________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪
શત્રુંજય માહાત્મ્ય
[ ખંડ ૨ જો.
આમના
સારથિ આવ્યા. કર્ણ પિતૃભક્તિથી તેને નમસ્કાર કર્યાં. તે રાજાની પાસે આવીને બેઠા. પછી બળવાન ભીમસહિત ક્રોધ પામેલા અને દુર્યોધનને કહ્યું ‘ આ હીનકુળવાળા કર્ણને તે ચંપા કેમ આપી ? હૈ કુળાધમ ! હું તારા તે અન્યાય સહન કરીશ નહિ. ' આપ્રમાણે કહી ધનુષ્ય સજ્જ કરી તે બંને યુદ્ધને માટે તૈયાર થયા; એટલે દુર્યોધન, કર્ણ અને તેના પક્ષના બીજા રાજાએ પણ ઉત્કંઠિત હેાય તેમ યુરૢ કરવાને માટે મંચ ઉપરથી ઊભા થયા. તેમના ભુજાફેટથી અને દૃઢ સિંહનાદથી જાણે ત્રાસ પામ્યા હોય તેમ સૂર્ય અસ્તાચળમાં ચાલ્યું ગયા. યુદ્ધારંભથી ત્રણ જગતને ક્ષેાભ ન થાએ ' એમ વિચારી દ્રોણાચાર્યે ઊઠીને તેને રણમાંથી જુદા કર્યા. પછી ધૃતરાષ્ટ્રે કર્ણના કુળવિષે સૂતને પૂછ્યું, એટલે તેણે ગંગાના પ્રવાહમાં આવેલી પેટીમાંથી મળવાને સર્વ વૃત્તાંત કહ્યો. વળી કહ્યું કે સૂર્ય આવીને સ્વમમાં કહી જવાથી હું એ પરાક્રમી પુત્રને હર્ષથી લઈ આવ્યા અને મુદ્રાના અક્ષરથી, એ કુંતીને પુત્ર છે એવું મારા જાણવામાં આવ્યું. આ કુમાર પેટીમાં કર્ણનીચે ભુજદંડ રાખીને સુતા હતા, તેથી મેં તેનું કહું એવું ઉત્તમ નામ પાડયું. સૂતનાં આવાં વચન સાંભળી ધૃતરાષ્ટ્ર ખુશી થયા અને પાંડવાને અંતરમાં મત્સર થયા. પછી કર્ણને પુત્રસહિત સાથે લઈ ધૃતરાષ્ટ્ર પેાતાને
ઘેર ગયા.
જેવી રીતે લૉકા પાંડવા ઉપર હર્ષ ધરતા, તેવીરીતે તેએ દુર્યોધન વિગેરેમાં વૈરાગ્ય ધરતા હતા. પાંડુરાજાએ તેમના પરસ્પર થતા મત્સરના નાશ કરવાની ઈચ્છાએ ધૃતરાષ્ટ્રના કુમારને કુશસ્થલ વિગેરે નગર પ્રમુખ વહેંચી આપ્યાં. એક વખતે પાંડુરાજા સભામાં બેઠા હતા, તેવામાં છડીદાર સાથે ખખર કહેવરાવીને દ્રુપદરાજાના એક દૂત સભામાં આવ્યો. તેણે નમરકાર કરીને જણાવ્યું કે સ્વામી ! કાંપિલ્યપુરના દ્રુપદ રાજાને ચુલની રાણીના ઉદરથી જન્મેલી દ્રૌપદી નામે એક પુત્રી છે. તે ધૃષ્ટદ્યુમ્રની નાની બેન થાય છે. તેના સ્વયંવરમાં સર્વે દશાડું, રામક્રષ્ણુ, દમદંત, શિશુપાલ, રૂમી, કર્ણ, દુર્યોધન, બીજા રાજાએ અને મહાપરાક્રમી કુમારને રાજાએ તો માકલીને તેડાવ્યા છે, તે હાલ ત્યાં જાય છે; માટે આ દેવકુમાર જેવા પાંચ કુમારને સાથે લઇને તમે પણ એ સ્વયંવર મંડપને અલંકૃત કરો. તે સાંભળી તત્કાળ પાંડુરાજા પાંચ કુમારાને અને મેટી સેનાને સાથે લઇ વાજિંત્રો વગડાવતા કાંપિલ્યપુર તરફ ચાલ્યા અને તેની સમીપે આવ્યા. પુત્રસહિત પાંડુરાજાને આવેલા જાણીને દ્રુપદરાજાએ અતિ હર્ષવડે મેટા ઉત્સવથી સામૈયું કરી પુરપ્રવેશ કરાવ્યા. સ્વયંવરના મંડપમાં ચંદન તથા અગના સમૂહથી બના
For Private and Personal Use Only