીને પરસ્પર વિરોધી ભીમ અને દુર્યોધન દ્રોણના કહેવાથી પણ વાર્યા રહ્યા નહિ (પરસ્પર વિરૂદ્ધ ભાવ બતાવી દીધે). પછી દ્રોણગુરૂએ દૃ ષ્ટિથી પ્રેરેલે મહાવીર અર્જુન ભુજાફોટવડે આકાશને ગજાવતો અને માંચડાઓની ભીંતેને ફાડતો ઊભે થે. અર્જુને જેની પાંખના પવન ગિરિને કંપાવે તેવા બાણ છોડ્યા કે જેથી સૂર્યરથના અશ્વો પણ ત્રાસ પામ્યા અને આકાશ ગ્રહવગરનું શૂન્ય થઈ ગયું. પછી અર્જુને કરેલે રાધાવેધ અને વૃક્ષનાં પત્ર ઉપર કરેલ ચિત્રલેખન જોઈ સર્વ રાજાઓ પ્રશંસા કરતા હર્ષથી મસ્તકોને ધૂણાવવા લાગ્યા. અર્જુનની આવી પ્રશંસા સહન ન થવાથી દુર્યોધને ભ્રસંશાવડે કર્ણને ઊભો થવા સૂચવ્યું, એટલે તે કોપસહિત નિવડ મેઘની જેમ ગર્જના કરતે માંચા ઉપરથી ઊભો થે, અને પછી ધનુષ્યને ધ્રુજાવતા અને અત્યંત ભુજાફોટ કરતા કર્ણપિતાની લાઘવતા મંડપમાં મળેલા રાજાઓને બતાવી. તેના આવા શીદ્યવેધી પણાથી સંતુષ્ટ થયેલા દુધને અર્જુનના વૈરી તે કર્ણને ચંપાનગરી આપી; તેવામાં ત્યાં સૂત
૧ ધનુર્મળામાં શીવ્રતા.
For Private and Personal Use Only